Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Bharat Bandh Live: આજે ભારત બંધ, અમૃતસર-દિલ્લી રેલવે ટ્રેક પર અર્ધનગ્ન થઈને ખેડૂતોએ કર્યુ પ્રદર્શન

ભારત બંધની પળેપળની અપડેટ માટે આ પેજને રિફ્રેશ કરતા રહો...

નવી દિલ્લીઃ નવા કૃષિ કાયદા સામે ચાલી રહેલ ખેડૂત આંદોલનને આજે 4 મહિના પૂરી થઈ ગયા છે પરંતુ ના તો ખેડૂતો અને ના સરકાર કોઈ પણ પોતાની વાતમાં ટસથી મસ નથી થઈ રહ્યા.ચાર મહિના પૂરા થયા બાદ ખેડૂત સંગઠનોએ આજે ભારત બંધનુ આહ્વાન કર્યુ છે. સંયુક્ત ખેડૂત મોરચાના જણાવ્યા મુજબ ભારત બંધ આજે સવારે 6 વાગ્યાથી શરૂ થઈ ગયુ છે કે સાંજે 6 વાગ્યા સુધી ચાલુ રહેશે. ભારત બંધની પળેપળની અપડેટ માટે આ પેજને રિફ્રેશ કરતા રહો...

bharat bandh

Mar 26, 2021, 2:18 pm IST

ભારત બંધના કારણે ખૂણે-ખૂણે પોલિસ બળ તૈનાત છે.
Mar 26, 2021, 2:16 pm IST

પંજાબના દરેક શહેર, ગામ અને કસ્બામાં ખેડૂતોએ પ્રદર્શન કર્યુ છે.
Mar 26, 2021, 1:22 pm IST

અમૃતસર-દિલ્લી રેલવે ટ્રેક પર અર્ધનગ્ન થઈને ખેડૂતોએ કર્યુ પ્રદર્શન.
Mar 26, 2021, 1:21 pm IST

ઓરિસ્સા કોંગ્રેસ અને લેફ્ટ પાર્ટીઓએ ભારત બંધનુ કર્યુ સમર્થન,આવ્યા રસ્તા પર.
Mar 26, 2021, 12:03 pm IST

ખેડૂત સંગઠનોએ અંબાલા-ચંદીગઢ હાઈવે બંધ કરી દીધો છે.
Mar 26, 2021, 12:03 pm IST

ખેડૂત સંગઠનોએ ચૂંટણી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીને બંધથી અલગ રાખ્યા છે.
Mar 26, 2021, 10:43 am IST

32 સ્થળોએ ટ્રેન સેવા પ્રભાવિત છે અને ચાર શતાબ્દી ટ્રેનો રદ છેઃ ભારતીય રેલવે
Mar 26, 2021, 10:42 am IST

ટિકરી બૉર્ડર, પંડિત શ્રીરામ શર્મા, બહાદૂરગઢ સિટી અને બ્રિગેડિયર હોશિયાર સિંહ મેટ્રો સ્ટેશન બંધ.
Mar 26, 2021, 9:54 am IST

કોંગ્રેસ નેતા રાહુલ ગાધીએ ટ્વિટ કર્યુ છે જેમાં તેમણે આંદોલન દેશહિતમાં અને શાંતિપૂર્ણ હોવાની વાત કહી છે.
Mar 26, 2021, 9:45 am IST

પંજાબના અમૃતસરમાં પ્રદર્શનકારી ખેડૂતો રેલવે પાટા પર બેઠા છે.
Mar 26, 2021, 9:44 am IST

ભારતીય કિસાન યુનિયન ઉત્તર પ્રદેશના અધ્યક્ષ રાજવીર સિંહે કહ્યુ કે અમે વાતચીતમાટે તૈયાર છે પરંતુ સરકારે કૃષિ કાયદા પાછા લેવા જ પડશે.
Mar 26, 2021, 9:43 am IST

ખેડૂતોએ સિંધુ બૉર્ડર પર ચક્કાજામ કર્યુ અને ધરણા પર બેઠા.
Mar 26, 2021, 9:42 am IST

ભુવનેશ્વરમાં ટ્રેડ યુનિયને રેલવે ટ્રેક બ્લૉક કરી દીધો છે.
Mar 26, 2021, 9:41 am IST

ગાઝીપુર બૉર્ડર પર પ્રદર્શનકારી ખેડૂતો ડાંસ કરી રહ્યા છે અને ગીતો ગાઈ રહ્યા છે.
Mar 26, 2021, 9:40 am IST

ગાઝીપુર બૉર્ડર બંધ, દિલ્લી ટ્રાફિક પોલિસે એનએપ-24 બંધ હોવાની આપી માહિતી.
Mar 26, 2021, 9:39 am IST

અંબાલામાં પ્રદર્શનકારીઓએ રેલવે પાટા અટકાવ્યા.
Mar 26, 2021, 9:38 am IST

ભારત બંધના આહ્વાનના કારણે હરિયાણા પોલિસ પણ એલર્ટ પર છે.
Mar 26, 2021, 9:37 am IST

એસપી દીપક ગહલાવતે જણાવ્યુ કે નેશનલ હાઈવે, રેલવે લાઈન તેમજ કેએમપી-કેજીપીને જામ કરવા દેવામાં આવશે નહિ.
Mar 26, 2021, 9:37 am IST

બંધ દરમિયાન શાકભાજી અને દૂધનો પુરવઠો બંધ રહેશે.
Mar 26, 2021, 9:36 am IST

ખેડૂતો રસ્તા વચ્ચે બેસીને પ્રદર્શન કરી રહ્યા છે.
Mar 26, 2021, 9:33 am IST

કિસાન સંયુક્ત મોરચાએ કહ્યુ કે રોડ અને રેલ ટ્રાન્સપોર્ટ બ્લૉક કરવામાં આવશે.
Mar 26, 2021, 9:27 am IST

ગાઝીપુર બૉર્ડર બંધ થવાથી સામાન્ય જનતાને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
Mar 26, 2021, 9:26 am IST

દિલ્લી પોલિસે ગાઝીપુર બૉર્ડર બંધ કરી દીધી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X