Bihar Election 2025 : NDA ની મોટી જીત પાછળનું બ્રહ્માસ્ત્ર શું છે? જાણો ભાજપ-JDU ને આટલી બધી બેઠકો કેમ?
Bihar Election 2025 : બિહાર વિધાનસભા ચૂંટણી 2025 ના પરિણામોએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે મહિલા મતદારોનું સમર્થન હવે ભારતીય રાજકારણમાં એક બ્રહ્માસ્ત્ર બની ગયું છે.
પ્રારંભિક વલણો અને ચૂંટણી પંચના ડેટા અનુસાર, NDA ગઠબંધનને સ્પષ્ટ બહુમતી મળી રહી છે અને તે બે તૃતીયાંશ બહુમતી તરફ આગળ વધી રહ્યું છે.

આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP) 85 બેઠકો પર આગળ ચાલીને સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે, જ્યારે નીતીશ કુમારની જનતા દળ (યુનાઇટેડ) [JDU] 76 બેઠકો સાથે બીજા સ્થાને છે. જો કે, આ અંતિમ આંકડા નથી અને સત્તાવાર જાહેરાત હજુ બાકી છે.
એક તરફ જ્યાં NDA જંગી જીત તરફ છે ત્યાં મહાગઠબંધનની મુખ્ય પાર્ટી રાષ્ટ્રીય જનતા દળ (RJD) ને મોટો ફટકો પડ્યો છે. 2020 ની ચૂંટણીમાં 75 બેઠકો મેળવનાર RJD આ વખતે ઘટીને માત્ર 35 બેઠકો પર સિમિત થઈ ગઈ છે. કોંગ્રેસને માત્ર 5 બેઠકો મળી છે. પ્રશાંત કિશોરની જન સુરાજ પાર્ટી પણ પોતાનું ખાતું ખોલાવી શકી નથી.
રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે NDA ની આ પ્રભાવશાળી જીત પાછળનું સૌથી મોટું પરિબળ મહિલા મતદારો છે. આ પરિણામોએ ફરી એકવાર એ વાતને ચર્ચામાં લાવી દીધી છે કે સરકારી કલ્યાણકારી યોજનાઓ જે ખાસ કરીને મહિલાઓને લક્ષ્ય બનાવે છે અને તે સત્તા વિરોધી લહેર (Anti-Incumbency) ને પણ પલટાવી દેવાની ક્ષમતા ધરાવે છે.
મધ્યપ્રદેશમાં લાડલી બહના, મહારાષ્ટ્રમાં લાડકી બહીન અને બિહારમાં જીવિકા દીદી જેવી યોજનાઓએ મહિલાઓના બેંક ખાતામાં સીધો નાણાકીય લાભ પહોંચાડીને એક મજબૂત વોટ બેંક બનાવવામાં સફળતા મેળવી છે.
નિષ્ણાતો માને છે કે ચૂંટણી પહેલા મહિલાઓના ખાતામાં જમા થયેલી રકમની સીધી અસર મતદાન પર જોવા મળી છે. આ જ કારણ છે કે વિપક્ષના એકતરફી જીતના સપનાઓ ચકનાચૂર થઈ ગયા છે.
આ ચૂંટણી પરિણામો સ્પષ્ટપણે દર્શાવે છે કે કલ્યાણકારી યોજનાઓ અને ખાસ કરીને મહિલા સશક્તિકરણ પર કેન્દ્રિત વ્યૂહરચનાએ NDA ગઠબંધન માટે નિર્ણાયક ભૂમિકા ભજવી છે.












Click it and Unblock the Notifications
