ભીમા કોરેગાંવ હિંસાઃ સુપ્રિમનો આદેશ, કાર્યકર્તાઓ 12 સપ્ટેમ્બર સુધી નજરકેદ
ભીમા કોરેગાંવ હિંસા કેસમાં ધરપકડ કરાયેલ કાર્યકર્તાઓની ધરપકડ કેસની સુનાવણી કરતા સુપ્રિમ કોર્ટે પાંચ ડાબેરી વિચારકોને ઘરમાં જ નજરકેદ રાખવાનો આદેશ આપ્યો છે.
ભીમા કોરેગાંવ હિંસા કેસમાં ધરપકડ કરાયેલ કાર્યકર્તાઓની ધરપકડ કેસની સુનાવણી કરતા સુપ્રિમ કોર્ટે પાંચ ડાબેરી વિચારકોને ઘરમાં જ નજરકેદ રાખવાનો આદેશ આપ્યો છે. સુપ્રિમ કોર્ટે આ કેસની સુનાવણી કરતા કહ્યુ કે બધા કાર્યકર્તાઓની ઘરમાં નજરકેદ ચાલુ રહેશે. સુપ્રિમ કોર્ટે આ કેસની આગામી સુનાવણી માટે 12 સપ્ટેમ્બર સુધીની તારીખ નક્કી કરી છે.

સુપ્રિમ કોર્ટે યાચિકા પર સુનાવણી કરતા કરહ્યુ કે આગામી સુનાવણી સુધી કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવશે નહિ. આ પહેલા આ પાંચ કાર્યકર્તાઓ વી ધરપકડ સામ્મે ઈતિહાસકાર રોમિલા થાપર, વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષમ અને કેટલાક અન્ય કાર્યકર્તાઓએ સુપ્રિમ કોર્ટમાં યાચિકા દાખલ કરી હતી. વળી, મહારાષ્ટ્ર સરકારે સુપ્રિમ કોર્ટમાં હલફનામુ દાખલ કરીને કહ્યુ હતુ કે ધરપકડ કરાયેલ લોકો હિંસા ફેલાવવાના ષડયંત્રનો હિસ્સો છે.
સરકારે એ પણ કહ્યુ કે આ લોકો સીપીઆઈ (માઓવાદી) એજન્ડી હેઠળ સંપત્તિને નુકશાન પહોંચાડવા ઈચ્છતા હતા અને હિંસક ઘટનાઓ દ્વારા સમાજમાં ભયનો માહોલ પેદા કરવા ઈચ્છતા હતા. સુપ્રિમ કોર્ટે ધરપકડ કરાયેલ પાંચ ડાબેરી વિચારકોને નજરકેદ રાખવાનો આદેશ આપ્યો હતો. પાંચ ડાબેરી વિચારકો ગૌતમ નવલખા, વરવરા રાવ, સુધા ભારદ્વાજ, અરુણ ફરેરા અને વરનોન ગોંઝાલવિસ પર ભીમા કોરેગાંવમાં હિંસા ફેલાવવાના ષડયંત્રમાં શામેલ હોવાનો આરોપ છે.












Click it and Unblock the Notifications
