For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Big Alert: આગલા 2 કલાકમાં આ 9 જિલ્લાઓમાં આંધી અને વરસાદનુ એલર્ટ

યુપી, હરિયાણા અને રાજસ્થાનના 9 જિલ્લાઓ માટે ભારતીય હવામાન વિભાગે રાહતભર્યા સમાચાર આપ્યા છે.

|
Google Oneindia Gujarati News

દિલ્લી અને ઉત્તર પ્રદેશ સહિત આખા ઉત્તર ભારતમાં અત્યારે આકાશમાંથી આગના ગોળા વરસી રહ્યા છે. લૂના થપેડાએ લોકોનુ જીવન મુશ્કેલ બનાવી દીધુ છે અને ઘરોની અંદર પણ ગરમી લોકોને પરસેવો છોડાવી રહી છે. આ દરમિયાન યુપી, હરિયાણા અને રાજસ્થાનના 9 જિલ્લાઓ માટે ભારતીય હવામાન વિભાગે રાહતભર્યા સમાચાર આપ્યા છે. હવામાન વિભાગનુ કહેવુ છે કે આગલા બે કલાકમાં આ ત્રણ રાજ્યોના 9 જિલ્લાઓમાં આંધી અને હળવો વરસાદ જોવા મળશે. વરસાદના કારણે લોકોને ગરમીમાંથી થોડી-ઘણી રાહત મળી શકે છે.

આ 9 જિલ્લાઓ માટે જારી થયુ એલર્ટ

આ 9 જિલ્લાઓ માટે જારી થયુ એલર્ટ

હવામાન વિભાગે જે 9 જિલ્લાઓમાં આંધી અને વરસાદનુ એલર્ટ જારી કર્યુ છે તેમાં યુપીના મથુરા, આગ્રા, ટુંડલા, ફિરોઝાબાદ અને એટા, હરિયાણાના ગોહાના, કરનાલ અને રાજસ્થાનના ડીગ તેમજ ભરતપુર જિલ્લા શામેલ છે. આગલા બે કલાકમાં આ 9 જિલ્લાઓમાં ઉપરાંત આની આસપાસના વિસ્તારોમાં પણ હળવો ઝાપટા પડવાના અણસાર છે. ઉલ્લેખનીય છે કે ઉત્તર ભારતમાં અત્યારે ભીષણ ગરમી પડી રહી છે અને પારો 45 ડિગ્રીને પાર પહોંચી રહ્યો છે.

28-29 મેથી મળશે ઉત્તર ભારતને ગરમીથી રાહત

28-29 મેથી મળશે ઉત્તર ભારતને ગરમીથી રાહત

વળી, વાત જો આખા ઉત્તર ભારતની કરીએ તો ગરમી સામે ઝઝમી રહેલા લોકોને 28-29 મેથી રાહત મળી શકે છે. હવામાન વિભાગનુ કહેવુ છે કે છેલ્લા બે દિવસોમાં દિલ્લી અને આસપાસના વિસ્તારોમાં રેકોર્ડ તાપમાન નોંધવામાં આવ્યુ છે. દિલ્લીના બધા ભાગોમાં હાલમાં તાપમાન 45-46 ડિગ્રી છે. રાજસ્થાનના ચૂરુ અને પિલાનીમાં દેશનુ સર્વાધિક તાપમાન રેકોર્ડ કરવામાં આવી ચૂક્યુ છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ 28મેથી ઉત્તરમાં પૂર્વ પવનો આવવાના છે. ત્યારબાદ ગરમી ઓછી થવી શરૂ થઈ જશે અને 29મેથી ઉત્તર ભારતના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે.

પૂર્વોત્તરના ત્રણ રાજ્યોમાં પણ ભારે વરસાદ

પૂર્વોત્તરના ત્રણ રાજ્યોમાં પણ ભારે વરસાદ

આ પહેલા મંગળવારે જ હવામાન વિભાગે પૂર્વોત્તરના ત્રણ રાજ્યોમાં ભારે વરસાદ અને પૂરની ચેતવણી જારી કરી હતી. હવામાન વિભાગે જણાવ્યુ હતુ કે આ ત્રણ રાજ્યોમાં 28 મે સુધી મૂસળધાર વરસાદ થશે. ભારે વરસાદને ધ્યાનમાં રાખીને અસમ, મેઘાલય અને અરુણાચલ પ્રદેશને રેડ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત અસમના બે જિલ્લામાં ભીષણ પૂરની પણ ચેતવણી જારી કરવામાં આવી છે. હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ બંગાળની ખાડીથી ઉઠેલ તેજ, ગરમ અને ભેજવાળા પવનોના કારણે પૂર્વોત્તર ભારતમાં ત્રણ દિવસ સુધી ઘણો ભારે વરસાદ જોવા મળશે.

ગંભીર સ્તરની પૂરની ચેતવણી

ગંભીર સ્તરની પૂરની ચેતવણી

ધ વેધર ચેનલાના રિપોર્ટ અનુસાર પૂર્વોત્તર ભારતમાં અત્યારે નદીઓ ભરતીમાં છે. એવામાં ભારે વરસાદની એલર્ટના કારણે કેન્દ્રીય જળ કમિશન (સીડબ્લ્યુસી)એ અસમના જોરહાટઅને સોનિતપુર જિલ્લાઓ માટે બ્રહ્મપુત્ર નદીમાં ગંભીર સ્તરના પૂરની ચેતવણી આપી છે. આ ઉપરાંત અસમના બારપેટા, તિનસુકિયા, દિબ્રુગઢ, નલબાડી અને બક્સા જિલ્લામાં સામાન્ય સ્તરના પૂરનુ એલર્ટ ઘોષિત કર્યુ છે. કેન્દ્રીય જળ કમિશનની વેબસાઈટના આંકડાઓ મુજબ જોરહાટ જિલ્લામાં નિમાતિ ઘાટ સ્ટેશન પર અત્યારે જળ સ્તર 85.89 મીટર પર છે જે ખતરાના નિશાનથી 0.8 મીટર ઉપર છે.

પર્યટકોને લુભાવવા જાપાનની પહેલ, મોજ મસ્તીનો અડધો ખર્ચો ઉઠાવશે સરકારપર્યટકોને લુભાવવા જાપાનની પહેલ, મોજ મસ્તીનો અડધો ખર્ચો ઉઠાવશે સરકાર

English summary
Big Alert: Rain and thunderstorm occur in these 9 district India
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X