Bihar Election 2025 Exit Poll: બિહાર ચૂંટણીના એક્ઝિટ પોલમાં કોને કેટલી બેઠક મળી? જાણો કોની બનશે સરકાર?
Bihar Election 2025 Exit Poll: બિહારમાં સત્તાની લડાઈ તેના અંતિમ તબક્કે, બંને તબક્કામાં રેકોર્ડબ્રેક મતદાન બાદ એક્ઝિટ પોલના વલણોમાં NDAને નજીવી સરસાઈ, 14 નવેમ્બરની મતગણતરી પર સૌની નજર.

બિહાર વિધાનસભા ચૂંટણી 2025ની સત્તાની લડાઈ હવે તેના નિર્ણાયક મોડ પર પહોંચી ગઈ છે. બે તબક્કામાં થયેલા મતદાનમાં આ વખતે રાજ્યના ઇતિહાસમાં વોટિંગનો નવો રેકોર્ડ બન્યો છે. યુવાનોથી લઈને મહિલા મતદારો સુધીનો જોશ સ્પષ્ટ દેખાયો, જેના કારણે પ્રથમ તબક્કામાં 64.66% અને બીજા તબક્કામાં 67.14% મતદાન નોંધાયું.
રેકોર્ડબ્રેક મતદાન બાદ જાહેર થયેલા એક્ઝિટ પોલના વલણોમાં NDA ગઠબંધનને સામાન્ય બઢત મળતી દેખાઈ રહી છે, જ્યારે મહાગઠબંધન પાછળ રહેતું નજર આવ્યું છે. જોકે, મોટાભાગના એક્ઝિટ પોલમાં ભાજપ (BJP)ને ગઠબંધનમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવવાનો અંદાજ છે.
વિવિધ એજન્સીઓ દ્વારા એક્ઝિટ પોલના અનુમાન
બિહાર વિધાનસભા ચૂંટણી 2025 માટે વિવિધ એજન્સીઓ દ્વારા જાહેર કરાયેલા એક્ઝિટ પોલના મુખ્ય અનુમાનો નીચે મુજબ છે.
એજન્સી | NDA (ભાજપ+JDU) | મહાગઠબંધન (RJD+કોંગ્રેસ)
મેટ્રિક્સ IANS સર્વે | 147 થી 167 | 70 થી 90
પોલ ડાયરી | 168 થી 184 | 24 થી 35
દૈનિક ભાસ્કર | 131 થી 150 | 63 થી 78
ચાણક્ય સ્ટ્રેટેજીઝ | 130 થી 138 | 100 થી 108
પોલસ્ટ્રેટ | 123 થી 132 | 74 થી 85
TIF રિસર્ચ | 128 થી 142 | 70 થી 86
(નોંધ: 243 બેઠકોની વિધાનસભામાં બહુમત માટે 122 બેઠકોની જરૂર છે.)
કોણ બનશે સૌથી મોટી પાર્ટી?
મોટાભાગના એક્ઝિટ પોલના વલણોમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ને બિહારમાં સૌથી વધુ બેઠકો જીતવાનો અંદાજ છે. જો આ અનુમાનો પરિણામમાં બદલાય છે, તો BJP રાજ્યમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવશે.
એજન્સી | BJP (અનુમાનિત બેઠક) | JDU (અનુમાનિત બેઠક) | RJD (અનુમાનિત બેઠક)
દૈનિક ભાસ્કર | 72 થી 82 | 59 થી 68 | 51 થી 63
મેટ્રિક્સ IANS | 65 થી 73 | 67 થી 75,53 થી 58
ચાણક્ય સ્ટેટિસ્ટિક્સ | 70 થી 75 | 52 થી 57 | 75 થી 80
TIF રિસર્ચ | 64 થી 71 | 64 થી 71 | 61 થી 73
પોલસ્ટ્રેટ | 68 થી 72 | 55 થી 60 | 65 થી 72
પોલ ડાયરી | 87 થી 95 | 81 થી 89 | 20 થી 27
નોંધ: માત્ર ચાણક્ય સ્ટેટિસ્ટિક્સમાં RJD સૌથી મોટી પાર્ટી બને તેવો અંદાજ છે, જ્યારે અન્ય મોટાભાગના સર્વે BJPને સૌથી આગળ રાખે છે.
મહિલા મતદારોની ભૂમિકા
આ ચૂંટણીમાં મહિલા મતદારોનો ઉત્સાહ ખાસ ચર્ચાનો વિષય રહ્યો છે. ઘણી બેઠકો પર મહિલાઓની વોટિંગ દર પુરુષો કરતાં વધુ નોંધાઈ છે, જે દર્શાવે છે કે મહિલા વોટરો આ વખતે બિહારની રાજનીતિમાં નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે.
બંને તબક્કામાં રેકોર્ડબ્રેક મતદાન એ વાતનો સંકેત છે કે જનતા વર્તમાન નેતૃત્વ અને સંભવિત પરિવર્તનને લઈને ઉત્સાહિત છે. હવે સમગ્ર દેશની નજર 14 નવેમ્બરના રોજ થનારી મતગણતરી પર છે, જ્યારે બિહારના CM પદનો તાજ કોના શિરે સજાય છે, તે સ્પષ્ટ થશે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
