For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભગત સિંહની ઇચ્છા હતી કે તેમને ગોળીથી મારવામાં આવે!

|
Google Oneindia Gujarati News

ભોપાલ, 23 માર્ચ: શહીદ-એ-આઝમ ભગત સિંહના બલિદાનના દિવસ પર શ્રદ્ધાંજલિ અર્પિત કરતા મધ્ય પ્રદેશના રાજ્યપાલ રામનરેશ યાદવે જણાવ્યું કે ભગત સિંહ અને તેમના સાથી સુખદેવ અને રાજગુરુ ફાંસી નહીં પરંતુ છાતીમાં ગોળી ખાઇને મરવાની ઇચ્છા રાખતા હતા. તેમને 23 માર્ચ, 1931ના રોજ લાહોર જેલમાં ફાંસી આપી દેવામાં આવી હતી.

રાજ્યપાલ યાદવે જણાવ્યું કે ઇંકલાબ જિંદાબાદનો નારો બુલંદ કરનારા શહીદ ભગત સિંહ ધર્મ, જ્ઞાતિ અને સંપ્રદાયના નામ પર દેશને વહેંચવાના વિરોધી હતા. તેઓ માનવીય એકતાની સાથે દેશની આઝાદીના તરફેણમાં હતા.

રાજ્યપાલ યાદવે જણાવ્યું કે ભગત સિંહ અને તેમના ક્રાંતિકારી સાથી સુખદેવ અને રાજગુરુએ ફાંસી પર લટકાવ્યાના પહેલા તે સમયના વૉયસરોયને એક પત્ર લખીને જણાવ્યું હતું કે બ્રિટિશ સરકારના સર્વોચ્ચ અધિકારી વૉયસરોય દ્વારા સ્થાપિત ટ્રિબ્યૂનલે તેમની પર સરકાર વિરુદ્ધ કરવાનો આરોપ લગાવ્યો છે અને તેમને ફાંસીની સજા આપી છે. તેના સ્થાને અમારી સાથે યુદ્ધ બંદિયો જેવો વ્યવહાર કરીને ફાંસી આપવાના સ્થાને ગોળીથી વિંધિ દેવામાં આવે.

bhagat singh
English summary
Tribute to Bhagat singh, He wanted to die by bullet said Ramnaresh Yadav.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X