For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આજે ભારત બંધઃ બેંકોમાં કામકાજ ઠપ, 25 કરોડ લોકો બંધમાં સામેલ, જાણો 10 મોટી વાતો

આજે ભારત બંધઃ બેંકોમાં કામકાજ ઠપ, 25 કરોડ લોકો બંધમાં સામેલ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ 8 જાન્યુઆરીએ ભારત બંધનું આહ્વાન કરવામાં આવ્યું છે. આજે દેશભરના 10 ટ્રેડ યૂનિયન્સ તરફથી ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે, જેની વ્યાપક અસર દેખાવાની ઉમ્મીદ છે. આ હડતાલમાં 25 કરોડ લોકો સામેલ થાય તેવી ઉમ્મીદ છે. દેશના 10 ટ્રેડ યૂનિયન્સ સાથે 6 બેંક યૂનિયન્સ પણ હડતાળનું સમર્થન કરી રહ્યા છે. જેની અસર આજે ભારત બંધ દરમિયાન જોવા મળશે. દેશભરના બેંકોમાં કામકાજ ઠપ રહેશે. ભારત બંધ દરમિયાન બેંકિંગ કામકાજ પર અસર પડશે.

બેંકો બંધ થાની અસર એટીએમ સર્વિસ પર પડશે, જેના પરિણામ સ્વરૂપ 8-9 જાન્યુઆરીએ કેશની સમસ્યા ઉભી થઈ શકે છે. જ્યાં એક તરફ સરકારની નીતિઓ વિરુદ્ધ ભારત બંધનું આહ્વાન કરવામાં આવ્યું છે ત્યાં સરકાર તરફથી સરકારી કર્મચારીઓને ચેતવણી આપવામાં આવી છે કે તેઓ આ હડતાળમા સામેલ ના થાય. સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે જો કોઈપણ કર્મચારી હડતાળમાં સામેલ થાય છે તો તેનો પગાર કાપી લેવામાં આવશે અને તેની વિરુદ્ધ અુશાસનાત્મક કાર્યવાહી પણ કરવામાં આવી શકે છે. ત્યારે આવો જાણીએ આ હડતાળ સાથે જોડાયેલી 10 મહત્વની બાબતો વિશે...

કોણ-કોણ હડતાળમાં સામેલ

કોણ-કોણ હડતાળમાં સામેલ

બુધવારે બોલાવવામાં આવેલ હડતાળમાં 10 ટ્રેડ યૂનિયન્સની સાથોસાથ 6 બેંક યૂનિયન્સ પણ સામેલ છે. આ હડતાળમાં INTUC, AITUC< HMS, CITU, AIUTUC, TUCC, SEWA, AICCTU, LPF, UTUC અને અન્ય કેટલાય સેક્ટોરલ ઈન્ડિપેન્ડન્ટ ફેડરેશન અને એસોસિએશન્સ હડતાળમાં સામેલ છે. આ ઉપરાંત આ ભારત બંધને 60 સ્ટૂડેન્ટ્સ યૂનિયન, યૂનિવર્સિટીઝના અધિકારીઓનું સમર્થન મળ્યું છે. તેમણે પણ હડતાળનો ભાગ બનવાનું એલાન કર્યું છે.

કયાં-કયાં બેંક યૂનિયન સામેલ?

કયાં-કયાં બેંક યૂનિયન સામેલ?

ભારત બંધ દરમિયાન 9 બેંક યૂનિયન્સ પણ હડતાળમાં સામેલ છે. જેમાં ઑલ ઈન્ડિયા બેંક એમ્પ્લોયી એસોસિએશન, ઑલ ઈન્ડિયા બેંક ઑફિસર્સ એસોસિએશન, BEFI, INBEF, INBOC અને બેંક કર્મચારી સેના મહાસંઘ સામેલ છે, જેઓ આ હડતાળનું સમર્થન કરી રહ્યા છે. હડતાળમાં સામેલ થવાના કારણે બેંકિંગ સેવાઓ બાધિત રહેશે. એટીએમ સર્વિસ પર પણ અસર પડી શકે છે. મોટાભાગની બેંકો બંધ રહેવાના કારણે એટીએમમાં કેશનું ડિસ્ટ્રીબ્યૂશન નહિ થઈ શકે, જેના કારણે એટીએમમાં કેશની સમસ્યા સર્જાઈ શકે છે.

બેંકિંગ સેવા ઠપ રહેશે

બેંકિંગ સેવા ઠપ રહેશે

રાષ્ટ્રવ્યાપી હડતાળમાં બેંક યૂનિયન્સ સામેલ થવાના કારણે બેંકિંગ સેવાઓ ઠપ રહેશે. કેટલીય બેંકોએ બુધવારે હડતાળ અને બેંકિંગ સેવાઓ પર આની અસર વિશે સ્ટૉક એક્સચેન્જને સૂચના આપી દીધી છે. બેંક ડિપોઝિટ, વિથડ્રોઅલ, ચેક ક્લીયરેન્સ વગેરે બેંકિંગ સેવાઓ પ્રભાવિત થશે, જો કે હડતાળની પ્રાઈવેટ બેંક પર કોઈ અસર પડશે નહિ.

એટીએમમાં કેશની સમસ્યા

એટીએમમાં કેશની સમસ્યા

બેંક કર્મચારીઓ હડતાળમાં સામેલ થવાના કારણે સૌથી વધુ અસર એટીએમ સેવાઓ પર પડી શકે છે. એવામાં તમે જરૂરી કેશ કાઢીે તમારી પાસે રાખીલો. એટીએમ સર્વિસ 8 અને 9 જાન્યુઆરીએ પ્રભાવિત થઈ શકે છે. જ્યારે ચેક ક્લિયરેન્સ જેવા કામોમાં થોડો સમય લાગી શકે છે, કેમ કે આ અઠવાડિયે બીજા શનિવારને કારણે પણ બેંક બંધ રહેશે. એામાં લોકોએ ચેક ક્લિયર થવા માટે થોડો ઈંતેજાર કરવો પડી શકે છે.

કેમ ઈ રહ્યું છે ભારત બંધ

કેમ ઈ રહ્યું છે ભારત બંધ

બેંક કર્મચારીઓ બેંક મર્જરના ફેસલાનો સતત વિરોધ કરી રહ્યા છે. સરકારના આ ફેસલા પર પોતાનો વિરોધ નોંધાવવા માટે બેંકો આ હડતાળમાં સામેલ થઈ રહી છે. જ્યારે ટ્રેડ યૂનિયન્સનું કહેવું છે કે કેન્દ્ર સરકારની આર્થિક અને જન વિરોધી નીતિઓના વિરોધમાં દેશવ્યાપી હડતાળનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે પ્રસ્તાવિત લેબર લૉનો પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે. જ્યારે શિક્ષણ સંસ્થાન ફી વધારાનો પણ વિરોધ કરી રહ્યા છે.

ટ્રાન્સપોર્ટેશન પ્રભાવિત, બજાર બંધ

ટ્રાન્સપોર્ટેશન પ્રભાવિત, બજાર બંધ

બેંકિંગ સેવાઓ ઉપરાંત પરિવહન અને અન્ય મુખ્ય સેવાઓ પર પણ હડતાળનો પ્રભાવ પડશે. ખેડૂતોએ પણ બુધવારે ગ્રામીણ બધનું એલાન કર્યું છે. બંધ દરમિયાન ખેડૂતો દૂધ, શાકભાજી, વગેરે જેવાં ખેત ઉત્પાદનો વેચવા માટે માર્કેટમાં નહિ કાઢે.

સરકારની ચેતવણી

સરકારની ચેતવણી

જ્યારે સરકારે પોતાના કર્મચારીઓને ચેતવણી આપતા કહ્યું છે કે તેઓ હડતાળથી દૂર રહે. તેમણે કહ્યું કે જો કર્મચારીઓ આ હડતાળમાં સામેલ થાય છે તો તેમણે આનું પરિણામ ભોગવવું પડશે. કાર્મિક મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલ એડવાઈઝરીમાં આ ચેતવણી આપી દેવામાં આવી છે અને કર્મચારીઓને હડતાળથી દૂર રહેવા માટે કહેવામાં આવ્યું છે. હડતાળમાં સામેલ થવા પર સેલેરી કપાતની સાથોસાથે તેની વિરુદ્ધ અનુશાસનાત્મક કાર્યવાહી કરવાની વાત કહેવામાં આવી છે. પંજાબ, હરિયાણા સહિત કેટલીય રાજ્ય સરકારોએ પણ પોતાના કર્મચારીઓને આ બંધથી દૂર રહેવા કહ્યું છે.

મજૂર યૂનિયનોએ કહી આ વાત

મજૂર યૂનિયનોએ કહી આ વાત

આ હડતાળને લઈ 10 કેન્દ્રીય મજૂર યૂનિયનોએ સંયુક્ત નિવેદન જાહેર કરીને કહ્યું કે શ્રમ મંત્રાલયે કર્મચારીઓની કોઈપણ માંગ વિશે કંઈપણ આશ્વાસન આપ્યું નથી, જેના કારણે તેણે આ હડતાળમાં સામેલ થવાનો ફેસલો લીધો છે. શ્રમ મંત્રાલયે બે જાન્યુઆરી 2020ના રોજ યૂનિયનોના પ્રતિનિધિઓ સાથે બેઠક કરી હતી, પરંતુ કોઈ ઠોસ પગલાંનું આશ્વાસન ના મળ્યું.

ભારત બંધને કારણે પરીક્ષા ટળી

ભારત બંધને કારણે પરીક્ષા ટળી

આજે ભારત બંધને કારણે એગ્રીકલ્ચર સાઈન્ટિસ્ટ, રિક્રૂટમેન્ટ બોર્ડ તરફથી આયોજિત થનાર ICAR NET એક્ઝામને સ્થગિત કરી દેવામાં આવી છે. 8 જાન્યુઆરીએ આયોજિત થનાર પરીક્ષા હવે 11 જાન્યઆરી 2020ના રોજ આયોજિત કરવામાં આવશે.

પટિયાલા હાઉસ કોર્ટનો નિર્ભયા કેસમાં મોટો ચુકાદો - દોષિતોનું ડેથ વોરંટ જારી, 22 જાન્યુઆરીએ ફાંસીપટિયાલા હાઉસ કોર્ટનો નિર્ભયા કેસમાં મોટો ચુકાદો - દોષિતોનું ડેથ વોરંટ જારી, 22 જાન્યુઆરીએ ફાંસી

English summary
bharat bandh: banks closed and schoold shut down on 8th january 2020
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X