મનપ્રીત બાદલ વિરૂદ્ધ ફરિયાદ મુદ્દે ભગવંત માનનું નિવેદન, કહ્યું-સત્ય બોલવુ અને સત્ય સાથે ચાલવુ કઠીન
પૂર્વ નાણામંત્રી મનપ્રીત બાદલ મુદ્દે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ટ્વિટ કરીને નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, સત્ય બોલવું અને સત્ય સાથે જીવવું ખૂબ મુશ્કેલ છે.
ભગવંત માને કહ્યું કે, પૂર્વ નાણામંત્રી પોતે કહેતા હતા કે તમારે જે કરવું હોય તે કરો, અમે રાહ જોઈશું. હવે પોતે કહે છે કે ડર છે કે ધરપકડ થશે. તેના પર સીએમ માને કહ્યું કે, સત્ય બોલવું અને સત્ય સાથે ચાલવું ખૂબ જ મુશ્કેલ છે.

જણાવી દઈએ કે વિજિલન્સે ભટિંડાના મોડલ ટાઉન વિસ્તારમાં પ્લોટ ખરીદવા મુદ્દે પૂર્વ નાણામંત્રી મનપ્રીત બાદલ સહિત 6 લોકો સામે કેસ નોંધ્યો છે. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
આ સાથે વિજિલન્સે પણ આ મામલે ઘણા મોટા ખુલાસા કર્યા છે. હાલમાં વિજિલન્સ ટીમ મનપ્રીત બાદલના ગામમાં દરોડા પાડી રહી છે, જે હજુ પણ ચાલુ છે.
અગાઉ મનપ્રીત બાદલ સામે પ્લોટ સંબંધિત કેસમાં તપાસ ચાલી રહી હતી. પરંતુ વિજિલન્સ ટીમે હવે કેસ નોંધ્યો છે. મનપ્રીત બાદલ સહિત 6 લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. મનપ્રીત સિંહ બાદલ, PCS અધિકારી બિક્રમ સિંહ શેરગિલ, રાજીવ કુમાર, અમનદીપ સિંહ, વિકાસ અને પંકજ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.
એ પણ જણાવી દઈએ કે, વિજિલન્સે રવિવારે રાજીવ કુમાર અને અમનદીપની ધરપકડ કરી હતી. જો કે, આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. મનપ્રીત સિંહ બાદલે ભટિંડામાં મોડલ ટાઉન ફેઝ-1માં કોમર્શિયલ પ્લોટને રહેણાંક પ્લોટમાં બદલીને ખરીદ્યો હતો. તેના પર નિયમોનું ઉલ્લંઘન કરવાનો અને ખૂબ જ સસ્તા ભાવે પ્લોટ ખરીદવાનો આરોપ છે. આ બાબતે તેણે ધરપકડના ડરથી આગોતરા જામીન મેળવવા માટે કોર્ટમાં અરજી કરી છે.












Click it and Unblock the Notifications
