બેની પ્રસાદે કહ્યું 2014માં પાછી નહીં ફરે યુપીએ

beni prasad verma
નવી દિલ્હી, 23 ઓક્ટોબર: કેન્દ્રીય મંત્રી બેની પ્રસાદ વર્માએ ફરી એકવાર વિવાદાસ્પદ નિવેદન કરી ચર્ચાનો વિષય બની ગયા છે. હજી હમણા જ તેમણે સલમાન ખુર્શીદના ટ્રસ્ટમા ગોટાળાને લઇને તેમના બચાવમાં જણાવ્યું હતું કે 71 લાખના ગોટાળાની તો કોઇ તપાસ થતી હશે. મંત્રી માટે આ રકમ બહું નાની છે. જ્યારે હોબાળો મચ્યો તો એ જ જવાબ આપ્યો કે મારા નિવેદનને તોળીમરોળીને રજૂ કરવામા આવ્યું છે.

જોકે હવે તેમણે એવું નિવેદન કર્યું છે કે 2014ની સામાન્ય ચૂંટણી બાદ યુપીએ સરકાર ફરી સત્તા પર આવી શકશે નહીં. જોકે આ વખતે તેમને તેમની ભૂલનો તુરંત અહેસાસ થઇ ગયો માટે તેમણે તુરંત જ કહી દીધું કે યુપીએ ભલે ના પાછી ફરે પરંતુ કોંગ્રેસ તો ચોક્કસ સત્તા પર પાછી આવશે.

આ પહેલા પણ બેની પ્રસાદે મોંઘવારીના મુદ્દે કહ્યું હતુ કે મોંઘવારી વધવાથી લોકો ખુશ છે અને તેનાથી ખેડૂતોને ફાયદો થાય છે. ત્યારે પણ તેમણે આરોપ મીડિયા પર થોપી દીધો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X