અરુણાચલ પ્રદેશમાં ભાજપને મોટો ફટકો, 2 મંત્રી અને 6 ધારાસભ્યો NPPમાં સામેલ

અરુણાચલ પ્રદેશ: 2 મંત્રી અને 6 ધારાસભ્યોએ ભાજપનો સાથ છોડ્યો

નવી દિલ્હીઃ પૂર્વોત્તરના રાજ્યોમાં ભાજપની મુશ્કેલી સતત વધી રહી છે. પહેલા ત્રિપુરા ભાજપના ઉપાધ્યક્ષે પાર્ટી છોડી એનપીપીનો હાથ થામી લીધો હવે અરુણાચલ પ્રદેશમાં પાર્ટીને મોટો ફટકો લાગ્યો છે. અહીં બે મંત્રી અને 6 ધારાસભ્યોએ પાર્ટીનો સાથ છોડી દીધો છે. આ તમામ લોકો નેશનલ પિપલ્સ પાર્ટીમાં સામેલ થઈ ગયા. જણાવી દઈએ કે એનપીપી મેઘાલયના મુખ્યમંત્રી કોનાર્ડ સંગમાની પાર્ટી છે. જેવી રીતે આગલા મહિને થનાર વિધાનસભા ચૂંટણી પહેલા આ તમામ ધારાસભ્યો અને મંત્રીઓએ ભાજપનો સાથ છોડી દીધો છે જે પ્રદેશમાં ભાજપની જીતની અપેક્ષા પર પાણી ફેરવી શકે છે.

ભાજપની લોકપ્રિયતામાં ઘટાડો?

ભાજપની લોકપ્રિયતામાં ઘટાડો?

અરુણાચલ પ્રદેશના ગૃહમંત્રી કુમાર વઈ અને પર્યટન મંત્રી જરકાર ગૈમલિને એનપીપીનો હાથ થામી લીધો છે. જ્યારે અન્ય છ ધારાસભ્યોને પણ ભાજપે ટિકિટ આપવાનો ઈનકાર કરી દેતા તમામે ભાજપ છોડી દીધું છે. વઈએ કહ્યું કે ભાજપ પાછલી વખતેની જેમ પોતાની લોકપ્રિયતા ગુમાવી ચૂક્યું છે, જેવી રીતે પાર્ટીએ લોકોને જૂઠા વાયદા કર્યા હતા અને તેને કારણે લોકોની નજરમાં પાર્ટીની લોકપ્રિયતામાં ભારે ઘટાડો થયો છે. તેમણે કહ્યું કે આ વખતે અમે ન માત્ર ચૂંટણી લડશું બલકે એનપીપીની પ્રદેશમાં સરકાર બનાવશું.

કેટલાય નેતાઓએ ભાજપનો સાથ છોડ્યો

કેટલાય નેતાઓએ ભાજપનો સાથ છોડ્યો

ન માત્ર ભાજપના આ ધારાસભ્યોએ આ પાર્ટી છોડી બલકે પીપુલ્સ પાર્ટી ઑફ અરુણાચલના એક ધારાસભ્ય અને ભાજપના 19 અન્ય નેતાઓ પણ એનપીપીમાં જોડાઈ ગયા છે. જણાવી દઈએ કે એનપીપીની મેઘાલયમાં સરકાર છે. આ વખતે પાર્ટીએ અરુણાચલ પ્રદેશની તમામ 40 સીટ પર ચૂંટણી લડવાનો ફેસલો કર્યો છે. આ વખતે પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી લોકસભા ચૂંટણીની સાથે થશે. એનપીપીના મહાસચિવ થોમસ સંગમાએ કહ્યું કે અમે અહીં એકલા જ ચૂંટણી લડશું અને અમારા ઉમેદવારોની ઘોષણા બુધવારે કરશું.

ચૂંટણી બાદ કરી શકે છે ગઠબંધન

ચૂંટણી બાદ કરી શકે છે ગઠબંધન

એનપીપીના રાજ્ય પ્રવક્તા મુચુ મિથીએ કહ્યું કે જો જરૂરત પડી તો પાર્ટી ચૂંટણી બાદ ગઠબંધન કરી શકે છે. જણાવી દઈએ કે એનપીપી પૂર્વોત્તર રાજ્યમાં ભાજપના મહાગઠબંધન નોર્થ ઈસ્ટ ડેમોક્રેટિક અલાયન્સનો ભાગ હતી. પરંતુ હવે પાર્ટીએ આ ગઠબંધનથી અલગ થવાનું એલાન કર્યું છે. ત્રિપુરામાં ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષે કોંગ્રેસનો હાથ થામી લીધો છે. પાર્ટીના ઉપાધ્યક્ષ સુબલ ભૌમિકે મંગળવારે કોંગ્રેસનો હાથ થામી લીધો છે. કોંગ્રેસમાં સામેલ થયા બાદ તેમણે કહયું કે ભાજપમાં પાંચ વર્ષ સુધી રહ્યો, તે પહેલા હું 35 વર્ષ સુધી કોંગ્રેસમાં રહ્યો હતો. આ ઘર વાપસી ગણાશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X