For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ 5 રાજ્યોમાં આગામી 4 દિવસોમાં ભારે વરસાદ, 13 રાજ્યોમાં ઓરેંજ એલર્ટ જારી

ભારતના ઘણા રાજ્યોમાં વરસાદ આપત્તિનો વરસાદ સાબિત થઇ રહ્યો છે. મહારાષ્ટ્ર, ગુજરાત, કેરળ, ઉત્તરાખંડ અને હિમાચલ જેવા ઘણા રાજ્યોમાં વરસાદના કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ છે.

By Lekhaka
|
Google Oneindia Gujarati News

ભારતના ઘણા રાજ્યોમાં વરસાદ આપત્તિનો વરસાદ સાબિત થઇ રહ્યો છે. મહારાષ્ટ્ર, ગુજરાત, કેરળ, ઉત્તરાખંડ અને હિમાચલ જેવા ઘણા રાજ્યોમાં વરસાદના કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ છે. મધ્યપ્રદેશમાં પણ છેલ્લા કેટલાક કલાકોથી સતત વરસાદ પડે છે. વરસાદને લીધે લોકોની સમસ્યાઓ વધી રહી છે, જયારે ઘણા રાજ્યોમાં આ વરસાદ લોકોના જીવ લઇ રહ્યો છે. વરસાદના કારણે બેહાલ દેશના ઘણા રાજ્યોમાં આગામી ચાર દિવસોમાં ઝમાઝમ વરસાદની શક્યતા છે. જયારે ઓરેન્જ એલર્ટ 13 રાજ્યો માટે આપવામાં આવ્યો છે.

આગામી 4 દિવસોમાં આ 5 રાજ્યોમાં મૂશળધાર વરસાદ

આગામી 4 દિવસોમાં આ 5 રાજ્યોમાં મૂશળધાર વરસાદ

મૌસમ વિભાગે 5 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. મૌસમ વિભાગ અનુસાર દેશના 5 રાજ્યોમાં 9 થી 12 જુલાઈ સુધી રેડ એલર્ટ આપવામાં આવ્યો છે. આ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. આગામી 4 દિવસમાં મધ્યપ્રદેશના દક્ષિણી વિસ્તાર અને છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ગોવા અને દિલ્હીમાં ભારે વરસાદની સંભાવના છે. મૌસમ વિભાગએ પ્રશાસનને એલર્ટ કરી દીધા છે. ત્યાં દેશના 13 રાજ્યોમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યો છે. મૌસમ વિભાગાએ સૌથી વધારે મધ્ય પ્રદેશને સાવધાન કર્યું છે, જ્યાં 9 થી લઇને 12 તારીખ સુધી ભારે વરસાદની સંભાવના છે. જોકે, આજ રાતથી જ ત્યાં વરસાદ શરૂ થઇ ગયો છે.

આ રાજ્યોમાં પણ લોકોને સાવચેત રહેવાની જરૂર છે

આ રાજ્યોમાં પણ લોકોને સાવચેત રહેવાની જરૂર છે

આ પાંચ રાજ્યો ઉપરાંત, મૌસમ વિભાગાએ ઉત્તર પ્રદેશ, ઉત્તરાંચલ, ગુજરાત અને રાજસ્થાન સહિત 13 રાજ્યોમાં ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. આગામી ચાર દિવસમાં, મુંબઈને પણ વરસાદથી કોઈ રાહત મળવાની નથી. મૌસમ વિભાગના જણાવ્યા અનુસાર, કોંકણ, ગોવામાં અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે. છત્તીસગઢ, કર્ણાટક, કેરળ, તેલંગાણા, ઓડિશા, મરાઠવાડા, સિક્કીમ, પૂર્વીય યુપી અને આસામ, મેઘાલયમાં ભારે વરસાદની ચેતવણી છે.

યુપી-બિહારમાં ભારે વરસાદની શક્યતા

યુપી-બિહારમાં ભારે વરસાદની શક્યતા

મૌસમ વિભાગના જણાવ્યા મુજબ પૂર્વીય ઉત્તર પ્રદેશ, પૂર્વીય રાજસ્થાન, ઉત્તરાંચલ અને બિહારમાં ભારે વરસાદ થઇ શકે છે. ઉપરાંત, આગામી 4 દિવસમાં જમ્મુ અને કાશ્મીરમાં ભારે વરસાદની શક્યતા છે. આ રાજ્યોમાં ઓરેન્જ એલર્ટ પણ મૌસમ વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે.

English summary
IMD red alert for 5 states in next 4 days, orange alert for 18 states.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X