For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવે હિમાચલમાં મેદાનમાં ઉતરી AAP, કેજરીવાલ અને ભગવંત માન સહિતના નેતાઓ રેલી કરશે.

હિમાચલ પ્રદેશ અને ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને હાલ દેશની રાજનીતિમાં ગરમ માહોલ છે. એક તરફ આમ આદમી પાર્ટી પીએમ મોદીના ગૃહરાજ્ય ગુજરાતમાં પગપેસારો કરવા એડીચોટીનું ચોર લગાવી રહી છે.

By Desk
|
Google Oneindia Gujarati News

હિમાચલ પ્રદેશ અને ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને હાલ દેશની રાજનીતિમાં ગરમ માહોલ છે. એક તરફ આમ આદમી પાર્ટી પીએમ મોદીના ગૃહરાજ્ય ગુજરાતમાં પગપેસારો કરવા એડીચોટીનું ચોર લગાવી રહી છે. બીજી તરફ આમ આદમી પાર્ટીએ હવે તેનું તમામ ફોકસ હિમાચલ પ્રદેશમાં ડાયવર્ટ કર્યુ છે.

aap

મળતી વિગતો અનુસાર, અત્યારસુધી ધીમે ધીમે ચાલી રહેલો આમ આદમી પાર્ટીનો પ્રચાર હવે હિમાચલ પ્રદેશમાં જોર પકડી રહ્યો છે. સમાચાર આવી રહ્યાં છે કે સોલનમાં આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલની રેલી બાદ હવે અન્ય મોટા નેતાઓ પણ હિમાચલ પ્રદેશમાં પ્રચાર કરશે.

આગળના કાર્યક્રમો વિશે વાત કરીએ તો, કાંગડામાં 5 નવેમ્બરે દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને 9 નવેમ્બરે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન હમીરપુરમાં ચૂંટણી પ્રચાર માટે રોડ શો કરશે. આમ આદમી પાર્ટીએ પરવાનગી માટે ઈલેક્શમ કમિશનને અરજી કરી છે.

રોડ શોમાં AAP નેતાઓ લોકો સામે પાર્ટીની 11 ગેરંટી રજૂ કરશે. મંગળવારે શિમલામાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સુરજીત ઠાકુરે કહ્યું કે હિમાચલ પ્રદેશના લોકોને આમ આદમી પાર્ટીની ગેરંટી પર પૂરો વિશ્વાસ છે.

આમ આદમી પાર્ટીએ રાજ્યના કર્મચારીઓને જૂની પેન્શન યોજના લાગુ કરવાની બાંયધરી આપી છે. પંજાબની આમ આદમી પાર્ટીની સરકારે પંજાબમાં OPS લાગુ કરી છે. જો હિમાચલમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો પ્રથમ કેબિનેટમાં જ OPS લાગુ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવશે. પાર્ટીએ મહિલાઓને મહિને 1000 રૂપિયા સન્માન નિધિ અને યુવાનોને રોજગાર આપવાની બાંયધરી પણ આપી છે. સરકાર બન્યા પછી તરત જ તમામ બાંયધરી પૂરી કરવામાં આવશે.

English summary
Big leaders of AAP will hold a rally in Himachal Pradesh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X