For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ખેડૂતોની ભાવના સમજ્યા ભગવંત, માન સરકારે બદલી રણનીતિ

ચંદીગઢ : પંજાબમાં આમ આદમી પાર્ટીએ સત્તા સંભાળી છે, ત્યારથી પંજાબના લોકોને કોઇને કોઇ મુદ્દે સરકારના વખાણ કરતા જોવા મળે છે. હવે ખેડૂતોએ માન સરકારના એકવાર ફરી વખાણ કરી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

ચંદીગઢ : પંજાબમાં આમ આદમી પાર્ટીએ સત્તા સંભાળી છે, ત્યારથી પંજાબના લોકોને કોઇને કોઇ મુદ્દે સરકારના વખાણ કરતા જોવા મળે છે. હવે ખેડૂતોએ માન સરકારના એકવાર ફરી વખાણ કરી રહ્યા છે. ખેડૂતોએ પ્રાંતમાં શરૂ થયેલી અનાજની ખરીદી અંગે કરવામાં આવેલી વ્યવસ્થાને કારણે પ્રસંશા કરી રહ્યા છે. જ્યારે બીજી તરફ પંજાબમાં આ વખતે ખરીદીની સિઝનમાં 100 લાખ મેટ્રીક ટનથી વધુ અનાજ ખરીદ્યુ છે.

mann Government

પંજાબમાં 1 ઓકટોબરથી શરૂ થયેલી ડાંગરની ખરીદી 30 ઓકટોબર સુધી ચાલી હતી. આવી સ્થિતિમાં પંજાબમાં વિક્રમી ડાંગરની ખરીદી નોંધાઈ છે. ખરીદીની સિઝન શરૂ થયાના માત્ર 4 અઠવાડિયાની અંદર અત્યાર સુધીમાં 105 લાખ મેટ્રિક ટનથી વધુ ડાંગરનું મંડીઓમાં આગમન થયું છે, જેમાંથી લગભગ 104 લાખ મેટ્રિક ટન ડાંગરની ખરીદી કરવામાં આવી છે. આ સાથે જ ખેડૂતોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે ભગવંત માન સરકાર દ્વારા સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી હતી.

આવા સમયે ડાંગરની ખરીદી બાદ ખેડૂતોના ખાતામાં લગભગ 15400 કરોડ રૂપિયા પહેલેથી જ જાહેર કરવામાં આવ્યા હતા. આ સાથે વધુ 2000 કરોડ રૂપિયાની ચૂકવણી મંજૂર કરવામાં આવી છે. રાજ્યના ખાદ્ય, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના પ્રધાન લાલચંદ કટારુચાકે જણાવ્યું હતું કે, પહેલા દિવસથી જ મંડીમાં ખેડૂતોના પાકની સમયસર ખરીદી, ચૂકવણી અને ઉપાડ કરવામાં આવી રહ્યો છે.

પંજાબમાં સમયસર ચૂકવણી થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે ખેડૂતોને તેમના પેમેન્ટ માટે લાંબો સમય રાહ જોવી પડતી હતી, પરંતુ ખેડૂતોના હિતમાં સરકારે તાત્કાલિક ચૂકવણીની પ્રક્રિયા શરૂ કરી હતી. એટલું જ નહીં ખેડૂતોની સુવિધા માટે જિલ્લા કક્ષાએ કંટ્રોલ રૂમ અને ફરિયાદ નિવારણ સમિતિની રચના કરવામાં આવી છે. ખેડૂતોની ફરિયાદો માટે કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યા હતા.

ખેડૂતોના મતે હવે તેમને તેમના પાકના તાત્કાલિક ભાવ મળી રહ્યા છે. એજન્ટો ખેડૂતો સાથે સારો વ્યવહાર કરે છે, તેમજ તેમની વાત સાંભળે છે. ખેડૂતોને બજારમાં કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડ્યો નથી. પીવાના પાણીથી લઇને બેસવા સુધીની તમામ વ્યવસ્થાથી ખેડૂતો ખુશ છે.

English summary
Bhagwant understood the sentiments of the farmers, mann government changed strategy
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X