For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

RSS ના ગઢમાં મહા વિકાસ અઘાડીની મોટી જીત, નાગપુર વિધાન પરિષદ બેઠક પર જીત મેળવી

મહારાષ્ટ્રની નાગપુર વિધાન પરિષદ બેઠક જીતીને મહા વિકાસ અઘાડીએ મોટો ઝટકો આપ્યો છે. અહીં મહા વિકાસ અઘાડીના ઉમેદવાર સુધાકર અડબેલેની જીતી થઈ છે.

By Desk
|
Google Oneindia Gujarati News

નાગપુર : મહારાષ્ટ્રની નાગપુર વિધાન પરિષદ બેઠક પર મહાવિકાસ આઘાડી ગઠબંધનના ઉમેદવાર સુધાકર અડબલેએ જીત મેળવી બીજેપીના ગઢમાં ગાબડુ પાડ્યુ છે. આ વિસ્તાર બીજેપી નેતા નીતિન ગડકરી અને દેવેન્દ્ર ફડણવીસનો ગઢ મનાય છે. અહીં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું મુખ્યાલય પણ આવેલુ છે. હવે નાગપુરમાં મહાવિકાસ અઘાડી ગઠબંધનની જીતથી બીજેપીને મોટો ફટકો પડ્યો છે.

Maha Vikas Aghadi

હવે મહા વિકાસ અઘાડીએ નાગપુર વિધાન પરિષદ જીતતા દાવો કરવામાં આવી રહ્યો છે કે મહારાષ્ટ્રના હાલમાં મુખ્યમંત્રી સિંદેની ગદ્દારી બાદ પણ શિવસેના સંગઠન મહા વિકાસ અઘાડીની લોકપ્રિયતા અકબંધ છે. સુધાકર અડબેલેએ નાગપુર શિક્ષક બેઠક પર ભાજપ સમર્થિત ઉમેદવારને હરાવીને જીત મેળવી છે.

મહારાષ્ટ્રના પાંચ વિધાન પરિષદના સભ્યોનો 6 વર્ષનો કાર્યકાળ 7 ફેબ્રુઆરીએ પૂરો થઈ રહ્યો છે. આ મુદત પૂરી કરનારાઓમાં ત્રણ શિક્ષકો અને બે સ્નાતક સામેલ છે. આ બેઠકો માટે સોમવારે મતદાન થયુ હતું. ત્યારબાદ ગુરુવારે ચૂંટણીના પરિણામો જાહેર કરાતા સુધાકર અડબેલે વિજેતા થયા હતા.

મહારાષ્ટ્રના કોંકણ શિક્ષક મતવિસ્તારમાં સૌથી વધુ મતદાન થયું હતું. અહીં 91.02 ટકા મતદાન થયું હતું. આ સિવાય નાસિક વિભાગમાં ગ્રેજ્યુએટ સીટ પર સૌથી ઓછું 49.28 ટકા મતદાન નોંધાયું હતું. ઔરંગાબાદમાં 86 અને નાગપુરમાં 86.23 ટકા મતદાન થયું હતું.

English summary
Big win for Maha Vikas Aghadi in RSS stronghold, Nagpur Legislative Council seat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X