For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ABP Exit Poll: બિહારમાં વોટિંગ બાદ પહેલો એક્ઝિટ પોલ, જાણો NDAને કેટલી સીટ મળી

ABP Exit Poll: બિહારમાં વોટિંગ બાદ પહેલો એક્ઝિટ પોલ, જાણો NDAને કેટલી સીટ મળી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ બિહારમાં ત્રણ તબક્કાના મતદાન બાદ વિધાનસભા ચૂંટણીની ગરમાગરમી ખતમ થઈ ગઈ છે. હવે 10 નવેમ્બરે ચૂંટણીના પરિણામ જાહેર કરવામાં આવશે અને તેની સાથે જ 243 વિધાનસભા સીટ વાળા બિહારમાં કોની સરાકર બનશે તે નક્કી થઈ જશે. કોરોના વાયરસ મહામારીને વચ્ચે યોજાયેલ બિહાર વિધાનસભા ચૂંટણીમાં જ્યાં ભાજપ અને જેડીયૂના ગઠબંધનવાળા એનડીએએ દાવો કર્યો કે એકવાર ફરી નીતિશ કુમારની સરકાર બનશે, બીજી તરફ આરજેડી અને કોંગ્રેસનું મહાગઠબંધન પણ તેજસ્વીની રેલીના દમ પર જીતને લઈ આશ્વસ્ત જણાઈ રહ્યા ચે. આ દરમ્યાન બિહાર વિધાનસભા ચૂંટણીને લઈ એબીપીનો એક્ઝિટ પોલ સામે આવ્યો છે.

મહાગઠબંધનને કેટલી સીટ

મહાગઠબંધનને કેટલી સીટ

એબીપી એક્ઝિટ પોલમાં સાંજે પાંચ વાગ્યા સુધીના વોટિંગના આંકડા મુજબ બિહાર વિધાનસભા ચૂંટણીમાં આરજેડી અને કોંગ્રેસનું મહાગઠબંધન જાદુઈ જીત હાંસલ કરતું જોવા મળી રહ્યું છે અને બિહારની 243 સીટમાંથી 108થી 131 સીટ મળી શકે છે. જ્યારે જેડીયૂ, ભાજપની એનડીએ 104થી 128 સીટ પર જીત હાંસલ કરી શકે છે. આ ઉપરાંત 1થી 3 સીટ ચિરાગ પાસવાનની એલજેપીને મળતી જોવા મળી રહી છે. 4થી 8 સીટ અન્ય દળોના ખાતામાં જઈ શકે છે.

જેડીયૂ અને ભાજપને અલગ-અલગ સીટ કેટલી

જેડીયૂ અને ભાજપને અલગ-અલગ સીટ કેટલી

હવે જો અલગ અલગ રાજકીય દળોના આંકડાઓ પર નજર ફેરવીએ તો એબીપી એક્ઝિટ પોલ મુજબ એનડીએના 104થી 128 સીટમાંથી જેડીયૂને 38થી 36 અને ભાજપને 66થી 74 સીટ મળી શકે ચે. જ્યારે વીઆઈને 0થી 4 અને જીતન રામ માંઝીની હમને પણ 0થી 4 સીટ મળી શકે છે. મહાગઠબંધનને 108થી 131 સીટ મળતી જણાઈ રહી છે, જેમાં 81થી 89 સીટ આરજેડી અને કોંગ્રેસને 21થી 29 સીટ મળી શકે છે. આ ઉપરાંત 6થી 13 સીટ લેફ્ટ પાર્ટીઓના ખાતામાં જઈ શકે છે.

કયા ગઠબંધનને કેટલો વોટ શેર

કયા ગઠબંધનને કેટલો વોટ શેર

જ્યારે બિહાર ચૂંટણીમાં જો વોટ ટકાવારીની વાત કરીએ તો નીતિશ કુમારના નેતૃત્વવાળી એનડીએને 37.7 ટકા વોટ શેર મળતો જણાઈ રહ્યો છે. વોટ શેરના મામલે મહાગઠબંધન, એનડીએથી તોડો પાછળ છે અને તેના ખાતામાં 36.3 ટકા વોટ શેર જઈ શકે છે. આ ઉપરાંત ચિરાગ પાસવાનની લોક જનશક્તિ પાર્ટીને 8.5 ટકા વોટ શેર મળતો જણાઈ રહ્યો છે. જ્યારે 17.5 ટકા વોટ શેર અન્ય દળોના ખાતામાં જઈ શકે છે.

બિહાર ચૂંટણીઃ પૂર્ણિયામાં કુખ્યાત બિટ્ટૂ સિંહના ભાઈની ગોળી મારી હત્યાબિહાર ચૂંટણીઃ પૂર્ણિયામાં કુખ્યાત બિટ્ટૂ સિંહના ભાઈની ગોળી મારી હત્યા

English summary
Bihar Assembly Election 2020 abp exit poll result in gujarati
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X