બેની પ્રસાદની લપસી જીભ, મોદી માટે વાપર્યા વિવાદાસ્પદ શબ્દો!

beni prasad verma
નવી દિલ્હી, 14 જુલાઇ : કેન્દ્રીય લોખંડ અને પોલાદ મંત્રી બેની પ્રસાદ વર્મા એક વાર ફરી પોતાના વિવાદાસ્પદ નિવેદનને પગલે ચર્ચામાં આવ્યા છે. આ વખતે બેની પ્રસાદ વર્માના શબ્દોના તીર ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પર પડ્યા છે.

બેની પ્રસાદ વર્માએ હાલમાં જ સરદાર વલ્લભ ભાઇ પટેલની મૂર્તિ બનાવવાની જાહેરાતને રાજકીય નાટક ગણાવ્યું છે. બેનીએ અત્રે સ્ટીલ પ્રોસેસિંગ એકમનું ઉદઘાટન કર્યા બાદ પત્રકારોને અને કોંગ્રેસ એક સિક્કાના બે બાજું છે એવામાં મોદીની તેમની પ્રતિમાં બનાવવાની જાહેરાત એક રાજકીય નાટક નથી તો બીજીં શું છે.

સાથે સાથે તેમણે પોતાના ભાષણમાં નરેન્દ્ર મોદી માટે વિવાદા સ્પદ શબ્દોનો ઉપયોગ કર્યો હતો. જેને લઇને ભાજપી અને કોંગ્રેસી નેતાઓ વચ્ચે રાજનીતિ ગરમાઇ છે અને તેમની વચ્ચે વાકયુદ્ધ વધી ગયું છે. બેની પ્રસાદે જણાવ્યું કે આવા પાગલ કૂતરા દ્વારા તેઓ ભારત માતાની પ્રતિમાંને કલંકિત નહીં થવા દે.

તેમણે રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘની પણ ટિકા કરી છે અને જણાવ્યું છે કે રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધી હત્યામાં પણ આ જ સંગઠનનું નામ આવ્યું હતું. ભાજપાના પ્રદેશ પ્રભારી અમિત શાહ પર મોદીની ભાષા બોલવાનો પણ આરોપ તેમણે જણાવ્યું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X