Bharat Ratna : એક જ વર્ષે કેટલા લોકોને ભારત રત્ન મળી શકે? જાણો કેટલુ મળે છે ઈનામ?
Bharat Ratna : ભારતમાં દેશ માટે વિવિધ ક્ષેત્રોમાં ઉત્તમ કામગીરી કરનારા લોકોને ભારત રત્નથી સન્માનવામાં આવે છે. 26 જાન્યુઆરીએ આ સન્માન અપાય છે.
ભારત રત્ન રાજકારણ, કલા, સાહિત્ય, વિજ્ઞાન, લેખન, સમાજ સેવા સહિતના ઘણા ક્ષેત્રોના લોકોને આપી શકા છે. 2 જાન્યુઆરી 1954 ના રોજ દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે ભારત રત્નની શરૂઆત કરી હતી.

ભારતમાં સૌપ્રથ ભારત રત્ન ચક્રવર્તી રાજગોપાલાચારી, સર્વપલ્લી રાધાકૃષ્ણન અને ડૉ. ચંદ્રશેખર વેંકટ રમનને આપવામાં આવ્યો હતો.
ભારત રત્નની સત્તાવાર જાહેરાત ભારતના ગેઝેટમાં એક સૂચના જારી કરીને કરવામાં આવે છે. ગયા વર્ષે, કર્પુરી ઠાકુર, લાલકૃષ્ણ અડવાણી, ચૌધરી ચરણ સિંહ, પીવી નરસિંહ રાવ અને વૈજ્ઞાનિક એમએસ સ્વામીનાથનને ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો હતો.
ભારત રત્નની પ્રક્રિયા પદ્મ પુરસ્કારો કરતા ઘણી અલગ છે. ભારત રત્ન માટે દેશના વડાપ્રધાન રાષ્ટ્રપતિને વ્યક્તિના નામની ભલામણ કરે છે. એક વર્ષમાં ફક્ત ત્રણ નામોની ભલામણ કરી શકાય છે. ભારત રત્ન એક વર્ષમાં ફક્ત ત્રણ લોકોને જ આપી શકાય છે.
ભારત રત્ન દર વર્ષે આપવામાં આવે તે પણ જરૂરી નથી. જો કે, ગયા વર્ષે પહેલી વાર ભારત સરકારે પાંચ લોકોને ભારત રત્ન એનાયત કર્યો હતો. ભારત રત્ન મેળવનાર વ્યક્તિને ભારત સરકાર દ્વારા પ્રમાણપત્ર અને મેડલ આપવામાં આવે છે. આ સિવાય કોઈ રકમ આપવામાં આવતી નથી.
ભારત રત્ન મેળવનાર વ્યક્તિને સરકાર દ્વારા અન્ય ઘણી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. વ્યક્તિને રેલ્વે તરફથી મફત મુસાફરીની સુવિધા મળે છે. આ સિવાય ઘણા મહત્વપૂર્ણ સરકારી કાર્યક્રમોમાં આમંત્રિત કરવામાં આવે છે.
રાષ્ટ્રપતિ, વડા પ્રધાન, રાજ્યપાલ, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ, નાયબ વડા પ્રધાન, મુખ્ય ન્યાયાધીશ, લોકસભા અધ્યક્ષ, કેબિનેટ પ્રધાન, મુખ્યમંત્રી, ભૂતપૂર્વ વડા પ્રધાન અને વિરોધ પક્ષના નેતા પછી ભારત રત્ન મેળવનાર વ્યક્તિને પ્રાથમિકતા આપવામાં આવે છે. આ ઉપરાંત રાજ્ય સરકારો ઘણી સુવિધાઓ પૂરી પાડે છે.












Click it and Unblock the Notifications
