બિહારઃ વૈશાલીમાં સીમાંચલ એક્સપ્રેસના 9 ડબ્બા પાટા પરથી નીચે ઉતર્યા, 5નાં મોત કેટલાય ઘાયલ
બિહારમાં સીમાંચલ એક્સપ્રેસનો ગોજારો અકસ્માત, 5નાં મોત
નવી દિલ્હીઃ બિહારના વૈશાલીમાં મોટો ટ્રેન અકસ્માત થયો છે, અહીં સીમાંચલ એક્સપ્રેસના 9 ડબ્બા પાટા પરથી નીચરે ઉતરી ગયા છે. આ દુર્ઘટના સવારે લગભગ 3.52 વાગ્યે બિહારના વૈશાલીમાં થઈ છે. ઘટનામાં કેટલાય લોકોના ઘાયલ થવાના અહેવાલ સામે આવી રહ્યા છે. ઘટનામાં ઘાયલ લોકોની મદદ માટે પોલીસ પણ અકસ્માત સ્થળે પહોંચી ગઈ છે. તમામ ઘાયલોને નજીકના હોસ્પિટલે ખસેડવામાં આવી રહ્યા છે.

જાણકારી મુજબ જોગબનીી આનંદ વિહાર ટર્મિનલ જઈ રહી સીમાંચલ એક્સપ્રેસના 9 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા, જેમાં કેટલાય લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ મળ્યા છે. આ ઘટના સોનપુર ડિવિઝનમાં બની, જ્યારે ટ્રેન મેહનાર રોડથી લગભગ 3.52 વાગ્યે પસાર થઈ રહી હતી. જે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે તેમાં સ્લીપરના ત્રણ કોચ એસ- એસ-10, જનરલનો એક કોચ અને એક એસી-બી 3 કોચ સામેલ છે. ઘટનાને પગલો સોનપુર અને બરૌનીમાં સ્થિત હોસ્પિટલોમાં ડૉક્ટરની એક ટીમ મોકલી આપવામાં આવી છે.
રાહત અને બચાવ કાર્ય બાદ ટ્રેનને રવાના કરી દેવામાં આવી છે, જેમાં રાહતની તમામ સામગ્રી અને મદદ ઘાયલોને પહોંચાડવામાં આવી રહી છે. આ ગોજારા અકસ્માતમાં પાંચ લોકો મૃત્યુ પામ્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે. જો કે અકસ્માત કયા કારણે થયો તેની કોઈ જાણકારી મળી નથી. રેલવેએ પણ હેલ્પલાઈન નંબર જાહેર કરી દીધા છે. સોનપુર હેલ્પલાઈન- 06158221645, હાજીપુર હેલ્પલાઈન 06224272230, અને બરૌની હેલ્પલાઈન નંબર 06279232222 છે.
આ પણ વાંચો- ફોટો વાયરલ થયા બાદ સુસાઈડ કરવા ઈચ્છતી હતી જયા પ્રદા, ખોલ્યા મોટા રાઝ












Click it and Unblock the Notifications
