ભાગવતની પણ ઇચ્છા, મોદી PM બને : જેઠમલાણી

જેઠમલાણીએ એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં જણાવ્યું કે આ અંગે તેમની વાત આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવતની સાથે પણ થઇ છે. તેઓ પણ ઇચ્છે છે કે પાર્ટી તરફથી નરેન્દ્ર મોદીને જ વડાપ્રધાન પદન ઉમેદવાર તરીકે રજૂ કરવા જોઇએ.
આ મુદ્દે આરએસએસ દ્વારા સ્પષ્ટ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. આરએસએસના પ્રવક્તા રામ માધવે પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે આરએસએસ બીજેપીની બાબતોમાં માથું નથી મારતો. વડાપ્રધાન પદના ઉમેદવાર માટે કોનું નામ આગળ કરવું તેનો નિર્ણય પાર્ટીએ જાતે જ લેવાનો છે.












Click it and Unblock the Notifications
