નાયબ મુખ્યમંત્રીએ કરી Ind Vs Pakની મેચ રદ્દ કરવાની માગ

જમ્મુ -કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા બિહારના પ્રવાસી મજૂરોની ઘાતકી હત્યાને લઈને દેશભરમાં ખળભળાટ મચી ગયો છે. આતંકવાદી હુમલાના ડરથી ઘણા પરપ્રાંતિય મજૂરો હવે સ્થળાંતર કરી રહ્યા છે, હવે તેઓ ક્યારેય કાશ્મીર જવા માંગતા નથી.

પટના : જમ્મુ -કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા બિહારના પ્રવાસી મજૂરોની ઘાતકી હત્યાને લઈને દેશભરમાં ખળભળાટ મચી ગયો છે. આતંકવાદી હુમલાના ડરથી ઘણા પરપ્રાંતિય મજૂરો હવે સ્થળાંતર કરી રહ્યા છે, હવે તેઓ ક્યારેય કાશ્મીર જવા માંગતા નથી. આ દરમિયાન પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે ટી 20 વર્લ્ડ કપમાં 24 ઓક્ટોબરના રોજ યોજાનારી ભારત-પાકિસ્તાન મેચ રદ્દ કરવાની માગ ઉગ્ર બની છે. બિહારના નાયબ મુખ્યપ્રધાન તારકિશોર પ્રસાદે પણ આ માગને સમર્થન આપ્યું છે.

India Pakistan match

બિહારના નાયબ મુખ્યમંત્રી તારકિશોર પ્રસાદે મેચ રદ્દ કરવાની માગ કરી

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનમાંથી સરહદ પાર કરીને ભારતમાં ઘૂસેલા આતંકવાદીઓએ ઘણા નાગરિકો અને મજૂરોની હત્યા કરી હતી. ઘાટીમાં આતંકવાદી પ્રવૃત્તિઓસતત વધી રહી છે. રવિવારના રોજ આતંકવાદીઓએ બે પ્રવાસી મજૂરોની ગોળી મારીને હત્યા કરી હતી. જ્યારે એક મજૂરને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં દાખલકરવામાં આવ્યો હતો.

આતંકવાદીઓના આ કૃત્ય બાદ હવે દેશ પાકિસ્તાન પ્રત્યે ગુસ્સે થઈ રહ્યો છે. તેની અસર હવે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ પર જોઈશકાય છે. કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ બાદ બિહારના નાયબ મુખ્યમંત્રી તારકિશોર પ્રસાદે પણ મેચ રદ્દ કરવાની માગ કરી છે.

ભારતે પાકિસ્તાનને મજબૂત સંદેશ આપવા માટે યોગ્ય પગલા લેવા જોઈએ

ભારતે પાકિસ્તાનને મજબૂત સંદેશ આપવા માટે યોગ્ય પગલા લેવા જોઈએ

તારકિશોર પ્રસાદે જણાવ્યું કે, 'મને લાગે છે કે આવી વસ્તુઓ (આગામી આઈસીસી ટી 20 વર્લ્ડ કપમાં ભારત વિ પાકિસ્તાન મેચ) બંધ થવી જોઈએ. જેથી પાકિસ્તાનનેસંદેશ મળે કે જો તેઓ આતંકવાદને સમર્થન આપતા રહેશે, તો ભારત કોઈ પણ બાબતમાં તેમની સાથે ઉભા રહેશે નહીં. જમ્મુ-કાશ્મીરમાં અન્ય રાજ્યોના લોકો માર્યારહ્યા છે, તે દુઃખદ છે. ભારતે પાકિસ્તાનને મજબૂત સંદેશ આપવા માટે યોગ્ય પગલા લેવા જોઈએ.

મેચને આ રીતે રદ્દ કરી શકાતી નથી, તે ICC ની પ્રતિબદ્ધતા છે

મેચને આ રીતે રદ્દ કરી શકાતી નથી, તે ICC ની પ્રતિબદ્ધતા છે

ઉલ્લેખનીય છે કે, લાંબા સમય બાદ ભારતીય ક્રિકેટ ટીમ 24 ઓક્ટોબરે પાકિસ્તાન ક્રિકેટ ટીમનો સામનો કરવા જઈ રહી છે. મેચ રદ્દ કરવાની માંગ પર રાજીવ શુક્લાએકહ્યું છે કે જમ્મુ કાશ્મીરમાં જે પણ ઘટનાઓ બની છે, તે નિંદનીય છે, પરંતુ મેચને આ રીતે રદ્દ કરી શકાતી નથી, તે ICC ની પ્રતિબદ્ધતા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X