ભારતીય પ્લેટ દર વર્ષે 5 સેમી ખસી રહી છે, વૈજ્ઞાનિકોએ આ જગ્યાએ આપી તુર્કીથી પણ ભયંકર ભૂકંપની ચેતવણી
ભારતીય પ્લેટ દર વર્ષે લગભગ 5 સેમીના દરથી ખસી રહી છે. જેના કારણે હિમાલયના ક્ષેત્રમાં દબાણ બની રહ્યુ છે, જેના પરિણામે ગમે ત્યારે ભીષણ ભૂકંપ આવી શકે છે.
Earthquake Alert in India: તુર્કી અને સીરિયામાં 6 ફેબ્રુઆરીના રોજ આવેલા ભયાનક ભૂકંપમાં 40 હજારથી પણ વધુ લોકોના મોત થઈ ગયા. હવે હૈદરાબાદ સ્થિત નેશનલ જિયોફિઝિકલ રિસર્ચ ઈન્સ્ટીટ્યુટના ચીફ સાયન્ટિસ્ટે શંકા વ્યક્ત કરી છે કે આવો જ ભૂકંપ ઉત્તરાખંડમાં આવી શકે છે. તેમણે કહ્યુ કે ભારતીય પ્લેટ દર વર્ષે લગભગ 5 સેમીના દરથી ખસી રહી છે. જેના કારણે હિમાલયના ક્ષેત્રમાં દબાણ બની રહ્યુ છે, જેના પરિણામે ગમે ત્યારે ભીષણ ભૂકંપ આવી શકે છે.

ઉત્તરાખંડમાં ભયાનક ભૂકંપની ચેતવણી
નેશનલ જિયોફિઝિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, હૈદરાબાદના મુખ્ય વૈજ્ઞાનિક ડૉ. એન પૂર્ણચંદ્ર રાવે જણાવ્યુ છે કે 'અમારી પાસે ઉત્તરાખંડમાં ઘણા સિસ્મોગ્રાફ સ્ટેશનોનુ મજબૂત નેટવર્ક છે. આ વિસ્તાર હિમાચલ અને ઉત્તરાખંડ સહિત પશ્ચિમ નેપાળના ભાગ વચ્ચેના સિસ્મિક ગેપ તરીકે ઓળખાય છે, અહીં ભૂકંપ ગમે ત્યારે આવવાની સંભાવના છે.

પૃથ્વીની નીચે પેદા થઈ રહ્યો છે ઘણો તણાવ
ડૉ. રાવ કહે છે, 'પૃથ્વીની સપાટી વિવિધ પ્લેટોથી બનેલી છે, જે સતત ગતિમાં હોય છે. ભારતીય પ્લેટ દર વર્ષે લગભગ 5 સેમીના દરે ખસી રહી છે, જેના કારણે હિમાલયના ક્ષેત્રમાં તણાવ સર્જાઈ રહ્યો છે, જેના કારણે ગંભીર ભૂકંપની શક્યતા વધી રહી છે. અગાઉ ડૉ. રાવે કહ્યુ હતુ કે ઉત્તરાખંડની સપાટીની નીચે ઘણુ દબાણ ઊભુ થઈ રહ્યુ છે. જો કે, તેમણે એમ પણ કહ્યુ છે કે ભૂકંપની તારીખની આગાહી કરી શકાતી નથી. વળી, તેનાથી થનારો વિનાશ પણ ઘણી વસ્તુઓ પર નિર્ભર કરે છે, જે પ્રદેશ પ્રમાણે બદલાઈ શકે છે.

'જીપીએસ પોઈન્ટ બદલાઈ રહ્યા છે'
તેમણે કહ્યુ છે કે તેઓ વાસ્તવિક સમયના આધારે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. એનજીઆરઆઈના મુખ્ય વૈજ્ઞાનિકે જણાવ્યુ કે તેમની પાસે ત્યાં જીપીએસ નેટવર્ક પણ છે. પરંતુ જીપીએસ પોઈન્ટ બદલાઈ રહ્યા છે, જે દર્શાવે છે કે સપાટીની નીચે ફેરફાર છે. તેમના મતે, પૃથ્વી પર શું થઈ રહ્યુ છે તે જાણવા માટે વેરિઓમેટ્રિક જીપીએસ ડેટા પ્રોસેસિંગ એ એક વિશ્વસનીય રીત છે. તેમણે સ્પષ્ટ ચેતવણી આપી છે કે, 'અમે ચોક્કસ તારીખ અને સમયની આગાહી કરી શકતા નથી પરંતુ ઉત્તરાખંડ ગમે ત્યારે ભયાનક ભૂકંપનુ સાક્ષી બનશે.'

8થી વધુની તીવ્રતાવાળા ભૂકંપની શંકા
નેશનલ જિયોફિઝિકલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના ટોચના વૈજ્ઞાનિકનુ આ મૂલ્યાંકન એવા સમયે આવ્યુ છે જ્યારે બદ્રીનાથ અને કેદારનાથના પ્રવેશદ્વાર ગણાતા જોશીમઠમાં પહેલેથી જ જમીન ધસી રહી છે. આ સમસ્યા ઉત્તરાખંડના કેટલાક અન્ય વિસ્તારોમાંથી પણ આવી રહી છે. રિક્ટર સ્કેલ પર 8થી વધુની તીવ્રતાવાળા ભૂકંપને 'મહાન ધરતીકંપ' કહેવામાં આવે છે, જેની આગાહી ડૉ.રાવે ઉત્તરાખંડ માટે કરી છે.
|
આખા હિમાલમાં ભયાનક ભૂકંપની સંભાવના
તુર્કી અને સીરિયામાં આવેલા સૌથી ભીષણ ભૂકંપની તીવ્રતા 7.8 હતી. એનજીઆરઆઈના વૈજ્ઞાનિકના મતે ટેકનિકલી તેને 'મહાન ભૂકંપ'ની શ્રેણીમાં રાખી શકાય નહિ પરંતુ તેમછતાં તુર્કીમાં ભયંકર તબાહી સર્જાઈ છે. આના ઘણા કારણો છે, જેમાંથી એક એ પણ છે કે બાંધકામ ખૂબ જ નબળી ગુણવત્તાનુ હતુ જેના કારણે ઇમારતો પત્તાના મહેલની જેમ તૂટી પડી હતી. તેમણે કહ્યુ છે કે જમ્મુ અને કાશ્મીરથી અરુણાચલ પ્રદેશ સુધી વિસ્તરેલા હિમાલયના પ્રદેશમાં 8થી વધુની તીવ્રતાના ભૂકંપની આશંકા છે.












Click it and Unblock the Notifications
