નક્સલી વિસ્તારોમાં અમે કામ કર્યું, ત્યાં મતદાન વધશેઃ ભૂપેશ બઘેલ

છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે કહ્યું કે અમે પાંચ વર્ષ જે કામ કર્યું છે તેના કારણે નક્સલવાબ બહુ પાછળ છૂટી ગયો છે. આ કારણે જ પહેલા રસ્તા કાંઠે જે મતદાન કેન્દ્રો હતા તે હવે ગામની અંદર આવી ગયા છે. લોકો પોતાના ગામમાં જ મતદાન કરશે. આ કારણે જ જે નક્સલ પ્રભાવિત વિસ્તાર છે ત્યાં વધુમાં વધુ મતદાન થવાની ઉમ્મીદ છે.

bhupesh baghel

નોંધનીય છે કે આજે છત્તીસગઢની 20 વિધાનસભા સીટ પર મતદાન થઇ રહ્યું છે. કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં પણ આજે મતદાન ચાલી રહ્યું છે. નોંધનીય છે કે આ વખતે ચૂંટણી મેદાનમાં ભૂપેશ બઘેલનો ભત્રીજો પણ પાટણ સીટ પરથી મેદાનમાં છે અને ભૂપેશ બઘેલને પડકાર ફેંકી રહ્યો છે. તેના પર હંસતા હંસતા ભૂપેશ બઘેલે કહ્યું, "રિસ્તે મેં હમ ઉસકે બાપ લગતે હૈં".

પાટણ સીટ પરથી ભૂપેશ બઘેલનો મુકાબલો તેમના ભત્રીજા વિજય બઘેલ સાથે છે. વિજય બઘેલ દુર્ગથી ભાજપના સાંસદ છે. પરંતુ કાકા અને ભત્રીજા વચ્ચે લાંબા સમયથી રાજકીય હરિફાઈ ચાલી રહી છે. 2008 અને 2013માં પણ બંને વચ્ચે મુકાબલો થઇ ચૂક્યો છે. 2008માં પણ વિજયે પોતાના કાકાને પડકાર ફેંક્યો હતો, પરંતુ 2013મમાં ભત્રીજાએ હારનો સામનો કરવો પડ્યો હતો.

ગત ચૂંટણીમાં ભૂપેશ બઘેલ સામે મોતી લાલ સાહૂ ચૂંટણી મેદાનમાં હતા. તે સમયે ભૂપેશ બઘેલને 27000 મતથી જીત મળી હતી. પરંતુ ચોથી વાર ભૂપેશ બઘેલ ચૂંટણી મેદાનમાં પોતાના ભત્રીજા વિજય બઘેલની સામે લડી રહ્યા છે. વિજયે સૌથી પહેલાં 2003માં ચૂંટણી લડી હતી. તે સમયે તેમણે એસીપીની ટિકિટ પર પાટન સીટથી ચૂંટણી લડી હતી અને હારી ગયા હતા. 2008માં વિજય બઘેલ અને ભૂપેશ બઘેલ ફરી આમને-સામને આવ્યા અને આ વખતે વિજય બઘેલ 7500 વોટથી જીત્યા હતા. જ્યારે 2013માં ભૂપેશ બઘેલે ભત્રીજાને હરાવી દીધો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X