For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નેપાળમાં વિસ્ફોટ બાદ કોસીનું જળસ્તર વધ્યુ, 8 જિલ્લામાં એલર્ટ

|
Google Oneindia Gujarati News

પટણા, 3 ઓગસ્ટ: નેપાળમાં ભેખડ ધસ્યા બાદ નદીમાં જામેલ કાટમાળને હટાવવા માટે નેપાળી સેના દ્વારા કરવામાં આવેલા ઓછી તિવ્રતાવાળા વિસ્ફોટ બાદ બિહારમાં રવિવારે કોસી નદીનું જળસ્તર વધારે વધી ગયું. પૂરની સંભાવનાને પગલે 8 જિલ્લામાં એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે.

જળ સંસાધન મંત્રી વિજય કુમાર ચોધરીએ જણાવ્યું 'કાટમાળને હટાવવામાં નેપાળી સેના સંપૂર્ણ રીતે સફળ થઇ શકી નહી, ભેખડ ધસવાને કારણે જમા થયેલા કાટમાળને કારણે ભોટે કોસી નદીમાં પાણીનું વહેણ રોકાઇ ગયું, જેના કારણે નદીનો એ ભાગ તળાવમાં પરિવર્તિત થઇ ગયો. સેનાએ શનિવારે સાંજે ઓછી તિવ્રતાવાળા ઘણા વિસ્ફોટ કર્યા જેના કારણે હજારો ક્યૂસેક પાણી પ્રવાહીત થયું.'

ભૂસ્ખલન અને ભોટે કોસીમાં બનાવવામાં આવેલ બાંધ કોસી માટે શોકનું પ્રમુખ કારણ બની ગયું છે. વિસ્ફોટની આ કાર્યવાહી નેપાળના સિંધુપાલચોક જિલ્લાના જુરેમાં કરવામાં આવી. આ સ્થળ કાઠમંડુના ઉત્તરમાં બિહાર-નેપાળ સરહદથી નજીક 260 કિલોમીટરના અંતર પર આવેલું છે.

flood
ચોધરીએ જણાવ્યું કે 'વિસ્ફોટ બાદ નદીનું જળસ્તર વધવાનું શરૂ થઇ ગયું જેનો પ્રવાહ છેક બિહાર સુધી પહોંચી ગયો. અમે ઘણા સ્થળો પર કોસી નદીના જળસ્તર વધવાની વાત કરી છે.' મંત્રીએ જણાવ્યું કે ભોટે કોસીમાં જળપ્રવાહમાં આવેલી રૂકાવટને દુર કરવા માટે જુરેમાં હજી પણ ગતિવિધિયો જારી છે અને કોસીના જળસ્તરમાં વધારો થવાની સંભાવના છે.

ચોધરીએ જણાવ્યું 'અમારી સૂચના અનુસાર, ભોટે કોસીમાં લગભગ એક કિલોમીટર સુધી અવરોધ ઉત્પન્ન થઇ ગયું છે અને નદીના આ અવરોધને હટાવવું એક મુશ્કેલ કામ છે. નેપાળમાં અધિકારીઓનું અમારૂ દળ સ્થિતિ પર નજર રાખી રહ્યું છે.'

અત્રે નોંધનીય છે કે નેપાળમાં શુક્રવારે ભેખડ ધસવાના કારણે પહાડનો મોટો ભાગ નદીમાં પડ્યો હતો જેના કારણે નદીનું પ્રવા રોકાઇ ગયું હતું, અને લગભગ 25 ક્યૂસેક પાણી જમા થઇ ગયું હતું.

English summary
The Bihar government sounded a flood alert in eight districts and launched a massive evacuation in anticipation of the Kosi breaching its banks, hours after a landslide in Nepal blocked the course of the river.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X