Bharat Jodo Yatra: રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા 24 તારીખે બદરપુર બૉર્ડરથી દિલ્લી પહોંચશે
કોંગ્રેસની રાહુલ ગાંધીના નેતૃત્વમાં ચાલી રહેલી ભારત જોડો યાત્રા શનિવારે સવારે બદરપુર સીમાથી દિલ્લી પહોંચશે.
Bharat Jodo Yatra in Delhi: રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસની ભારત જોડો યાત્રા શનિવારે સવારે દિલ્લીની બદરપુર સીમાએ પહોંચશે. 24 ડિસેમ્બરની સવારે છ વાગે હરિયાણા પાસેના દિલ્લીના બદરપુર સીમાએ હરિયાણા પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ ઉદય ભાન, ભારત જોડો યાત્રાને દિલ્લીમાં પ્રવેશ કરવા માટે રાહુલ ગાંધીની હાજરીમાં રાષ્ટ્રીય ધ્વજ દિલ્લી પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ અનિલ કુમારને સોંપશે.

દિલ્લીમાં 'ભારત જોડો યાત્રા'નો રુટ
ભારત જોડો યાત્રા હુસેન માર્ગ, ઈન્ડિયા ગેટ, તિલક માર્ગ, આઈટીઓ અને લાલ કિલ્લા સુધી પહોંચશે. ભારત જોડો યાત્રાનો પ્રથમ તબક્કો લાલ કિલ્લા પર સમાપ્ત થશે. આ પછી રાહુલ ગાંધી નેતાજી સુભાષ માર્ગ થઈને રાજઘાટ પહોંચશે. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા વિશે માહિતી આપતાં દિલ્લી પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ અનિલ કુમારે કહ્યુ કે દિલ્લીમાં આ યાત્રા ઐતિહાસિક હશે. આ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો ભાગ લેશે. દેશમાં વધતી બેરોજગારી, મોંઘવારી, નફરત, સાંપ્રદાયિકતા, તાનાશાહી સરકારના દેશ વિરોધી નિર્ણયો સામે દેશ અને દેશવાસીઓના હિતોની રક્ષા માટે કન્યાકુમારીથી કાશ્મીર સુધીની યાત્રા કાઢવામાં આવી છે. હવે આ યાત્રા જનસૈલાબનુ રુપ લઈ ચૂકી છે. બધા રાજ્યોની જનતાનુ પૂર્ણ સમર્થન મળી રહ્યુ છે.
'દિલ્લીમાં 'ભારત જોડો યાત્રા' ઐતિહાસિક હશે'
ભારત જોડો યાત્રાને લઈને દિલ્લી પોલીસે કોંગ્રેસના નેતાઓને આ માટે રિંગ રોડનો ઉપયોગ કરવાની અપીલ કરી છે. દિલ્લી ટ્રાફિક પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યુ કે એકવાર યાત્રાનો રૂટ નક્કી થઈ જાય પછી અમે ટ્રાફિક એડવાઈઝરી જાહેર કરીશુ. આ મામલે મીટિંગ કરવામાં આવી છે. દિલ્લી કોંગ્રેસના સંચાર વિભાગના અધ્યક્ષ અનિલ ભારદ્વાજે કહ્યુ કે, ભારત જોડો યાત્રામાં ભાગ લેવા માટે દિલ્લીના વિવિધ ભાગોમાંથી 40,000 લોકોએ ફોર્મ ભર્યા છે. કોંગ્રેસના ઘણા વરિષ્ઠ નેતાઓ બદરપુર બોર્ડર પર રાહુલ ગાંધીનુ સ્વાગત કરશે. આ કૂચ શનિવારે સવારે 6 વાગે બદરપુર બોર્ડર પર પહોંચશે, ત્યારબાદ તે સવારે 10 વાગે આશ્રમ પહોંચશે. વિરામ બાદ માર્ચ ફરી 1થી 1.30 વાગ્યા સુધી શરૂ થશે અને 4.30 વાગે લાલ કિલ્લા પર પહોંચશે. ત્યારબાદ રાહુલ ગાંધી કોંગ્રેસ નેતાઓ સાથે શાંતિ વન, શક્તિ સ્થળ, વીર ભૂમિ અને રાજઘાટ પર જઈને દેશના દિવંગત વિભૂતિઓને શ્રદ્ધાંજલિ આપશે.
'ભાજપ યાત્રામાં જોડાઈ રહેલા જનસૈલાબથી ગભરાયુ'
ઉલ્લેખનીય છે કે વિશ્વભરમાં કોરોનાના વધતા જતા કેસોને જોતા કોંગ્રેસની ભારત જોડો યાત્રા પર બ્રેક લાગી શકે છે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, ક્રિસમસ અને નવા વર્ષને ધ્યાનમાં રાખીને ભીડવાળા વિસ્તારો માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી શકે છે. એવુ માનવામાં આવી રહ્યુ છે કે જો પ્રતિબંધ લાદવામાં આવશે તો તેની અસર કોંગ્રેસની ભારત જોડો યાત્રા પર પડી શકે છે. કેન્દ્ર સરકાર છેલ્લા બે દિવસથી સતત બેઠકો કરી રહી છે. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષે કહ્યુ કે, 'ભાજપ શરુઆતથી જ યાત્રા રોકવાની નિષ્ફળ કોશિશ કરી રહી છે પરંતુ જનસમર્થનના કારણે ભાજપ કોઈ પણ રાજ્યમાં હજુ સુધી યાત્રાને નબળી કરી શકી નથી. આખા દેશનો યુવા વર્ગ રાહુલ ગાંધી સાથે યાત્રામાં જોડાઈ રહ્યો છે. ભાજપ યાત્રા સાથે જોડાઈ રહેલા જનસૈલાબથી ગભરાઈ ગયુ છે.'












Click it and Unblock the Notifications
