Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ભીમ સેનાની જાહેરાત- નુપુર શર્માની જીભ કાપનારને આપશે 1 કરોડનું ઇનામ

પયગંબર મોહમ્મદ પર વાંધાજનક ટિપ્પણી કરનાર ભાજપના સસ્પેન્ડેડ પ્રવક્તા નુપુર શર્માની મુશ્કેલી ઓછી થવાનું નામ નથી લઈ રહી. એક તરફ મુસ્લિમ દેશો બીજેપી પ્રવક્તા નુપુર શર્માના નિવેદનની ટીકા કરી રહ્યા છે. બીજી તરફ દેશની અંદર ઘણા

પયગંબર મોહમ્મદ પર વાંધાજનક ટિપ્પણી કરનાર ભાજપના સસ્પેન્ડેડ પ્રવક્તા નુપુર શર્માની મુશ્કેલી ઓછી થવાનું નામ નથી લઈ રહી. એક તરફ મુસ્લિમ દેશો બીજેપી પ્રવક્તા નુપુર શર્માના નિવેદનની ટીકા કરી રહ્યા છે. બીજી તરફ દેશની અંદર ઘણા સંગઠનો નુપુર શર્માનો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. આ દરમિયાન ભીમ આર્મીએ નુપુર શર્માની જીભ કાપનાર વ્યક્તિને એક કરોડ રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરી છે.

Nupur SHarma

ભીમ સેનાના સંસ્થાપક અને રાષ્ટ્રીય અધ્યક્ષ નવાબ સતપાલ તંવરે બુધવારે નૂપુર શર્માની જીભ કાપી નાખનાર વ્યક્તિને એક કરોડ રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરી હતી. નવાબ સતપાલ તંવરે આરોપ લગાવ્યો કે નુપુર શર્માએ પયગંબરનું અપમાન કર્યું છે, જેનાથી કરોડો મુસ્લિમ સમુદાયને ઠેસ પહોંચી છે. તેમણે આરોપ લગાવ્યો કે મોદી સરકાર જાણીજોઈને નૂપુર શર્માની ધરપકડ કરી રહી નથી.

તંવરે યોગી સરકાર પર એવો સવાલ પણ ઉઠાવ્યો હતો કે નુપુર શર્મા કાનપુર રમખાણોની અસલી માસ્ટરમાઈન્ડ છે તો યોગી સરકારે તેને આરોપી કેમ ન બનાવ્યો. સતપાલ તંવરે કહ્યું કે નુપુર શર્મા જેવા નેતાને સમાજમાં રહેવાનો અધિકાર નથી. તેને તાત્કાલિક જેલમાં મોકલવો જોઈએ અથવા દેશની બહાર ફેંકી દેવો જોઈએ. તેમનું કહેવું છે કે નુપુર શર્મા દ્વારા કરવામાં આવેલી આ વાંધાજનક ટિપ્પણીથી સમગ્ર વિશ્વમાં ભારતની બદનામી થઈ રહી છે.

નોંધનીય છે કે ટાઈમ્સ નાઉની ટીવી ડિબેટ દરમિયાન નૂપુર શર્માએ પ્રોફેટ મોહમ્મદ વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરી હતી. જે બાદ દેશભરમાં તેનો વિરોધ શરૂ થયો હતો. ચારેબાજુ દબાણ બાદ ભાજપે તેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. ઘણા કટ્ટરપંથીઓ પણ નુપુર શર્માને ધમકી આપી રહ્યા છે. વધતા ખતરાને જોતા દિલ્હી પોલીસે નુપુરને સુરક્ષા પુરી પાડી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X