સૌથી મોટા ભૂમાફિયા સોનિયા ગાંધીના ઘરમાં : શિવરાજ
રાજગઢ, 5 એપ્રિલ : મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું છે કે દેશનો સૌથી મોટો ભૂમાફિયા તો કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના ઘરમાં જ બેઠો છે.
શિવરાજ સિંહે રાજગઢ જિલ્લાના બીનાગંજમાં એક ચૂંટણી સભાને સંબોધતા જનતાને જણાવ્યું હતું કે કોંગ્રેસે મોંઘવારી ઘટાડવાનું પોતાનું વચન તોડ્યું છે. હવે જનતા કોંગ્રેસ સાથે સંબંધો તોડી નાખે. કોંગ્રેસ જુઠ્ઠા વાયદા કરવામાં આગળ છે. કોંગ્રેસ ચૂંટણી આવતા જ જુઠ્ઠા વાયદા કરવા લાગે છે.
શિવરાજ સિંહે જણાવ્યું કે જે પાર્ટી છેલ્લા 60 વર્ષના શાસનમાં વિકાસની બ્લ્યુ પ્રિન્ટ તૈયાર કરી શકી નથી, તે વિકાસ ક્યારે કરી શકશે. આ કારણે જ હવે કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાઇ રહ્યા છે. કોંગ્રેસ બેકાર લોકોની પાર્ટી બની ગઇ છે.

તેમણે કોંગ્રેસને ચાબખા મારતા જણાવ્યું કે દેશનો સૌથી મોટો ભૂમાફિયા રોબર્ટ વાઢેર છે, જે સોનિયા ગાંધીના ઘરમાં છે. કોંગ્રેસે દેશનું સ્વાભિમાન કચ્ચરઘાણ કરી નાખ્યું છે. આથી જ દેશને હવે નરેન્દ્ર મોદીના સ્વરૂપે એક દમદાર મુખ્યમંત્રી જોઇએ છે.
તેમણે જણાવ્યું કે દેશમાં ગરીબી હટાવવાનો નારો આપનારી કોંગ્રેસે શિવરાજ સિંહ પાસેથી શીખવું જોઇએ કે ગરીબી કેવી રીતે ઘટાડી શકાય છે. મધ્યપ્રદેશમાં સરકારી ખરીદ પર ખેડૂતોને બોનસ આપવામાં આવ્યું છે. ગરીબોને એક રૂપિયે કિલો ઘઉં અને એક રૂપિયે કિલો ચોખા આપવામાં આવ્યા છે. ગરીબ બાળકોના શિક્ષણનો ખર્ચ પણ ઉઠાવવામાં આવ્યો છે.
કોંગ્રેસે મધ્યપ્રદેશ સાથે બેઇમાની કરી છે. રાજ્યના 6000 કરોડ રૂપિયા આપ્યા નથી અને કોંગ્રેસના કેન્દ્રીય નેતાઓના કહેવાથી મધ્યપ્રદેશ સાથે ભેદભાવ રાખવામાં આવી રહ્યો છે.
-
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી




Click it and Unblock the Notifications
