For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બેની પ્રસાદ લે છે ચરસ, અને કરે છે અફીણની તસ્કરી: શિવપાલ યાદવ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

beni-prasad-verma
વારાણસી, 1 એપ્રિલ: સમાજવાદી પાર્ટી અને બેની પ્રસાદ વચ્ચે વાકયુદ્ધ ત્યારે વધી ગયું જ્યારે સમાજવાદી પાર્ટીના નેતા શિવપાલ યાદવે કેન્દ્રિય મંત્રી પર અફીણની તસ્કરી કરવાનો અને ચરસનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો.

શિવપાલ યાદવે સર્કિટ હાઉસમાં પત્રકારોને સંબોધતાં કહ્યું હતું કે તમને લોકોને ખબર હશે અને તમે વાંચ્યું હશે કે બેની પ્રસાદ વર્મા વધારે ધુમ્રપાન કરે છે. આજકાલ તે વધારે ધુમ્રપાન કરી રહ્યાં છે. તે તંબાકુમાં કંઇ મેળવે છે. તેમને સારવાર કરાવવી જોઇએ. તેમને કહ્યું હતું કે તમે એ વાંચ્યું હશે બેની પ્રસાદ અફીણની તસ્કરીમાં સામેલ છે. તે સિગરેટમાં ચરસ મિલાવે છે. આજકાલ એ આ બંને વસ્તુ કરી રહ્યાં છે. માટે તેમના દિમાગ પર અસર વર્તાઇ રહી છે.

તાજેતરમાં કેન્દ્રિય સ્ટીલ મંત્રી બેની પ્રસાદે પોતાના એક નિવેદનમાં કહ્યું હતું કે લોકસભાની ચુંટણી બાદ સમાજવાદી પાર્ટીની સ્મશાનયાત્રા નિકળશે ત્યારબાદ સમાજવાદી પાર્ટીએ આ હુમલો કર્યો હતો. બેની પ્રસાદે ભવિષ્યવાણી કરી હતી કે સમાજવાદી પાર્ટીને માત્ર ચાર સીટો મળશે. બેની પ્રસાદે સમાજવાદી પાર્ટીના પ્રમુખ મુલાયમ સિંહ યાદવ પર બાબરી મસ્જિદ મુદ્દે મુસલમાનો સાથે દગો કરવાનો આરોપ લગાવ્યો હતો.

શિવપાલ યાદવે બેની પ્રસાદની સ્મશાનયાત્રા વાળી ટિપ્પણી પર કેન્દ્રિય સ્ટીલ મંત્રી બેની પ્રસાદને પદ પરથી હટાવવાની માંગ કરતાં કહ્યું હતું કે તે પોતાનું માનસિક સંતુલન ગુમાવી બેઠા છે. ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રી અખિલેશ યાદવે બેની પ્રસાદ પર હુમલો કરતાં સંકેત આપ્યા હતા કે તે કોંગ્રેસ હશે જેને ચારથી પાંચ સીટોથી વધારે મળશે નહી.

અખિલેશ યાદવે અલ્હાબાદમાં પત્રકારોને કહ્યું હતું કે વિધાનસભા ચુંટણીમાં મોટાભાગે વિધાનસભા વિસ્તારોમાં પાંચ થી 10 હજાર વોટ મેળવવા માટે સંઘર્ષ કરનાર પાર્ટીઓ લોકસભાની ચુંટણીમાં 80માંથી ચારથી પાંચ સીટો જીતી શકશે નહી. સમાજવાદી મહાસચિવ રામગોપાલ યાદવે કહ્યું હતું કે બેની પ્રસાદ પોતાના પુત્ર રાકેશની વિધાનસભાની ચુંટણીમાં બે વાર હાર થતાં તે પાર્ટી સાથે દ્વેષ રાખે છે.

બેની પ્રસાદે તાજેતરમાં હંગામો કર્યો હતો કે મુલાયમ સિંહ યાદવ આતંકવાદી સાથે સંબંધ ધરાવે છે. ત્યારબાદ તેને કેન્દ્રિય મંત્રીમંડળમાંથી હટાવવાની માંગ ઉઠી હતી. કોંગ્રેસ નેતૃત્વ દ્રારા દબાણ કરાતાં તેમને પોતાની ટિપ્પણી પર ખેદ વ્યકત કર્યો હતો.

English summary
The Samajwadi Party-Beni Prasad Verma war turned bitter on Sunday with SP leader Shivpal Yadav accusing the Union Minister of "smuggling opium" and using "charas".
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X