For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

576 ભ્રષ્ટ અધિકારીઓને સસ્પેંડ કરશે નીતિશ કુમાર

|
Google Oneindia Gujarati News

પટના, 16 જાન્યુઆરી: બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે ભ્રષ્ટાચાર વિરૂદ્ધ તપાસને વધુ ઝડપી બનાવવા માટે દેખરેખ ટીમને સીબીઆઇની જેમ મજબૂત બનાવવા પર દબાણ કરવામાં આવ્યું છે.

મુખ્યમંત્રી સચિવાલયમાં ભ્રષ્ટાચાર સંબંધિત બુધવારે એક ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક દરમિયાન વિભાગોના હેડ, જિલ્લાધિકારીઓ અને પોલીસ સુપ્રિટેન્ડેટોને નીતિશ કુમારે ભ્રષ્ટ પદાધિકારીઓ પર વિભાગીય કાર્યવાહી કરવાનો આને તેમને બે મહિનામાં સસ્પેંડ કરવાનો આદેશ આપ્યો છે.

નીતિશ કુમારે આમ આદમી પાર્ટી દ્વારા ભ્રષ્ટાચાર વિરૂદ્ધ શરૂ કરવામાં આવેલી લડાઇથી પ્રભાવિત થયાની મનાઇ કરતાં ગત સોમવારે કહ્યું હતું કે તેમની સરકારે ભ્રષ્ટાચાર વિરૂદ્ધ કેસમાં તેમની ટૉલરેંસ નીતિ અપનાવી છે તથા શરૂઆતથી જ ભ્રષ્ટાચાર વિરૂદ્ધ નિર્ણાયક યુદ્ધ છેડ્યું છે. બેઠક બાદ મુખ્ય સચિવ અશોક કુમાર સિંહાએ પત્રકારોને સંબોધિત કરતાં જણાવ્યું હતું કે બે મહિનાની અંદર ત્રણસો થી વધુ ભ્રષ્ટ પદાધિકારીઓ તથા ઓફિસરો ભ્રષ્ટાચારના કેસમાં સસ્પેંડ થશે, ત્યારે જનતામાં એક સંદેશ જશે. આ ભ્રષ્ટ લોકોના મનમાં દર પેદા થશે. તેમને કહ્યું હતું કે 576 ભ્રષ્ટ અધિકારીઓ તથા કર્મચારીઓ પર સસ્પેંસનની તલવાર લટકી રહી છે.

અશોક કુમાર સિંહાએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રીએ નિર્દેશ કર્યો છે કે જો ટ્રેપના કેસમાં પકડાયેલા ભ્રષ્ટ અધિકારી કોર્ટથી છુટી જાય છે તો ફરીથી વિભાગીય હેડ સસ્પેંડ કરે તથા મિસ કંડક્ટના મુદ્દે તાર્કિક પરિણતિ સુધી પહોંચાડતાં આવા લોકસેવકોને સસ્પેંડ કરે. કોઇપણ પ્રકારની પ્રક્રિયાત્મક ખામી ન રહે.

nitish-kumar

બેઠકમાં દરમિયાન મુખ્યમંત્રીએ નિર્દેશ કર્યો હતો કે બિહારમાં વિજિલેન્સ સિસ્ટમને સીબીઆઇની જેમ મજબૂત કરવામાં આવશે જેના માટે નિવૃત પદાધિકારી પાસેથી સેવા લેવામાં આવશે. તેમને મુખ્ય સચિવને સૂચના આપી છે કે દર અઠવાડિયે ભ્રષ્ટાચાર તથા ટ્રેપના કેસમાં વિભાગીય કાર્યવાહીઓનું મોનીટરીંગ કરે. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે વિભાગીય અને આપરાધિક કાર્યવાહી એક સાથે ચાલી શકે છે તેમાં કોઇપણ પ્રકારની અડચણ નથી. મુખ્યમંત્રીએ સૂચના આપી છે કે બધા વિભાગોમાં એક વિજિલેન્સ પદાધિકારી નોટિફાઈડ થશે તથા જિલ્લામાં એક સિવિલ સેવાના પદાધિકારી તથા એક પોલીસ સેવાના પદાધિકારી વિજિલેન્સ પદાધિકારીના રૂપમાં નોટિફાઈડ થશે જે દેખરેખ વિભાગના નેતૃત્વમાં કામ કરશે.

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે ભ્રષ્ટાચારને ખતમ કરવા માટે વહીવટી તથા પ્રક્રિયાત્મક જે પણ સુધારા થઇ શકે છે તેને અમે કરીશું. આર્થિક અપરાધ કરનાર દલાલો તથા વચોટિયાઓનેના સંગઠિત ગુનાના વિરોધમાં આર્થિક અપરાધ એકમ કાર્યવાહી કરી રહી છે. ભ્રષ્ટ આચરણથી કાળા નાણાં એકત્રિત કરનારાઓની સંપત્તિ જપ્ત થઇ રહી છે. મુખ્ય સચિવે જણાવ્યું હતું કે મુખ્યમંત્રીએ બેઠકમાં કહ્યું હતું કે બિહાર એવું રાજ્ય છે જ્યાં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમમાં ફેરફાર કરી વિશેષ કોર્ટના ગઠનની સાથે-સાથે ભ્રષ્ટાચારના કેસમાં તત્વરિત સંશોધન તથા વિચરણની વ્યવસ્થાને સ્થાપિત કરવામાં આવી છે. કેટલાક ભ્રષ્ટ સેવકોની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે અને તેમના દ્વારા ભ્રષ્ટ રીતે બનાવવામાં આવેલા ભવનો નિશક્ત બાળજો માટે વિદ્યાલય શરૂ કરવામાં આવશે.

English summary
Sending out a tough message against corruption, Bihar Chief Minister Nitish Kumar on Wednesday ordered dismissal of corrupt officers from service within two months, officials said.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X