For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભીમ આર્મીના ચીફ રાવણને કરાયો મુક્ત, કહ્યુઃ ‘ભાજપને હરાવીશુ'

ભીમ આર્મીના ચીફ ચંદ્રશેખર ઉર્ફે રાવણને મોડી રાતે જેલમાંથી મુક્ત કરી દેવામાં આવ્યો છે. જેલમાંથી મુક્ત થયા બાદ તેમણે ભાજપ પર હુમલો કર્યો છે. તેમણે કહ્યુ કે તેઓ ભાજપને હરાવશે.

|
Google Oneindia Gujarati News

ભીમ આર્મીના ચીફ ચંદ્રશેખર ઉર્ફે રાવણને મોડી રાતે જેલમાંથી મુક્ત કરી દેવામાં આવ્યો છે. જેલમાંથી મુક્ત થયા બાદ તેમણે ભાજપ પર હુમલો કર્યો છે. તેમણે કહ્યુ કે તેઓ ભાજપને હરાવશે. જેલમાંથી બહાર નીકળ્યા બાદ મોટ સંખ્યામાં તેમના સમર્થકો તેમની રાહ જોઈ રહ્યા હતા. આ દરમિયાન રાવણના હાથમાં બંધારણની એક પ્રત હતી જેને બતાવીને તેમણે કહ્યુ કે હજુ તો લડાઈ શરૂ થઈ છે. ઉલ્લેખનીય છે કે રાવણને સહારનપુરમાં જાતીય હિંસા દરમિયાન હિંસા ભડકાવવાના આરોપમાં જેલમાં બંધ કરી દેવામાં આવ્યા હતા.

ભાજપને હરાવીશુ

ભાજપને હરાવીશુ

ઉત્તરપ્રદેશની યોગી સરકારે રાવણને સમય પહેલા મુક્ત કરવાનો નિર્ણય લીધો ત્યારબાદ મોડી રાતે લગભગ 2.24 વાગે તેમને મુક્ત કરવામાં આવ્યા. મુક્તિ બાદ રાવણે કહ્યુ કે ભાજપ સરકાર 10 દિવસની અંદર તેની પર કોઈને કોઈ કેસ લગાવીને ફરીથી જેલમાં મોકલવાની કોશિશ કરશે. રાવણમ પર રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. માનવામાં આવી રહ્યુ છે કે યોગી સરકારે દલિતોને ખુશ કરવા માટે આ નિર્ણય લીધો છે. પરંતુ જે રીતે જેલમાંથી મુક્ત થયા બાદ રાવણે ભાજપ પર હુમલો કર્યો અને તેને હેરાન કરવાની વાત કરી છે તેણે પક્ષની મુશ્કેલીઓ વધારી દીધી છે.

આ પણ વાંચોઃ બોસ્ટનમાં ગેસ પાઈપલાઈનમાં લાગી આગ, ઘણા ઘાયલ, સેંકડો ઘર ખાલી કરાવાયાઆ પણ વાંચોઃ બોસ્ટનમાં ગેસ પાઈપલાઈનમાં લાગી આગ, ઘણા ઘાયલ, સેંકડો ઘર ખાલી કરાવાયા

ભાજપ માટે મુશ્કેલી

ભાજપ માટે મુશ્કેલી

તમને જણાવી દઈએ કે ભીમ આર્મીનો પશ્ચિમી ઉત્તરપ્રદેશમાં ઘણો પ્રભાવ છે. ભાજપના મોટા નેતાઓએ પોતે આ વાતનો સ્વીકાર કર્યો હતો કે કેરાના નૂરપુર પેટાચૂંટણીમાં ભાજપની હાર માટે એક મોટુ કારણ ભીમ આર્મી હતુ. આ વિસ્તારોમાં ભીમ આર્મીએ દલિતો અને મુસલમાનોને એકજૂટ કરવામાં સફળતા મેળવી હતી. જેના કારણે ભાજપને અહીં હારનો સામનો કરવો પડ્યો હતો.

યુપી સરકારે કર્યુ હતુ મુક્તિનું એલાન

યુપી સરકારે કર્યુ હતુ મુક્તિનું એલાન

આ પહેલા ઉત્તરપ્રદેશ સરકાર તરફથ ગુરુવારે જાહેર કરાયેલ વિજ્ઞપ્તિમાં જણાવવામાં આવ્યુ હતુ કે ચંદ્રેશેખર ઉર્ફે રાવણને સરકારે મુક્ત કરવાનો નિર્ણય લીધો છે. જાહેર કરાયેલ પત્રમાં લખવામાં આવ્યુ કે ચંદ્રશેખર ઉર્ફે રાવણ પુત્ર ગોવર્ધનની મુક્તિના અનુસંધાનમાં તેમની માતાની વિનંતીઓ અને વર્તમાન પરિસ્થિતિઓને જોતા ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા સહાનુભૂતિપૂર્વક વિચાર કરાયા બાદ ચંદ્રશેખરની માતાની વિનંતીઓ પર વિચાર કરતા તેમને સમય પહેલા મુક્ત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાવણને પહેલા એક નવેમ્બર સુધી જેલમાં રહેવાનું હતુ પરંતુ હવે તેને જલ્દી મુક્ત કરી દેવામાં આવ્યા.

આ પણ વાંચોઃ કોંગ્રેસઃ ‘મોદીનો નવો નારો - ભગોડોં કા સાથ, લૂટેરોં કા વિકાસ'આ પણ વાંચોઃ કોંગ્રેસઃ ‘મોદીનો નવો નારો - ભગોડોં કા સાથ, લૂટેરોં કા વિકાસ'

English summary
Bhim Army Chief Chandrashekhar alias Ravan was released from prison.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X