જાણો કેટલી સંપત્તિના માલિક છે ભગવંત માન, જેમને મળી રહી છે પંજાબ સીએમની ખુરશી

પંજાબમાં સીએમની ખુરશી સંભાળનાર ભગવંત માન કોણ છે અને કેટલી સંપત્તિના માલિક છે, જાણો અહીં.

ચંદીગઢઃ પંજાબની ધુરી વિધાનસભા સીટથી ચૂંટણી લડી રહેલા આપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ભગવંત માને જીત મેળવી લીધી છે. જીત મેળવ્યા બાદ આવતા પાંચ વર્ષો સુધી પંજાબમાં સીએમની ખુરશી સંભાળનાર ભગવંત માન કોણ છે અને કેટલી સંપત્તિના માલિક છે, જાણો અહીં.

bhagwant mann

નામાંકન સમયે ભગવંત માને સોગંદનામામાં સંપત્તિનો કર્યો હતો ખુલાસો

48 વર્ષીય માને પોતાના નામાંકન પત્ર સાથે દાખલ કરેલ પોતાની સંપત્તિ અને દેણદારોનો પોતાના સોગંદનામામાં પોતાની સંપત્તિનો ખુલાસો કર્યો. ચૂંટણી પહેલા પોતાની મા સાથે તેમણે પંજાબ વિધાનસભા ચૂંટણી માટે ધુરીમાં રિટર્નિંગ ઑફિસર સામે પોતાનુ નામાંકન પત્ર દાખલ કર્યુ હતુ.

ભગવંત માન પાસે 1.97 કરોડ રુપિયાની સંપત્તિ છે

કૉમેડિયનથી નેતા બનેલ સંગરુર સીટથી આપ પાર્ટીના સાંસદ ભગવંત માન પાસે 1.97 કરોડ રૂપિયાની સંપત્તિ છે. જેમાં 27 લાખની બે ટોયોટા ફૉર્ચ્યુનર એસયુવી અને 1.49 કરોડ રુપિયાની અચળ સંપત્તિ શામેલ છે.

ભગવંત માન પાસે છે 48.10 લાખ રુપિયાની ચલ સંપત્તિ

ભગવંત માને પોતાના સોગંદનામામાં 48.10 લાખ રુપિયાની ચલ સંપત્તિ અને 1.49 કરોડ રુપિયાની અચલ સંપત્તિ હોવાની માહિતી આપી હતી. પોતાની ચલ સંપત્તિમાં ભગવંત માન 27 લાખ રુપિયાની બે ટોયોટા ફૉર્ચ્યુનર ગાડી અને ત્રણ લાખ રુપિયાની શેવરલે ક્રૂઝ હોવાની માહિતી આપી હતી.

ભગવંત માન પાસે છે આટલુ સોનુ

ભગવંત માને એ પણ કહ્યુ કે તેમની પાસે 95 કિગ્રા વજનના પાંચ લાખ રૂપિયાના સોનાના આભૂષણ, 5.50 લાખ રૂપિયાનો ઘરેલુ સામાન અને 20,000 રૂપિયાની એક બંદૂક છે.

કુલ આવક 18.34 લાખ રુપિયા

ભગવંત માને વર્ષ 2020-21 માટે પોતાની કુલ આવક 18.34 લાખ રુપિયા જાહેર કરી છે. માને સંગરુરમાં 1.12 કરોડ રૂપિયાની કૃષિ ભૂમિ પણ બતાવી છે. પટિયાલામાં તેમની 37 લાખ રૂપિયાની વ્યાવસાયિક સંપત્તિ પણ છે. સોગંદનામા મુજબ તેમની પાસે કોઈ આવાસીય સંપત્તિ નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X