For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારત બંધ Live: ક્યાંક નીકળી બાઈક રેલી, તો ક્યાંક ચાલી ગોળીઓ

કેટલાક દળો ઘ્વારા આજે ભારત બંધ માટે એલાન કરવામાં આવ્યું છે. જેના કારણે ગૃહ મંત્રાલય ઘ્વારા બધા જ રાજ્યો અને કેન્દ્ર શાશિત પ્રદેશોમાં એક એડવાઈઝરી જાહેર આવી છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

કેટલાક દળો ઘ્વારા આજે ભારત બંધ માટે એલાન કરવામાં આવ્યું છે. જેના કારણે ગૃહ મંત્રાલય ઘ્વારા બધા જ રાજ્યો અને કેન્દ્ર શાશિત પ્રદેશોમાં એક એડવાઈઝરી જાહેર આવી છે. આ એડવાઈઝરીમાં જણાવવામાં આવ્યું છે કે તેઓ કોઈ પણ પ્રકારની હિંસક ઘટના અને ગતિવિધિઓ રોકવા માટે સુરક્ષા વધારી દે. ગૃહ મંત્રાલય ઘ્વારા સાફ સાફ જણાવવામાં આવ્યું છે કે જરૂરત પડે તો હિંસાને રોકવા માટે તેઓ તમામ પગલાં લઇ શકે છે.

bharat bandh

બિહારના અરાહમાં ટ્રેન બંધ કરી દીધી છે. તેઓ નોકરીઓ અને શિક્ષણમાં જાતિ-આધારિત રિઝર્વેશનમાં વિરોધ કરી રહ્યાં છે. રાજસ્થાનમાં, પાંચ રાજ્યોમાંના એક કે જેમાં વ્યાપક હિંસા જોવા મળી હતી, સરકારે જયપુર અને અલવરમાં ઇન્ટરનેટ સેવા બંધ કરી છે.

Newest First Oldest First
12:16 PM, 10 Apr

રાજસ્થાનના ઝાલાવાર માર્કેટમાં પ્રદર્શનકારીઓ ઘ્વારા બાઈક રેલી કાઢવામાં આવી
12:15 PM, 10 Apr

બિહાર આરક્ષણ મુદ્દે આરામાં બે જૂથ વચ્ચે અથડામણ, ગોળીઓ પણ ચાલી
11:09 AM, 10 Apr

રાણીગંજ માં દેખાયો બંધનો અસર, ટાયર સળગાવીને કરવામાં આવ્યું વિરોધ પ્રદર્શન.
9:39 AM, 10 Apr

બિહાર: આરામાં ટ્રેન રોકવામાં આવી, પ્રદર્શનકારીઓ નોકરીમાં આરક્ષણ માટે માંગ કરી રહ્યા છે.
9:39 AM, 10 Apr

મધ્યપ્રદેશના ઘણા જિલ્લાઓમાં કર્ફ્યુ, ધારા 144 લગાવવામાં આવી.
9:17 AM, 10 Apr

પશ્ચિમ ઉત્તરપ્રદેશ હાપુડ જિલ્લામાં અફવાહોને રોકવા માટે ઈન્ટરનેટ સેવાઓ બંધ કરવામાં આવી છે.
9:16 AM, 10 Apr

રાજસ્થાન: ભરતપુરમાં ધારા 144 લાગુ કરવામાં આવી ચુકી છે. એટલું જ નહીં પરંતુ ઈન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે.
9:11 AM, 10 Apr

ભારત બંધ માટે કઈ રાજનૈતિક પાર્ટી ઘ્વારા સમર્થન આપવામાં આવ્યું છે તેના વિશે હજુ સુધી કોઈ જ માહિતી મળી નથી. ભારત બંધ માટે અપીલ સોશ્યિલ મીડિયા પર કેટલાક સમૂહો ઘ્વારા કરવામાં આવી રહી છે.
9:09 AM, 10 Apr

ગૃહ મંત્રાલય ઘ્વારા જણાવવામાં આવ્યું કે કોઈ પણ વિસ્તારમાં કોઈ પણ પ્રકારની હિંસા માટે જિલ્લાધિકારી અને પોલીસ અધિક્ષક વ્યક્તિગત રૂપે જવાબદાર હશે.

English summary
Bharat bandh today live updates centre advice states security
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X