For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભોપાલઃ 8 વર્ષની બાળકી પર રેપ અને હત્યાના દોષીને ફાંસી, 32 દિવસમાં આવ્યો ચુકાદો

ભોપાલ જિલ્લા અદાલતે આઠ વર્ષની બાળકી પર બળાત્કાર અને હત્યાના દોષી જણાયેલ વિષ્ણુ પ્રસાદ બામોરેને મોતની સજા સંભળાવી છે.

|
Google Oneindia Gujarati News

ભોપાલ જિલ્લા અદાલતે આઠ વર્ષની બાળકી પર બળાત્કાર અને હત્યાના દોષી જણાયેલ વિષ્ણુ પ્રસાદ બામોરેને મોતની સજા સંભળાવી છે. ભોપાલના કમલાનગરમાં આઠ જૂને બાળકીની દુષ્કર્મ બાદ હત્યા કરી દેવામાં આવી હતી. એક દિવસ બાદ 9 જૂને તેનુ શબ નાળામાંથી મળ્યુ હતુ. આ મામલે વિષ્ણુની ધરપકડ કરવામાં આવી હતી. ઘટનાના 32 દિવસની અંદર સ્પેશિયલ જજ કુમુદિની પટેલે કેસની સુનાવણી પૂરી કરીને ચુકાદો સંભળાવ્યો છે.

આ પણ વાંચોઃ સન્યાસના એલાન બાદ મહેન્દ્રસિંહ ધોની ભાજપમાં જોડાશે, પૂર્વ મંત્રીનો દાવોઆ પણ વાંચોઃ સન્યાસના એલાન બાદ મહેન્દ્રસિંહ ધોની ભાજપમાં જોડાશે, પૂર્વ મંત્રીનો દાવો

દોષીએ સફાઈમાં કંઈ ન કહ્યુ

દોષીએ સફાઈમાં કંઈ ન કહ્યુ

બુધવારે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ વિશેષ અદાલતે વિષ્ણુ બામોરેને દોષી ગણાવ્યો હતો. આ દરમિયાન કોર્ટ પરિસરની બહાર બાળકીના પરિવારજનો અને તમામ લોકો હાજર હતા. ગુરુવારે સજાના એલાન પહેલા કુમુદી પટેલે દોષી વિષ્ણુ બામોરે(35) ને પૂછ્યુ કે તેણે પોતાના પક્ષમાં કંઈ કહેવુ છે તો તેણે જવાબ આપ્યો કે તેણે કંઈ કહેવુ નથી.

ઘરમાંથી ગાયબ થઈ હતી બાળકી

ઘરમાંથી ગાયબ થઈ હતી બાળકી

ભોપાલના કમલાનગરની આઠ વર્ષની બાળકી 8 જૂને ઘરમાંથી ગાયબ થઈ ગઈ હતી. આગલા દિવસે એટલે કે 9 જૂને બાળકીનું શબ નાળામાંથી મળી આવ્યુ. બાળકીની હત્યાના આરોપમાં તેના પડોશી વિષ્ણુ પ્રસાદની પોલિસે એક દિવસ બાદ ખંડવામાં મોરટક્કાથી ધરપકડ કરી હતી. બાળકી ઘરેથી કંઈ સામાન લેવા નીકળી હતી ત્યારે તેણે બાળકીનો ફોસલાવને પોતાના ઘરે લઈ ગયો. પોલિસને તેના ઘરેથી બાળકીની બંગડી અને અન્ય પુરાવા પણ મળી આવ્યા હતા.

32 દિવસમાં સજા

32 દિવસમાં સજા

આ કેસમાં ભોપાલ પોલિસે 17 જૂને કોર્ટમાં 108 પેજનો રિપોર્ટ રજૂ કર્યો હતો. પોલિસે 40 લોકોને સાક્ષી બનાવ્યા. 19 જૂને વિષ્ણુ પર આરોપ નક્કી થયો. કોર્ટે વિષ્ણુને બાળકી સાથે બળદબરી, અપ્રાકૃતિક કૃત્ય અને ત્યારબાદ હત્યાનો દોષી માન્યો.

English summary
bhopal 8 year old girl rape and murder convict sentenced to death
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X