For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Bihar Election Result 2020: રાહુલ ગાંધીએ જ્યાં-જ્યાં રેલીઓ કરી ત્યાં કોંગ્રેસ ફ્લૉપ

Bihar Election Result 2020: રાહુલ ગાંધીએ જ્યાં-જ્યાં રેલીઓ કરી ત્યાં કોંગ્રેસ ફ્લૉપ

|
Google Oneindia Gujarati News

પટનાઃ બિહાર વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી ચાલી રહી છે. એક્ઝિટ પોલના અનુમાનોને કોટા સાબિત કરતાં એનડીએ ફરીથી સત્તા હાંસલ કરવાની નજીક છે. આરજેડીના નેતૃત્વવાળું ગઠબંધન બીજા નંબરે પર જોવા મળી રહ્યું છે. એવામાં કેટલાય સવાલો ઉઠવા લાગ્યા છે. સવાલ એવો કે શું તેજસ્વી યાદવે સીટ વહેંચણીને લઈને ભૂલ કરી? શું કોંગ્રેસને તેની તાકાતથી વધુ સીટ આપી દીધી? આરજેડીએ ખુદ 144 સીટ પર ચૂંટણી લડી છે અને કોંગ્રેસને 70 સીટ આપી દીધી છે. વામ દળોમાં સીપીએમને ચાર સીટ આપવામાં આવી, સીપીઆઈને છ અને સીપીઆઈ (એમએલ)ને 19 સીટ મળી હતી.

rahul gandhi

કોંગ્રેસ સિવાય તમામ દળોનું પરપોર્મન્સ સારું રહ્યું જ્યારે કોંગ્રેસ તરફતી પાર્ટીના સ્ટાર પ્રચારક રાહુલ ગાંધીએ રેલીઓ પણ કરી. જે આંકડાઓ સામે આવી રહ્યા ચે તે મુજબ સ્પષ્ટ થઈ ગયું કે 52 સીટને પ્રભાવિત કરતી જે આઠ જગ્યાએ રાહુલ ગાંધીએ રેલી કરી હતી ત્યાં મહાગઠબંધનની ખરાબ હાલત થઈ છે. આ 52 સીટોમાંથી 42 સીટ મહાગઠબંધન હારી રહી છે અને માત્ર 10 સીટ પર જીત નોંધાવી શકે છે. એવામાં કહેવાઈ રહ્યું છે કે આ વખતે પણ બિહારમાં રાહુલ ગાંધી પ્રભાવહીન સાબિત થયા છે.

જણાવી દઈએ કે બિહાર વિધાનસભા ચૂંટણી 2020માં કોંગ્રેસ નેતાઓની દિલ્હીની પૂરી ટીમે રાજ્યસભરનો પ્રવાસ કર્યો હતો અને પાર્ટી નેતાઓએ આ ચૂંટણીમાં 59 સભાઓ કરી હતી. જેમાંથી રાહુલ ગાંધીએ હરેક ચરણમાં બે અને ત્રણ ચરણમાં ચાર એટલે કે કુલ આઠ સભાઓ કરી હતી. રાહુલ ગાંધીએ પહેલા તબક્કામાં હિસુઆ અે કહલગાંવમાં સભાઓ કરી અને તે બાદ તેમણે કુશેશ્વરસ્થાન અને વાલ્મીકિનગર તથા ત્રીજા ચરણમાં કોઢા, કિશનગંજ, બિહારીગંજ અને અરરિયામાં સભાઓને સંબોધિત કરી હતી.

વિશ્લેષકોનું માનવું છે કે જો તેજસ્વી યાદવે કોંગ્રેસની માંગ મુજબ સીટ ના આપી હોત તો કદાચ પરિણામ કંઈક અલગ થઈ શક્યું હોત. જનતા દળ યૂનાઈટેડના પૂર્વ નેતા પવન વર્માએ કહ્યું કે કોંગ્રેસને મહત્તમ 48 સીટ આપવા પર સહમતિ બની હતી, પરંતુ ત્યારે રાજનૈતિક પહોંચના દમ પર તેમને વધુ સીટ મળી. છતાં આપણે જોઈ શકીએ છીએ કે કોંગ્રેસ તરફતી કેવું પ્રદર્શન થયું છે.

Bihar Election Result 2020: કેવટી સીટ પર BJPના મુરારી મોહન જીત્યા, રાજદના અબ્દુલ બારી હાર્યાBihar Election Result 2020: કેવટી સીટ પર BJPના મુરારી મોહન જીત્યા, રાજદના અબ્દુલ બારી હાર્યા

English summary
Bihar Election Result 2020: Congress flops wherever Rahul Gandhi did rallies
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X