પંજાબમાં બોર્ડના પરિણામોનો શ્રેય ભગવંત માને સરકારી શાળાઓને આપ્યો, જાણો શું કહ્યું?
પંજાબમાં આમ આદમી પાર્ટીની ભગવંત માન સરકાર સતત શિક્ષણમાં સુધારાઓ પર કામ કરી રહી છે. દિલ્હી બાદ પંજાબમાં પણ હવે સરકારી શાળાઓની સ્થિતીમાં મોટો સુધારો થયો છે અને તેનો પુરાવો બોર્ડના પરિણામોમાં જોવા મળ્યો છે.

પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર સત્તામાં આવી ત્યારે તે સમયે પંજાબ સ્કૂલ એજ્યુકેશન બોર્ડની 10મી અને 12મીની પરીક્ષાઓ શરૂ થવામાં માત્ર 1 મહિનો બાકી હતો. આટલા ઓછા સમયમાં સરકાર માટે સરકારી શાળાઓના સુધાર માટે કોઈ યોજના લાવવી શક્ય નહોતી. જો કે તેમ છત્તા પણ મુખ્યમંત્રી ભગવંત માને સરકારી શાળાઓના આચાર્યો સાથે બેઠક યોજીને તેમને પ્રોત્સાહિત કર્યા હતા. અહીંથી જ સરકારની શિક્ષણ પ્રત્યેની સાફ નિયત સામે આવી હતી.
સરકારી શાળાઓમાં લોકોનો વિશ્વાસ પાછો લાવવા અને શાળાના આચાર્યોને પ્રોત્સાહિત કરવા છેલ્લા એક વર્ષમાં પંજાબ સરકાર દ્વારા શરૂ કરાયેલી યોજનાઓનું પ્રથમ પરિણામ PSEB દ્વારા જાહેર કરાયેલ બોર્ડ પરીક્ષાઓના પરિણામોમાં જોવા મળ્યુ છે.
પરિણામમાં રાજ્યમાં પ્રથમ વખત એવુ બન્યું છે કે જુદા જુદા 14 જિલ્લાઓ એવા છે કે જેમાં સરકારી શાળાના વિદ્યાર્થીઓએ માત્ર શાળામાં જ નહીં પરંતુ જિલ્લામાં પણ ટોચનું સ્થાન મેળવ્યું છે. આ હોશિયાર વિદ્યાર્થીઓના પ્રદર્શને છેલ્લા ઘણા વર્ષોમાં સરકારી શાળાઓના પરિણામો વિશે લોકોની ધારણાને બદલવાનું પણ કામ કર્યું છે.
જિલ્લામાં ટોપ આવીને સરકારી શાળાઓનું નામ રોશન કરનારા વિદ્યાર્થીઓની વાત કરીએ તો તેમાં લુધિયાણાની અજિતસર સરકારી કન્યા C.S. શાળા રાયકોટના વિદ્યાર્થી કિરણજીત કોરે 650માંથી 643 માર્કસ મેળવી જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવ્યું. બીજી તરફ સરકારી હાઈસ્કૂલ માંડલી માનસાની વિદ્યાર્થિની હરમનપ્રીત કોરે 646 માર્ક્સ મેળવ્યા છે.
મુખ્યમંત્રી ભગવંત માનના નેતૃત્વમાં પરીક્ષાના થોડા સમય પહેલા જ શિક્ષણ મંત્રી હરજોત સિંહ બેન્સ દ્વારા વિદ્યાર્થીઓના શ્રેષ્ઠ પરિણામો લાવવા માટે શરૂ કરાયેલ મિશન 100 પર્સન્ટ ગીવ યોર બેસ્ટ અભિયાને શિક્ષકોને પણ ખૂબ પ્રોત્સાહિત કર્યા છે.
મંત્રી દ્વારા યોજાયેલી બેઠકોમાં સતત અભ્યાસ પર ધ્યાન આપવામાં આવ્યુ અને તેના કારણે શિક્ષકોએ વધારાના વર્ગો યોજીને વિદ્યાર્થીઓને રજાના દિવસોમાં પણ અભ્યાસ કરાવ્યો હતો. આજે સરકારી શાળાના વિદ્યાર્થીઓએ ટોપર બનીને ઈતિહાસ રચ્યો છે તો તેમાં મુખ્યમંત્રી ભગવંત માન અને શિક્ષણ મંત્રી બેન્સની યોજનાઓનો પણ મોટો ફાળો છે.












Click it and Unblock the Notifications
