For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુનિલ રાઠી નહીં પરંતુ આ છે મુન્નાની હત્યા પાછળનો માસ્ટરમાઈન્ડ

પૂર્વાંચલના કુખ્યાત ડોન મુન્ના બજરંગીની 9 જુલાઇએ બાગપત જેલમાં હત્યા બીજું કોઈ પણ પરંતુ મુખ્તાર અંસારીએ કરાવી.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

પૂર્વાંચલના કુખ્યાત ડોન મુન્ના બજરંગીની 9 જુલાઇએ બાગપત જેલમાં હત્યા બીજું કોઈ પણ પરંતુ મુખ્તાર અંસારીએ કરાવી. આ વાતનો દાવો મુખ્તારના પ્રતિદ્વંધી અશોક સિંહ ઘ્વારા કરવામાં આવ્યો છે. અશોક સિંહ ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે મુખ્તાર અંસારી એવા લોકોને મરાવી નાખે છે જેઓ તેના માટે કામ કરે છે.

munna bajrangi

અશોક સિંહ ઘ્વારા દાવો કરવામાં આવ્યો છે કે મુન્ના બજરંગીની હત્યા તેના ગુરુ મુખ્તાર અંસારીએ કરાવી છે. તેમને કહ્યું કે મુન્ના બજરંગીની રાજનૈતિક ઈંચ્છા ઘણી વધી ગયી હતી. તે ગાઝીપુરથી લઈને બનારસ સુધી પૂર્વાંચલના ઠેકાઓમાં હસ્તક્ષેપ કરવા લાગ્યો હતો જેથી અંસારીની નાક નીચે મુન્નાની પહોંચ વધી રહી હતી. મુન્ના બજરંગી રાજનીતિમાં સક્રિય થવાને કારણે અંસારીની મુસીબત વધી હતી. અશોક સિંહ ઘ્વારા જણાવવામાં આવ્યું કે કૃષ્ણાનંદ રાય હત્યાકાંડમાં ગવાહી થવાની હતી. તેમને આશંકા જણાવી કે ગવાહી તેની વિરુદ્ધ ના આવે તેના ડરથી અંસારીએ આખી ઘટનાને અંઝામ આપ્યો.

અશોક સિંહ ઘ્વારા દાવો કરવામાં આવ્યો કે મુન્ના બજરંગીએ ડીપી યાદવના ભાઈ અને તેના સંબંધીની હત્યા કરી હતી. ડીપી યાદવ અને તેની પત્નીને મુખ્તાર અંસારીએ ગાઝીપુરથી ઈલેક્શન લડાવ્યા. તેમને કહ્યું કે જેલમાં હત્યાનો સિલસિલો કોઈ નવો નથી આ તે લોકો છે જેમને આ પરંપરાની શરૂઆત કરી હતી. અશોક સિંહ ઘ્વારા જણાવવામાં આવ્યું કે ક્યારેક સુનિલ રાઠી અને મુખ્તારના શૂટર સંજીવ મહેશ્વરી સાથે રહેતા હતા અને સુનિલ રાઠી જાતે મુખ્તારનો શૂટર છે. એવી હાલતમાં મુખ્તારના માણસોની હત્યા મુખ્તારનો જ માણસ કરી શકે છે. બાગપત જેલમાં પણ આવું જ થયું છે.

આખરે કોણ છે અશોક સિંહ

અશોક સિંહ માઉ ઠેકેદાર અજય પ્રકાશ સિંહ ઉર્ફ મુન્ના સિંહના ભાઈ છે. મુન્નાની હત્યા 29 ઓગસ્ટ 2009 દરમિયાન કરાવવામાં આવી હતી. હત્યાનો આરોપ મુખ્તાર અંસારી પર લાગ્યો હતો. મુન્ના સિંહ પીડબ્લ્યુડી ઠેકેદાર હતા અને ક્યારેક મુખ્તાર અંસારીના નજીકના માનવામાં આવતા હતા. ભાઈ અશોક સિંહ અનુસાર મુન્નાના વધતા કામ અને મહત્વાકાંક્ષા જોતા તેને રસ્તાથી હટાવી દેવામાં આવ્યો હતો.

English summary
big allegation on mukhtar ansari to in munna bajrangi murder case
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X