પીએમ નરેન્દ્ર મોદી નથી ઈચ્છતા કે મણિપુરમાં હિંસા અટકે, રાહુલ ગાંધીનો મોટો આરોપ
કેન્દ્ર સરકારની નબળી નીતિ અને રાજ્યની બીજેપી સરકારની નિષ્ફળતાને કારણે મણિપુરમાં મહિલાઓ અને બાળકોને હિંસાનો ભોગ બનવુ પડી રહ્યું છે. હવે રાહુલ ગાંધીએ આ મુદ્દે આકરા પ્રહાર કરતા કહ્યું કે પીએમ મોદી નથી ઈચ્છતા કે આ આગ ઠરે.
રાહુલ ગાંધીએ મણિપુર મુદ્દે મીડિયા સાથે વાત કરતા મોટો આરોપ લગાવ્યો અને ઘણા ઘણા ખુલાસા કર્યા. રાહુલ ગાંધીએ મણિપુરમાં થયેલી હિંસા માટે પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને સીધા જવાબદાર ઠેરવ્યા.

રાહુલ ગાંધીએ કહ્યું કે, મારા 19 વર્ષના અનુભવમાં મેં મણિપુરમાં જે જોયું અને સાંભળ્યું તે પહેલાં ક્યારેય જોયું નથી. મેં સંસદમાં કહ્યું હતું કે, પીએમ અને ગૃહમંત્રીએ ભારત માતાની હત્યા કરી છે, મણિપુરમાં ભારતનો નાશ કર્યો છે. આ માત્ર શબ્દો નથી.
રાહુલ ગાંધીએ આગળ જણાવ્યુ કે, મણિપુરમાં જ્યારે અમે મૈતેઈ વિસ્તારની મુલાકાત લીધી ત્યારે અમને સ્પષ્ટ કહેવામાં આવ્યું કે જો અમારી સુરક્ષા ટુકડીમાં કોઈ કૂકી હોય તો તેને અહીં ન લાવવા. તેઓ તે વ્યક્તિને મારી નાખશે. જ્યારે અમે કુકી વિસ્તારમાં ગયા, ત્યારે અમને કહેવામાં આવ્યું કે અમે જે પણ મૈતેઈ વ્યક્તિને લાવીશું તેને ગોળી મારી દેવામાં આવશે. આ એક રાજ્ય નથી, તે બે રાજ્યો છે. રાજ્યનું ખૂન થયું છે અને તેને હિંમત આપવામાં આવી છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે, પીએમ સંસદમાં લગભગ 2 કલાક 13 મિનિટ બોલ્યા. અંતે તેમણે મણિપુર પર 2 મિનિટ સુધી વાત કરી. મણિપુર મહિનાઓથી સળગી રહ્યું છે, લોકોની હત્યા થઈ રહી છે, બળાત્કાર થઈ રહ્યા છે પરંતુ વડાપ્રધાન હસતા હતા અને જોક્સ ઉડાડતા હતા. આ તેમને શોભતુ નથી.
રાહુલ ગાંધીએ આકરા અંદાજ કહ્યું કે, મણિપુરમાં લોકોની હત્યા થઈ રહી છે અને, મહિલાઓ પર બળાત્કાર થઈ રહ્યા છે. વડાપ્રધાન સંસદમાં મજાક કરી રહ્યા છે. તે તેમને શોભતુ નથી. વડાપ્રધાને આટલા ગંભીર મુદ્દા પર આટલી અસંવેદનશીલતા નહોતી દાખવવી જોઈતી. વિષય કોંગ્રેસ નહોતો, હું નહોતો, વિષય હતો મણિપુરમાં હિંસા. વડાપ્રધાન અમારા પર પ્રહાર કરતા રહ્યા.
રાહુલ ગાંધીએ હિંસા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સીધા જવાબદાર ઠેરવતા કહ્યું કે, સેના આ ડ્રામા 2 દિવસમાં બંધ કરી શકે પરંતુ પીએમ મણિપુરને સળગતુ રાખવા માંગે છે અને આગ ઓલવવા નથી માંગતા.
રાહુલ ગાંધીએ કહ્યું કે, પીએમ ઓછામાં ઓછું મણિપુર જઈ શક્યા હોત, સમુદાયો સાથે વાત કરી શક્યા હોત અને કહ્યું કે હું તમારો પીએમ છું, ચાલો વાત શરૂ કરીએ. જો કે તેમનો કોઈ ઈરાદો દેખાતો નથી. સવાલ એ નથી કે પીએમ મોદી 2024 માં પીએમ બનશે કે નહીં? સવાલ મણિપુરનો છે જ્યાં બાળકોની હત્યા થઈ રહી છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે, જ્યારે પીએમ બને છે ત્યારે તે રાજકારણી બનવાનું છોડી દે છે. તે દેશના અવાજનો પ્રતિનિધિ બને છે. રાજકારણને બાજુ પર રાખવું જોઈએ અને પીએમ એ પીએમ તરીકે બોલવું જોઈએ, નાના રાજકારણી તરીકે નહીં. ભારતીય લોકોના વજન સાથે બોલવું જોઈએ. નરેન્દ્ર મોદીની પોસ્ટ કરવા દુખદ છે. પીએમ સમજી શકતા નથી કે તે ખરેખર શું છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે, પીએમએ જાહેર સભામાં આ મજાક કરવી જોઈતી હતી. તેમણે સંસદમાં આવી વાતો ન કરવી જોઈએ. મારે વડાપ્રધાનને જવાબ આપવાની જરૂર નથી. મણિપુરમાં ભારત માતાની હત્યા કરવામાં આવી અને વડાપ્રધાન મજાકના મોડમાં જોવા મળે છે. હું જાણું છું કે પીએમ કદાચ ટીવી પર મારો ચહેરો વધુ જોવા માંગતા નથી.
અહીં રાહુલ ગાંધીએ ખુલ્લી ચુનોતી આપતા કહ્યું કે, જ્યાં પણ ભારત માતા પર હુમલો થશે હું ત્યાં બચાવમાં ઊભો જોવા મળીશ. હું દેશની રક્ષા માટે દરેક મોરચે ઉભો રહીશ.












Click it and Unblock the Notifications
