" 'ડંબો અને 'સ્કેમ્બો' કરતા 'રેમ્બો' બનવું સારું"

bjp
નવી દિલ્હી, 2 જૂલાઇઃ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને 'રેમ્બો' કહેવામાં આવતા ભાજપે આકરી પ્રતિક્રિયા આપી છે. ભાજપના પ્રવક્તા મીનાક્ષી લેખીએ કહ્યું છે કે, 'ડેમ્બો' અને 'સ્કેમ્બો' બનવા કરતા સારું છે કે 'રેમ્બો' બનીએ.

મામલો ત્યારે શરૂ થયો જ્યારે મોદી ઉત્તરાખંડ પહોંચ્યા અને મીડિયામાં સમાચારો ચાલવા લાગ્યા કે મોદીએ કહ્યું કે તેઓ 15 હજાર ગુજરાતીઓને બચાવીને લાવ્યા છે. ત્યારથી મોદીને 'રેમ્બો' કહીને તેમની ટીકાઓ કરવામાં આવી રહી છે.

ત્યારબાદ સોમવારે ગુજરાતના મુખ્યમત્રી નરેન્દ્ર મોદી પર નીતિશે ફરી એકવાર નિશાનો સાધ્યો હતો. તેમણે કહ્યું કે, હું કોઇ 'રેમ્બો' નથી કે ઉત્તરાખંડ જઇને બિહારના લોકોને બચાવી લાઉં. નોંધનીય છે કે આ પહેલા ભાજપે નીતિશ કુમારની એમ કહીને ટીકા કરી હતી કે ગુજરાતની સરકારે ઉત્તરાખંડમાં ફસાયેલા લોકોને રાહત માટે ઘણું બધુ કરી રહી છે. બિહાર ભાજપનો આરોપ હતો કે ઉત્તરાખંડમાં ફસાયેલા બિહારના લોકો માટે બિહારની સરકાર કંઇ કરી રહી નથી.
બિહાર ભાજપના નેતા અને પૂર્વ ઉપ-મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીએ કહ્યું હતું કે બીજી રાજ્ય સરકારોની સરખામણીએ બિહાર સરકાર સંવેદનહીન છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X