Haryana Assembly Election 2024: વિધાનસભા ચૂંટણી પહેલા હરિયાણા ભાજપના 8 નેતાની હાંકલપટ્ટી

Haryana Assembly Election 2024: જેમ જેમ હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024 નજીક આવી રહી છે, તેમ તેમ રાજકારણમાં ગરમાવો આવી રહ્યો છે. એક તરફ રાજકીય પક્ષો ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટી તેના જ નેતાઓ સામે કડક કાર્યવાહી કરી રહી છે.

હરિયાણા ભાજપ દ્વારા તેના 8 નેતાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં એક પૂર્વ મંત્રીનું નામ પણ છે. ભારતીય જનતા પાર્ટીએ પૂર્વ મંત્રી રણજીત ચૌટાલા સહિત 8 નેતાઓને પાર્ટીમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે.

હરિયાણા ભાજપ દ્વારા આગામી હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024માં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો સામે સ્વતંત્ર ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહેલા 8 નેતાઓની હાંકલપટ્ટી કરવામાં આવી છે.

હાંકલપટ્ટી કરવામાં આવેલા નેતાઓની યાદીમાં પૂર્વ મંત્રી રણજીત ચૌટાલા અને પૂર્વ ધારાસભ્ય દેવેન્દ્ર કાદ્યાનના નામ પણ સામેલ છે.

Haryana assembly election 2024

હરિયાણા ભાજપના પ્રદેશ કાર્યાલય સચિવ ગુલશન ભાટિયાએ આ અંગે એક પત્ર જાહેર કર્યો છે.

ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલા પત્રમાં લખવામાં આવ્યું છે કે, ભારતીય જનતા પાર્ટી, હરિયાણાના પ્રદેશ અધ્યક્ષ પંડિત મોહનલાલ બડોલી, અપક્ષ ઉમેદવાર તરીકે વિધાનસભા ચૂંટણી લડી રહેલા પક્ષના કાર્યકરોને તાત્કાલિક અસરથી 6 વર્ષ માટે પાર્ટીમાંથી હાંકલપટ્ટી કરવામાં આવે છે.

આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટી દ્વારા સંદીપ ગર્ગ, જીલારામ શર્મા, દેવેન્દ્ર કાદ્યાન, બચ્ચન સિંહ આર્ય, રણજીત ચૌટાલા, રાધા અહલાવત, નવીન ગોયલ અને કેહર સિંહ રાવતને 6 વર્ષ માટે પાર્ટીમાંથી હાંકલપટ્ટી કરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X