ભારત બંધઃ ‘આ સરકારને બદલવાનો સમય જલ્દી આવશે': મનમોહન સિંહ

પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહે મોદી સરકાર પર નિશાન સાધતા કહ્યુ કે આ સરકારને હટાવવાનો સમય જલ્દી આવશે. તેમણે કહ્યુ કે મોદી સરકારે ઘણા એવા નિર્ણયો કર્યા જે દેશહિતમાં નહોતા.

પેટ્રોલ-ડીઝલના વધતા ભાવો સામે કોંગ્રેસે આજે ભારત બંધનું એલાન આપ્યુ છે. કોંગ્રેસના આ ભારત બંધને 21 રાજકીય દળોએ પોતાનું સમર્થન આપ્યુ છે. સતત વધી રહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવો સામે કોંગ્રેસ સાથે સમાજવાદી પક્ષ, બહુજન સમાજ પાર્ટી, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી, રાષ્ટ્રીય જનતા દળ, એમડીએમકેની સાથે ઘણા અન્ય દળો પણ છે. દિલ્હીના રામલીલી મેદાનમાં યુપીએના ચેરપર્સન સોનિયા ગાંધી, શરદ પવાર, જયંત ચૌધરી અને શરદ યાદવ સાથે પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ પણ હાજર છે.

manmohan singh

પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહે મોદી સરકાર પર નિશાન સાધતા કહ્યુ કે આ સરકારને હટાવવાનો સમય જલ્દી આવશે. તેમણે કહ્યુ કે મોદી સરકારે ઘણા એવા નિર્ણયો કર્યા જે દેશહિતમાં નહોતા. તમને જણાવી દઈએ કે ડીઝલના વધતા ભાવો સામે કોંગ્રેસે દેશવ્યાપી બંધ બોલાવ્યુ છે. કોંગ્રેસનું કહેવુ છે કે મોદી સરકાર ઈંધણના વધતા ભાવો રોકવામાં નિષ્ફળ નીવડી છે.

દેશભરમાં કોંગ્રેસ અને સહયોગી દળોના નેતૃત્વમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ રસ્તાઓ પર ઉતરી આવ્યા છે અને મોદી સરકારની સામે સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. ઠેર ઠેર ટ્રેનો રોકવામાં આવી રહી છે. બજારો પણ બંધ કરવામાં આવી રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X