For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારત બાયોટેકની કોવેક્સીનને મંજૂરી માટે જોવી પડશે રાહ, ઓક્ટોબરમાં થશે બેઠક

ભારત બાયોટેક દ્વારા વિકસિત સ્વદેશી કોવિડ-19 વેક્સીન કોવેક્સીન(Covaxin)ને વિશ્વ આરોગ્ય સંગઠન દ્વારા મંજૂરી માટે હજુ થોડી રાહ જોવી પડી શકે છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ભારત બાયોટેક દ્વારા વિકસિત સ્વદેશી કોવિડ-19 વેક્સીન કોવેક્સીન(Covaxin)ને વિશ્વ આરોગ્ય સંગઠન દ્વારા મંજૂરી માટે હજુ થોડી રાહ જોવી પડી શકે છે. વિશ્વ આરોગ્ય સંગઠને એક વાર ફરીથી કોવેક્સીનને મંજૂરી આફવા માટે યોજાનાર બેઠકની તારીખને આગળ લંબાવી દીધી છે. આ બેઠક હવે 5 ઓક્ટોબરે થશે. ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યા મુજબ 5 ઓક્ટોબરે યોજાનારી બેઠકમાં કોવિડ વેક્સીન પર બનેલ વિશ્વ આરોગ્ય સંગઠનના ગ્રુપ SAGEના સભ્ય અને કોવેક્સીનનુ નિર્માણ કરતી ભારત બાયોટેકના સભ્યો હાજર રહેશે.

corona vaccine

તમને જણાવી દઈએ કે ભારતમાં ચાલી રહેલ વેક્સીનેશન ડ્રાઈવ મુખ્યત્વે સીરમ ઈન્સ્ટીટ્યુટની કોવિશીલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સીન દ્વારા ચલાવવામાં આવી રહી છે. ભારતમાં અત્યાર સુધીમાં વેક્સીનના કુલ 79 ડોઝમાંથી 69 કરોડથી વધુ લોકોને કોવિશીલ્ડ અને 9 કરોડથી વધુ લોકોને કોવેક્સીન આપવામાં આવી છે. કોવેક્સીન લગાવનાર ઘણા લોકો છેલ્લા ઘણા સમયથી કોવેક્સીનને વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઈઝેનની મંજૂરી મળવાની રાહ જોઈ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે વિશ્વ આરોગ્ય સંગઠને અત્યાર સુધી અમેરિકાની મુખ્ય દવા કંપનીઓ ફાઈઝર-બાયોટેક, જૉનસન એંડ જૉનસન, મૉડર્ના, ચીનની સાઈનોફાર્મ અને ઑક્સફૉર્ડ-એસ્ટ્રાજેનેકા દ્વારા નિર્મિત રસીને ઈમરજન્સી ઉપયોગની મંજૂરી આપી દીધી છે. કોવેક્સીન એ છ રસીઓમાં શામેલ છે જેને ભારતના ઔષધિ નિયામક પાસેથી ઈમરજન્સી ઉપયોગની મંજૂરી મળી છે અને દેશવ્યાપી રસીકરણ કાર્યક્રમમાં કોવિશીલ્ડ અને સ્પૂતનિક વી સાથે તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
ભારત બાયોટેકે એક દિવસ પહેલા જ જણાવ્યુ હતુ કે તેણે ઈમરજન્સી ઉપયોગ સૂચિ(ઈયુએલ) માટે પોતાની કોવિડ-19 વેક્સીન કોવેક્સીન સાથે સંબંધિત બધા ડેટા વિશ્વ આરોગ્ય સંગઠન(ડબ્લ્યુએચઓ)ને સોંપી દીધા છે અને હવે તેને વૈશ્વિક આરોગ્ય સંગઠન પાસેથી ફીડબેકની રાહ છે. ડબ્લ્યુએચઓ હાલમાં ભારત બાયોટેકના ડેટાની સમીક્ષા કરી રહ્યુ છે. SAGE(Strategic Advisory Group of Experts) On Immunization 5 ઓક્ટોબરના રોજ ભારત બાયોટેકના પ્રસ્તાવ પર બેઠક કરશે.

આ બેઠકમાં કોવિડ વેક્સીન પર ડબ્લ્યુએચઓના ગ્રુપ SAGEના સભ્યો અને કોવેક્સીનનુ નિર્માણ કરનાર ભારત બાયોટેકના સભ્યો ઉપસ્થિત રહેશે. ભારત બાયોટેકના અધિકારીઓ સાથે ડબ્લ્યુએચના આ ગ્રુપની બેઠક કોવેક્સીનને મંજૂરી આપવા માટે યોજાશે. જેમાં રસી સુરક્ષિત અને અસરકારક છે કે નહિ તેની ચર્ચા કરવામાં આવશે. ભારતમાં થયેલા ટ્રાયલના ડેટાના આધારે તેના સુરક્ષિત અને પ્રભાવ અંગે ચર્ચા થશે ત્યારબાદ ડબ્લ્યુએચઓ કોવેક્સીનની મંજૂરી અંગે અંતિમ નિર્ણય લેશે.

English summary
Bharat Biotech Covaxin may approved by WHO in 5th October meeting with experts
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X