આસામમાં રાહુલ ગાંધીની યાત્રાને લઈને હોબાળો, કોંગ્રેસ નેતાએ પીએમ મોદી, શાહ, હિમંત બિસ્વાને પડકાર્યા
Bharat Jodo Nyay Yatra: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાને લઈને મંગળવારે આસામના ગુવાહાટીમાં ભારે હોબાળો થયો હતો. યાત્રાને ગુવાહાટીમાં પ્રવેશતા અટકાવ્યા બાદ કોંગ્રેસ નેતાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા પર નિશાન સાધ્યું છે.
આ દરમિયાન, આસામના સીએમ હિમંતા બિસ્વા સરમાએ પોલીસને રાહુલ વિરુદ્ધ ટોળાને ઉશ્કેરવા બદલ કેસ નોંધવાનો નિર્દેશ આપ્યો છે. વાસ્તવમાં, જ્યારે રાહુલની યાત્રાને ગુવાહાટી શહેરમાં પ્રવેશતા અટકાવવામાં આવી ત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓ ગુસ્સે થઈ ગયા અને બેરિકેડ તોડવા લાગ્યા.

ટ્રાફિક જામ ન થાય તે માટે પોલીસે બે જગ્યાએ બેરીકેડ લગાવ્યા હતા. જ્યારે કોંગ્રેસના કાર્યકરોએ બેરિકેડ તોડવાનું શરૂ કર્યું ત્યારે પોલીસે તેમને રોકવા માટે લાઠીચાર્જ પણ કર્યો હતો. યાત્રા અટકાવવા પર નારાજ રાહુલે કહ્યું, 'આસામના સીએમ, કેન્દ્રીય ગૃહમંત્રી અને પીએમ નિયમો તોડી શકે છે, પરંતુ અમે ક્યારેય આવું કરતા નથી.' લોકોને સંબોધતા, તેમણે દાવો કર્યો કે 'જો કે, તેનો અર્થ એ નથી કે અમે નબળા છીએ. કોંગ્રેસના કાર્યકરો 'બબ્બર શેર' છે.
આસામના મુખ્યમંત્રી સરમાએ કહ્યું હતું કે ટ્રાફિક જામની સમસ્યાને ધ્યાનમાં રાખીને યાત્રાને શહેરમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં. પરંતુ, કોંગ્રેસનો આરોપ છે કે આસામ સરકાર યાત્રામાં અવરોધ ઉભા કરી રહી છે અને બિનજરૂરી રીતે પોલીસ ફરિયાદો દાખલ કરી રહી છે.
આસામના સીએમ સરમાએ ભારતીય યુવા કોંગ્રેસ અધ્યક્ષ શ્રીનિવાસ બીવીને ટ્વિટર પર જવાબ આપતા લખ્યું, 'આ આસામી સંસ્કૃતિનો ભાગ નથી. અમારુ રાજ્ય શાંતિપૂર્ણ છે. આવી 'નકસલવાદી વ્યૂહરચના' અમારી સંસ્કૃતિથી સાવ અલગ છે. મેં આસામ પોલીસના ડીજીપીને સૂચના આપી છે કે તમારા નેતા રાહુલ ગાંધી સામે ટોળાને ઉશ્કેરવા બદલ કેસ નોંધો અને પુરાવા તરીકે તમે તમારા હેન્ડલ પર પોસ્ટ કરેલા ફૂટેજનો ઉપયોગ કરો.
આ બધી ઘટના ત્યારે બની જ્યારે રાહુલ લગભગ 5 હજાર કોંગ્રેસી કાર્યકરો સાથે પ્રતિબંધ હોવા છતાં ગુવાહાટીમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા. બાદમાં પોલીસે બેકાબુ કોંગ્રેસના કાર્યકરોને રોકવા માટે લાઠીચાર્જ કર્યો હતો. આ દરમિયાન રાહુલ ગાંધીએ એવો આરોપ લગાવ્યો છે કે તેઓ એક યુનિવર્સિટીમાં ભાષણ આપવાના હતા, પરંતુ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને આસામના સીએમના કહેવા પર તેમનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો.
તેમણે આરોપ લગાવ્યો કે, 'હું તમારી યુનિવર્સિટીમાં આવીને તમારી સાથે વાત કરવા અને તમે જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તે સમજવા માગતો હતો. ભારતના ગૃહમંત્રીએ આસામના સીએમને બોલાવ્યા અને પછી આસામના સીએમએ તમારી યુનિવર્સિટીના નેતૃત્વને બોલાવીને કહ્યું કે રાહુલ ગાંધીને વિદ્યાર્થીઓ વચ્ચે બોલવા દેવામાં ન આવે.'
તેમણે વધુમાં કહ્યું, 'એ જરુરી છે કે તમને કોઈને પણ સાંભળવાની છૂટ મળે. તમને કહેવામાં આવી રહ્યું છે કે તમારે આંખો બંધ કરીને આરએસએસ અને આ દેશની લીડરશીપની વાત માનવી પડશે. તમને જણાવી દઈએ કે ભારત જોડો યાત્રા સોમવારે મેઘાલયમાં પ્રવેશી હતી, પરંતુ મંગળવારે ફરી ગુવાહાટીની બહાર પ્રવેશી હતી. ગુરુવાર સુધી તેમની યાત્રા હવે આસામમાંથી જ પસાર થશે.
VIDEO | Bharat Jodo Nyay Yatra: "Assam CM, the Union Home Minister and the PM can break the rules but we (Congress) would never do such a thing. However, this doesn't mean that we are weak. Congress workers are 'Babbar Sher'," says Congress MP @RahulGandhi, addressing a gathering… pic.twitter.com/jPvBI5uoD8
— Press Trust of India (@PTI_News) January 23, 2024
These are not part of Assamese culture. We are a peaceful state. Such “naxalite tactics” are completely alien to our culture.
— Himanta Biswa Sarma (@himantabiswa) January 23, 2024
I have instructed @DGPAssamPolice to register a case against your leader @RahulGandhi for provoking the crowd & use the footage you have posted on your… https://t.co/G84Qhjpd8h
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
