For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બિહારઃ કોરોના પોઝિટિવ વરરાજાના અંતિમ સંસ્કારમાં પણ 200 લોકો એકઠા થયા

બિહારઃ કોરોના પોઝિટિવ વરરાજાના અંતિમ સંસ્કારમાં પણ 200 લોકો એકઠા થયા

|
Google Oneindia Gujarati News

પટનાઃ બિહારની રાજધાની પાલીગંજમાં થયેલ એક લગ્નએ પ્રશાસન અને સ્વાસ્થ્ય વિભાગની ઊઘ હરામ કરી દીધી છે. લગ્નના બીજા જ દિવસે કોરોના વાયરસથી વરરાજાનું મોત થયું હતું. લગ્નમાં સામેલ થયેલા 111 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. સત્તાધીશોએ જણાવ્યું કે 26 વર્ષીય વરરાજાના 15 જૂને લગ્ન થયા હતા ત્યારે તેમાં કોરોના વાયરસના લક્ષણ હતા. લગ્ન બાદ જ વરરાજાનું મોત થયું હતું.

111 લોકો કોરોના પોઝિટિવ

111 લોકો કોરોના પોઝિટિવ

મીડિયા રિપોર્ટ્સ મુજબ, પટનાના ચીફ મેડિકલ ઑફિસર રાજ કિશોર ચૌધરીએ જણાવ્યું કે 400 લોકો લગ્નમાં અને 200 લોકો અંતિમ સંસ્કારમાં સામેલ થયા હતા. બંને કાર્યક્રમોમાં સામેલ લોકોમાંથી 111 લોકોમાં કોરોનાના લક્ષણ મળી આવ્યા છે. બાકી અન્ય લોકોની ઓળખ કરી તેમને આઇસોલેટ કરી રહ્યા છીએ.

દિલ્હીથી પટના આપ્યો હતો વરરાજો

દિલ્હીથી પટના આપ્યો હતો વરરાજો

જો કે ડૉક્ટર નિશ્ચિત રીતે કહેવા માટે તૈયાર નથી કે અન્ય લોકોમાં ફેલાયેલ સંક્રમણનો સોર્સ વરરાજો જ હતો, કેમ કે ટેસ્ટ કરાવતા પહેલા જ તેના અંતિમ સંસ્કાર કરી દવામાં આવ્યા. વરરાજો એક સૉફ્ટવેર એન્જીનિયર હતો, જે લગ્નના એક અઠવાડિયા પહલા જ દિલ્હીથી પટના પોતાના ઘરે પરત ફર્યો હતો. લગ્નની પહેલેથી તેમાં કોરોના વાયરસના લક્ષણ જોવા મળ્યા હતા.

અંતિમ સંસ્કારમાં 200 લોકો સામેલ થયા હતા

અંતિમ સંસ્કારમાં 200 લોકો સામેલ થયા હતા

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે લગ્નમાં માત્ર 50 લોકોને જ સામેલ થવાની મંજૂરી આપી છે જ્યારે આ લગ્નમાં સેંકડો મહેમાન હાજર રહ્યા હતા. જ્યારે તેના અંતિમ સંસ્કારમાં 200 લોકો હાજર રહ્યા હતા. અધિકારીઓનું કહેવું છે કે વરરાજાના પરિવાર કે દુલ્હનના પરિવારમાંથી એકેયના રિપોર્ટ પોઝિટિવ નથી આવ્યા.

Nepal: આજે રાષ્ટ્રને સંબોધિત કરશે નેપાળી પીએમ કેપી શર્મા ઓલી, મંગળવારે તબિયત બગડીNepal: આજે રાષ્ટ્રને સંબોધિત કરશે નેપાળી પીએમ કેપી શર્મા ઓલી, મંગળવારે તબિયત બગડી

English summary
Bihar: 200 people also gathered at the funeral of corona positive groom
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X