કમલેશ તિવારી હત્યાકાંડઃ શૂટર ચૂકી ગયો હતો નિશાન, પોતાને જ કરી દીધો ઘાયલ

હિંદુ સમાજ પાર્ટીના નેતા કમલેશ તિવારીના હત્યાકાંડમાં એક મોટી જાણકારી એ સામે આવી છે કે જે સમયે કથિત આઈરોપી કમલેશને ગોળી મારી રહ્યા હતા ત્યારે તેમનો નિશાનો ચૂકી ગયો.

હિંદુ સમાજ પાર્ટીના નેતા કમલેશ તિવારીના હત્યાકાંડમાં એક મોટી જાણકારી એ સામે આવી છે કે જે સમયે કથિત આઈરોપી કમલેશને ગોળી મારી રહ્યા હતા ત્યારે તેમનો નિશાનો ચૂકી ગયો અને આરોપી પોતે જ ઘાયલ થઈ ગયો હતો. વાસ્તવમાં જે બંને હત્યાના આરોપીઓની પોલિસે ધરપકડ કરી છે તેમના વિશે આ કેસની તપાસ કરી રહેલ પોલિસ અધિકારીએ આ બાબતની માહિતી આપી છે. ગુજરાત એટીએસે જણાવ્યુ કે આરોપી અશફાક નિશાનો ચૂકી ગયો અને તેણે પોતાના હાથને ઘાયલ કરી દીધો હતો.

નિશાનો ચૂક્યો તો હાથમાં ગોળી વાગી

નિશાનો ચૂક્યો તો હાથમાં ગોળી વાગી

ગુજરાત એટીએસના ડીઆઈજી હિમાંશુ શુક્લાએ જણાવ્યુ કે જ્યારે અશફાક નિશાન ચૂકી ગયો તો મોઈનુદ્દીને અશફાકના હાથને રૂમાલથી બાંધ્યો અને બાદમાં તિવારીનુ ગળુ કાપી નાખ્યુ. ત્યારબાદ બંને આરોપી લખનઉની હોટલમાં ભાગી ગયા જ્યાં અશફાક કે જે પ્રતિષ્ઠિત કંપનીમાં એમઆર હતો તેણે મોઈનુદ્દીનના હાથની ડ્રેસિંગ કરી. તમને જણાવી દઈએ કે ગુજરાત એટીએસ એ વાતની તપાસ કરી રહ્યા છે કે આરોપીઓને પિસ્તોલ કોણે આપી હતી જેનાથઈ તિવારીની હત્યા કરવામાં આવી હતી. ગુજરાત એટીએસના ડીએસપી કેકે પટેલે જણાવ્યુ કે અમને આરોપીના નામની માહિતી મળી ચૂકી છે જેણે અશફાકને પિસ્તોલ આપી હતી. અમારી પોલિસ આરોપીના ઘરે પહોંચી હતી પરંતુ આરોપી અંડરગ્રાઉન્ડ થઈ ગયો છે. અમે તેને પણ પકડી લઈશુ.

ત્રણ રાજ્યોમાં ભાગતા ફર્યા, નેપાળ પણ ગયા

ત્રણ રાજ્યોમાં ભાગતા ફર્યા, નેપાળ પણ ગયા

તપાસકર્તાઓ મુજપ અશફાક અને મોઈનુદ્દીન ત્રણ રાજ્યો યુપી, દિલ્લી અને રાજસ્થાન ઉપરાંત નેપાળ પણ ગયા હતા. બંનેની ધરપકડ કરાયા પહેલા આ લોકોએ 2000 કિલોમીટરની સફર ટ્રેન, બસ, ટેક્સીથી કરી હતી. આ દરમિયાન તેમણે એક ટ્રકથી લિફ્ટ લીધી હતી. આ દરમિયાન તેમને ગુજરાતમાંથી પકડી લેવામાં આવ્યા. યુપી પોલિસના અધિકારીએ જણાવ્યુ કે હત્યા બાદ બંને આરોપી બરેલી ગયા હતા અને અહીં રેલવે સ્ટેશન પર એક રાત પસાર કરી હતી. ત્યારબાદ આ લોકો લખીમપુર ખીરી ચાલ્યા ગયા જ્યાંથી તે નેપાળ ભાગી ગયા. નેપાળથી પાછા આવ્યા બાદ બંને પાછા લખીમપુર પાછા આવ્યા અને શાહજહાંપુર જતા રહ્યા. અહીં થોડો સમય પસાર કર્યા બાદ બંને દિલ્લી જતા રહ્યા. ત્યારબાદ આ લોકો અજમેર પણ ગયા. અજમેર બાદ આ લોકો શામળાજી પહોંચ્યા હતા જ્યાં તેમની ધરપકડ કરી લેવામાં આવી.

લખનઉ લાવવામાં આવ્યા આરોપી

લખનઉ લાવવામાં આવ્યા આરોપી

ઉત્તર પ્રદેશ પોલિસના સૂત્રો મુજબ હત્યા બાદ બંને આરોપી અશફાક અને મોઈનુદ્દી સતત સરેન્ડરની કોશિશ કરી રહ્યા હતા. આ કેસની તપાસમાં શામેલ પોલિસ અધિકારીએ જણાવ્યુ કે યોજના મુજબ સૈયદ અલી જેને નાગપુરથી ધરપકડ કરવામાં આવી છે તે બંને હત્યારાને સરેન્ડર કરવાની વ્યવસ્થા કરવાનો હતો. પરંતુ સૈયદ અલીની ધરપકડ થયા બાદ બંને આરોપીઓને કોઈ દિશા નિર્દેશ ન મળ્યા ત્યારબાદ બંને આરોપીઓએ પાછા ગુડજરાત જવાનો નિર્ણય લીધો. ઉલ્લેખનીય છે કે મોઈનુદ્દીન અને અશફાકને ગુજરાત-રાજસ્થાન બૉર્ડર પર શામળાજી મંદિર પાસે ધરપકડ કરવામાં આવી હતી જેમને લખનઉ લાવવામાં આવ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X