For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કર્ણાટકના બાગી ધારાસભ્યો પર આવ્યો સુપ્રીમ કોર્ટનો ચુકાદો, જાણો ચુકાદાની મહત્વની વાતો

કર્ણાટકના 15 બાગી ધારાસભ્યોની અરજી પર સુપ્રીમ કોર્ટે આજે પોતાનો ચુકાદો સંભળાવ્યો છે.

|
Google Oneindia Gujarati News

કર્ણાટકના 15 બાગી ધારાસભ્યોની અરજી પર સુપ્રીમ કોર્ટે આજે પોતાનો ચુકાદો સંભળાવ્યો છે. આ 15 ધારાસભ્યોએ કર્ણાટક વિધાનસભાના સ્પીકર કે આર રમેશ કુમાર દ્વારા રાજીનામુ સ્વીકાર ના કરવા બદલ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. આ કેસમાં સુપ્રીમ કોર્ટે બધા પક્ષોની દલીલો સાંભળ્યા બાદ પોતાનો ચુકાદો સંભળાવી દીધો છે. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યુ છે કે ધારાસભ્યોના રાજીનામાનો સ્વીકાર કરવો જોઈએ.

supreme court

સાથે સુપ્રીમ કોર્ટે અમુક બીજી વાતો પણ કહી છે જેમાં ધારાસભ્યોના રાજીનામા પર કર્ણાટક વિધાનસભાના સ્પીકર પોતાના હિસાબથી નિર્ણય લઈ શક છે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે એ સ્પષ્ટ કરી દીધુ છે કે બાગી એમએલએ કે પછી રાજીનામુ આપનાર ધારાસભ્યો પર વિશ્વાસમત દરમિયાન હાજર રહેવાનુ દબાણ ન કરી શકાય. સાથે સુપ્રીમ કોર્ટે કહ્યુ છે કે ધારાસભ્યોના રાજીનામા પર સ્પીકરને નિર્ણય લેવાનો સંપૂર્ણ અધિકાર છે.

સુપ્રીમ કોર્ટના ચુકાદાથી સ્પષ્ટ થઈ ગયુ છે કે ધારાસભ્યોને હાજર રહેવા માટે પાર્ટી વિહિપ જાહેર નહિ કરી શકે. કારણકે સામાન્ય રીતે એવુ જોવામાં આવે છે કે આવી પરિસ્થિતિઓમાં પાર્ટી પોતાના ધારાસભ્યો માટે વિહિપ જાહેર કરીને તેમની ઉપસ્થિતિ માટે દબાણ કરે છે પરંતુ કર્ણાટકમાં એવુ નહિ થાય. કહેવામાં આવી રહ્યુ છે કે 18 જુલાઈએ કર્ણાટક વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ થઈ શકે છે જેમાં સત્તાધારી પાર્ટી કોંગ્રેસ-જેડીએસે પોતાનો બહુમત સિદ્ધ કરવાનો રહેશે.

સુપ્રીમ કોર્ટના ચુકાદાની પાંચ મોટી વાતો

1. બાગી ધારાસભ્યોને કાલે વિશ્વાસ મતમાં ભાગ લેવા માટે મજબૂર ન કરી શકાય.
2. મોટી અદાલતે પણ સ્પીકરને 15 બાગી ધારાસભ્યોના રાજીનામા પર નિર્ણય લેવાની સ્વતંત્રતા આપી છે.
3. કોર્ટનો આ અંતરિમ આદેશ છે, કેસમાં વિસ્તારથી ચુકાદો બાદમાં સંભળાવવામાં આવશે.
4. ફ્લોર ટેસ્ટમાં ભાગ લેવો છે કે નહિ તે બાગી ધારાસભ્યોના વિવેક પર નિર્ભર કરશે, તેમના પર દબાણ કરી શકાય નહિ.
5. કોંગ્રેસ-જેડીએસ વિહિપ જાહેર કરીને બાગી ધારાસભ્યો પર દબાણ કરી શકે નહિ.

આ પણ વાંચોઃ મુંબઈ દૂર્ઘટનાઃ બિલ્ડિંગના કાટમાળમાંથી કઢાયા 14 શબ, વળતરની ઘોષણાઆ પણ વાંચોઃ મુંબઈ દૂર્ઘટનાઃ બિલ્ડિંગના કાટમાળમાંથી કઢાયા 14 શબ, વળતરની ઘોષણા

English summary
Big things about the Supreme Court decision on Karnataka crisis
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X