For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આજે ભારત બંધ, ઘણા સંગઠનોએ કર્યુ સમર્થન, જાણો શું છે માંગો

ઑલ ઈન્ડિયા બેકવર્ડ એન્ડ માઈનોરિટી કમ્યુનિટીઝ એમ્પ્લોઈઝ ફેડરેશને આજે એટલે કે 25 મેએ દેશવ્યાપી બંધનુ એલાન કર્યુ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ઑલ ઈન્ડિયા બેકવર્ડ એન્ડ માઈનોરિટી કમ્યુનિટીઝ એમ્પ્લોઈઝ ફેડરેશને આજે એટલે કે 25 મેએ દેશવ્યાપી બંધનુ એલાન કર્યુ છે. આ બંધ કેન્દ્ર સરકારના એ નિર્ણય વિરુદ્ધ બોલાવવામાં આવ્યુ છે જેમાં કેન્દ્રએ કહ્યુ છે કે તે ઓબીસી માટે જાતિ આધારિત વસ્તી ગણતરી નહિ કરાવે. બહુજન મુક્તિ પાર્ટીના સહરાનપુર જિલ્લા અધ્યક્ષ નીરજ ધીમને કહ્યુ કે ફેડરેશન જાતિ આધારિત વસ્તી ગણતરી ઉપરાંત ચૂંટણીમાં ઈવીએમથી ચૂંટણી નહિ કરાવવાની માંગ પણ કરી રહ્યુ છે. તેમણે કહ્યુ કે પ્રાઈવેટ સેક્ટરમાં પણ એસસી, એસટી, ઓબીસી આધારિત અનામત હોવુ જોઈએ. BAMCEF દ્વારા બોલાવવામાં આવેલ દેશવ્યાપી બંધને બહુજન મુક્તિ પાર્ટી, બહુજન ક્રાંતિ મોરચાએ પણ પોતાનુ સમર્થન આપ્યુ છે.

bharat bandh

રાષ્ટ્રીય પછાત વર્ગ મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિકાસ પટેલના નેતૃત્વમાં આ બંધનું એલાન આપવામાં આવ્યુ છે. આ દેશવ્યાપી બંધને સફળ બનાવવા બહુજન મુક્તિ પાર્ટીના કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ ડીપી સિંહે લોકોને અપીલ કરી છે. જાતિની વસ્તી ગણતરીની માંગ ઉઠાવતા તેમણે કહ્યુ કે લોકોને મત આપવાનો અધિકાર હોવાથી ઈવીએમ ફરજિયાત બનાવી શકાય નહિ. કેન્દ્ર સરકારે ખેડૂતો સામે જે કાયદો લાવ્યો તે પાછો ખેંચવો પડ્યો પરંતુ સરકારે હજુ સુધી એમએસપીની ગેરંટી આપવા માટે કાયદો બનાવ્યો નથી. અમારી માંગ છે કે તે બનાવવો જોઈએ.

બહુજન ક્રાંતિ મોરચાના નેતા વામન મેશ્રામે દાવો કર્યો છે કે કેટલાક પક્ષો બંધને લઈને ખોટી અફવા ફેલાવી રહ્યા છે અને તેઓ તેના દ્વારા તણાવ વધારવા માંગે છે. આ લોકો વાતાવરણને બગાડવા માંગે છે જેથી લોકોનુ ધ્યાન બંધ પરથી હટાવી શકાય. ખાસ કરીને OBC વર્ગનુ જેથી તેઓ આ આંદોલનમાં જોડાઈ ન શકે. ભારતીય યુવા મોરચા વતી બંધ અંગે માહિતી આપતા કહેવામાં આવ્યુ છે કે આ દરમિયાન અમારી જુદી જુદી માંગણીઓ છે જેને સ્વીકારવી જોઈએ.

શું છે મુખ્ય માંગો

ચૂંટણીઓમાં EVM ના ઉપયોગ પર પ્રતિબંધ

જાતિ આધારિત વસ્તી ગણતરી

ખાનગી ક્ષેત્રે SC ST અને OBC ને અનામત

ખેડૂતોને MSPની કાયદાકીય ગેરંટી

NRC, CAA, NPR ના અમલીકરણ પર પ્રતિબંધ

જૂની પેન્શન યોજના લાગુ કરવી

ઓરિસ્સા, મધ્યપ્રદેશમાં OBC અનામત આધારિત પંચાયત ચૂંટણી

રસીનો અમલ ફરજિયાત કરવામાં ન આવે

પર્યાવરણ સંરક્ષણની આડમાં આદિવાસી લોકોનુ વિસ્થાપન ન થાય તેની ખાતરી

English summary
Bharat Bandh on 25 May 2022 here is full detail of demands and why it is called
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X