જમીનનુ રજિસ્ટ્રેશન કરાવનારને હવે નહિ થવુ પડે હેરાન, ભગવંત માન સરકારે જાહેર કર્યો આદેશ
પંજાબ સરકારે એક આદેશ જાહેર કરીને સ્પષ્ટ કર્યુ છે કે રજિસ્ટ્રીના કામકાજી દિવસોમાં આવતી આ પ્રકારની રજાના કારણે એ દિવસ પહેલાથી નક્કી થયેલી રજિસ્ટ્રીનુ કામ બંધ કરવુ નહિ.

મિલકત નોંધણી કરાવનારને અચાનક રજાના કારણે હવે હેરાન નહિ થવુ પડે. પંજાબ સરકારે એક આદેશ જાહેર કરીને સ્પષ્ટ કર્યુ છે કે રજિસ્ટ્રીના કામકાજી દિવસોમાં આવતી આ પ્રકારની રજાના કારણે એ દિવસ પહેલાથી નક્કી થયેલી રજિસ્ટ્રીનુ કામ બંધ કરવુ નહિ. વાસ્તવમાં લોકોએ રજિસ્ટ્રી કરવા માટે ઓનલાઈન સમય લઈ લીધો હોય છે અને અચાનક રજાના કારણે લોકોએ રજિસ્ટ્રીનો સમય ફરીથી શિડ્યૂલ કરવો પડે છે.
બીજી તરફ દૂરદૂરથી રજિસ્ટ્રી કરાવવા આવતા લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આવી અનેક ફરિયાદો પંજાબ સરકાર સુધી પહોંચી છે. તેને જોતા પંજાબ સરકારે આદેશ જાહેર કર્યો છે કે ભવિષ્યમાં આવી સ્થિતિ ઉભી થાય તો રજિસ્ટ્રીનુ કામ કોઈપણ રીતે રોકવામાં ન આવે. આ અંગે તમામ સબ-રજીસ્ટ્રાર અને જોઈન્ટ સબ-રજિસ્ટારને પણ જાણ કરવામાં આવી છે.
આવા ઘણા કેસોમાં વિવાદો પણ ઉભા થાય છે કારણ કે કરાર મુજબ રજિસ્ટ્રી ઘણી વખત છેલ્લી તારીખે જ થાય છે. આવી સ્થિતિમાં, જો તે સમય સુધીમાં મિલકતની કિંમતોમાં વધારો થાય અને રજાના કારણે નોંધણી કરવામાં ન આવે, તો વેચનારને કરાર રદ કરવાનો અધિકાર છે જ્યારે ખરીદનાર પણ કરારમાંથી ખસી શકે છે. આવી સ્થિતિમાં મામલો વિવાદ અથવા કાનૂની કાર્યવાહી સુધી પહોંચે છે. જ્યારે આમાં મુખ્ય ભૂમિકા અચાનક રજાનો છે. હાલમાં, સરકારના આ નિર્ણયથી પોતાને નોંધણી કરાવનારા લોકોને મોટી રાહત મળશે.












Click it and Unblock the Notifications
