બિહારમાં હિન્દૂ બન્યા તાલિબાની, દલિત યુવાન સાથે કર્યું અમાનવીય કૃત્ય
Bihar Dalit Video: દલિતો પર અત્યાચારના અનેક કિસ્સાઓ સાંભળ્યા કે વાંચ્યા હશે, પરંતુ બિહારથી જે ઘટના સામે આવી રહી છે તે જાણી તમારી પણ આંખો ફાટી જશે. માણસાઇને શરમાવે તેવો કિસ્સો બિહારમાં બન્યો છે.
ભારત આઝાદ થયાને 75 વર્ષ થઇ ગયાં, પરંતુ દેશના દલિતો હજૂ સુધી આઝાદ થયા નથી. તેમને દિવસેને દિવસે દબાવવામાં આવે છે, ધમકાવવામાં આવે છે, સ્વતંત્રતાથી હરવા-ફરવા દેવામાં આવતા નથી, કૃષ્ણ અને રામના ભારત માટે શરમજનક બાબત છે. દેશ પરનું આ કલંક એનડીએ સરકાર પણ ભૂંસી શકી નથી.
બિહારમાં તાલિબાનનું શાસન હોય તેવી ઘટનાઓ સતત સામે આવી રહી છે. બિહારમાં ગરીબી અને જાતિવાદે માઝા મુકી છે. હાલ બિહારમાં એનડીએનું સાશન છે. જેમાં દલિતોની હાલત બદતર થઈ રહી છે. દલિતો પર અત્યાચારની ઘટનાઓ સતત સામે આવી રહી છે.
આવામાં આવી ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં બિહારમાં એક દલિત યુવકની ગુદામાં લાલ મરચાનો પાવડ નાંખતા કેટલાક લોકો જોવા મળી રહ્યા છે. આ ઘટનાનો વીડિયો રાષ્ટ્રીય જનતા દળના નેતા અને બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે શેર કર્યો છે.
આ વીડિયોમાં યુવકના હાથ દોરી વડે બાંધ્યા હોવાનું જોઈ શકાય છે. જેને બે શખ્સોએ પડકી તેની પેન્ટ નીચે ઉતારી નાંખવામાં આવ્યું છે. જે બાદ એક શખ્સ તેના પાછળના ભાગમાં લાલ મરચાનો પાવડર નાંખી રહ્યો છે. એટલાથી તેને સંતોષ ન મળતો હોય તેમ આ શખ્સ પેન વડે લાલ મરચાનો પાવડર તેની ગુદાના અંદરના ભાગમાં નાંખી તેને અસહ્ય વેદના આપતો જોવા મળે છે.

આ અમાનવીય કૃત્યનો વીડિયો અમે તમને દર્શાવી શકતા નથી. એ તમને વિચલીત કરી શકે છે, જે કારણે વીડિયો શેર કર્યો નથી, પણ તમે આ વીડિયો તેજસ્વી યાદવના X હેન્ડલ પર જોઈ શકો છો.
બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે આ વીડિયો શેર કરતા કેપ્શનમાં લખ્યું હતું કે, બિહારમાં તાલિબાનનું શાસન! બિહારમાં ભાજપ/એનડીએ ખુશીથી સત્તામાં છે એટલે જાતિવાદી ગોડી મીડિયા ચૂપ છે. અમે અને અમારી પાર્ટી દલિતો, પછાત વર્ગો અને લઘુમતીઓના અધિકારો અને હિસ્સાની વાત કરીએ છીએ, તેથી જ જાતિવાદીઓ અમારા શાસનને હંમેશા જંગલરાજ તરીકે જુએ છે.
જોકે, મુખ્ય મીડિયા અને દિગ્ગજ નેતાઓ આ અંગે મૌન છે. જે જાતિવાદ અંગે તેમની મૂક સહમતિ દર્શાવે છે. હવે સવાલ એ છે કે, આ વીડિયો બિહારના કયા વિસ્તારનો છે? અને આ અમાનવીય કૃત્ય કરતા આરોપીઓ કોણ છે? તેમની પાછળ કયા મોટા માથાઓનો હાથ છે એ જાણવું રહ્યું.
ઉલ્લેખનીય છે કે, ભારતમાં ઘણા લોકો હિન્દુ રાષ્ટ્રની માંગ કરતા રહે છે. તો હિન્દુ રાષ્ટ્રામાં દલિતોની હાલત આવી થશે કે કેમ એ મોટો સવાલ છે. હાલની સરકાર ધીરે ધીરે સુધારા કરીને આરક્ષણ ખતમ કરવાની યોજના બનાવી રહી હોવાની ચર્ચા પણ થતી રહે છે.
આવામાં આ દેશમાં દલિતોની હાલત અને જાતિવાદની ઘટનાઓ સતત વધી રહી હોવાના કારણે હિન્દુની તો ખબર નહીં પણ દલિત ચોક્કસથી અસુરક્ષિત છે. આવી ઘટનાઓમાં પોલીસ કેસ થતા નથી, જો થાય છે તો ડરાવી ધમકાવીને કેસ પાછા ખેંચાવી લેવામાં આવે છે. જો કોઈ કેસ કોર્ટ સુધી પહોંચે છે તો આરોપીઓ પુરાવાના અભાવે છુટી જાય છે.
દલિતો ન્યાયની આશા કોની પાસે રાખે કોલેજિયમ પદ્ધતિ બેઠેલા જજો પાસે? ઉચ્ચ જાતિના બહુમતિવાળી સરકાર પાસે કે દબાયેલી કુચળાયેલી પોલીસ પાસે? માનવ અધિકારની વાતો થાય છે, પણ જમીની હકીકત તો એ છે કે, દલિતોની હાલત પશુ કરતા પણ વધુ બદતર છે.
હાલની સરકાર પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફધાનિસ્તાના લધુમતિઓની ચિંતા કરે છે, અને તેમને નાગરીકતા સુધારા કાનુન(CAA) મારફતે તેમને ભારતની નાગરીકતા આપી રહ્યા છે. તો દેશમાં રહેતા દલિતોની ચિંતા ક્યારે કરશે? સરકાર કે તંત્ર આજદીન સુધી જાતિવાદ સામે કોઈ નક્કર પગલા લીધા નથી, માત્ર જાતિવાદના નામે રાજનિતિ જ કરી હોય તેવું આવી ઘટનાઓ પરથી જણાય છે.
વર્ષ 2021માં અનુસૂચિત જાતિ (SC) વિરુદ્ધના ગુનાના 50,900 કેસ નોંધાયા હતા, જે 2020 (50,291 કેસો) કરતા 1.2 ટકા વધુ છે. ગુનાનો દર ખાસ કરીને મધ્ય પ્રદેશ (113.4 લાખની SC વસ્તીમાં 63.6 પ્રતિ લાખ) અને રાજસ્થાન (112.2 લાખની SC વસ્તીમાં 61.6 પ્રતિ લાખ)માં ઊંચો હતો.
આ આંકડા દર્શાવે છે કે, વર્ષ 2021માં ભારતમાં દર કલાકે 5.81 એટલે કે લગભગ 6 દલિતો પર અત્યાચારના કેસ નોંધાયા હતા. જો 2020ની વાત કરવામાં આવે તો 5.74 એટલે કે દર કલાકે લગભગ 6 દલિત પર અત્યાચારનો કેસ નોંધવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોનો ક્રાઈમ ઈન ઈન્ડિયા રિપોર્ટ 2022 રિપોર્ટ અનુસાર, 2022માં દલિત પર અત્યાચારના 57,582 કેસ નોંધાયા હતા. જે વર્ષ 2021 કરતા 13.1 ટકા વધારે છે.












Click it and Unblock the Notifications
