પંજાબઃ શાળા શિક્ષણને વર્લ્ડ ક્લાસ બનાવવા માટે સીએમ માનના પ્રયાસ યથાવત, શિક્ષકોનુ બીજુ ગ્રુપ જશે સિંગાપુર
પંજાબના શાળા શિક્ષણને વિશ્વસ્તરીય બનાવવાનુ મુખ્યમંત્રી ભગવંત માનનુ સપનુ છે. આ અંતર્ગત રાજ્યની 30 શાળાના આચાર્યોનુ બીજુ જૂથ 4 માર્ચથી 11 માર્ચ સુધી સિંગાપુર જઈ રહ્યુ છે.

ભગવંત માન સરકાર દ્વારા પંજાબના શાળા શિક્ષણને વિશ્વસ્તરીય બનાવવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ અંતર્ગત હવે 30 આચાર્યોનુ બીજુ જૂથ સિંગાપોર જઈ રહ્યુ છે. શાળા શિક્ષણ મંત્રી હરજોત સિંહ બેન્સે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. તેમણે પોતાના ટ્વીટમાં કહ્યુ છે કે પંજાબના શાળા શિક્ષણને વિશ્વસ્તરીય બનાવવાનુ મુખ્યમંત્રી ભગવંત માનનુ સપનુ છે. આ અંતર્ગત રાજ્યની 30 શાળાના આચાર્યોનુ બીજુ જૂથ 4 માર્ચથી 11 માર્ચ સુધી સિંગાપુર જઈ રહ્યુ છે.
આ આચાર્યો સિંગાપોરની 'નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ એજ્યુકેશન'માં વિદેશી શિક્ષણ લેશે. ઉલ્લેખનીય છે કે અગાઉ 36 આચાર્યોની પ્રથમ બેચને સિંગાપોર મોકલવામાં આવી હતી. જેમણે 6થી 10 ફેબ્રુઆરી દરમિયાન સિંગાપોરના પ્રોફેશનલ ટીચિંગ ટ્રેનિંગ સેમિનારમાં ભાગ લીધો હતો અને આ શિક્ષકો 11 ફેબ્રુઆરીએ પંજાબ પરત ફર્યા હતા.












Click it and Unblock the Notifications
