For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Bihar Election result 2020: મોડી સાંજ સુધી ચાલશે મતગણતરી, 20% કાઉન્ટીંગ થયુઃ EC

બિહાર વિધાનસભા ચૂંટણીમાં ચાલી રહેલ ગણતરીનુ કામ મોડી સાંજ સુધી ચાલવાના અણસાર છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ બિહાર વિધાનસભા ચૂંટણીમાં ચાલી રહેલ ગણતરીનુ કામ મોડી સાંજ સુધી ચાલવાના અણસાર છે. ચૂંટણી પંચે થોડી વાર પહેલા જણાવ્યુ છે તે મુજબ અત્યાર સુધી માત્ર 20 ટકા મતોની જ ગણતરી થઈ છે. તમને જણાવી દઈએ કે પંચનુ કહેવુ છે કે રાજ્યમાં અમુક વિધાનસભા ક્ષેત્ર એવા છે જ્યાં ઓછા પોલિંગ સ્ટેશન છે ત્યાં આ વખતે 24-25 રાઉન્ડમાં મતગણતરી થવાની છે. પરંતુ અમુક વિધાનસભા વિસ્તાર એવા છે જ્યાં 50થી 51 રાઉન્ડમાં કાઉન્ટીંગ પૂરુ થશે. બિહારના મુખ્ય ચૂંટણી અધિકારી એચઆર શ્રીનિવાસે કહ્યુ કે આમતો સરેરાશ પ્રત્યેક વિધાનસભા વિસ્તારમાં 30થી 35 રાઉન્ડમાં કાઉન્ટિંગ થવાનુ છે.

ecc

તમને જણાવી દઈએ કે બિહારમાં અત્યાર સુધી 243 સીટોમાંથી કોઈ પણ વિધાનસભા સીટના પરિણામો ઘોષિત કરવામાં આવ્યા નથી અને માત્ર રૂઝાન જ સામે છે. તે મુજબ ભાજપ આ વખતે બિહારના ઈતિહાસમાં પહેલી વાર સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી રહ્યુ છે. જો કે 2010ની ચૂંટણીમાં તેની પાસે વધુ સીટો હતી પરંતુ ત્યારે જદયુ સૌથી મોટી પાર્ટી બની હતી. ચૂંટણી પંચના લેટેસ્ટ રૂઝાનો મુજબ ભાજપના ઉમેદવાર અત્યારે 74 સીટો પર આગળ છે જ્યારે 67 સીટો પર રાજદના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે.

જેડીયુના ઉમેદવાર 47, કોંગ્રેસના 21, સીપીઆઈ(માલે)ના 13 સીટો પર આગળ છે. વળી, લોજપાના ઉમેદવાર માત્ર 1 અને વીઆઈપીના 4 સીટો પર આગળ છે. એઆઈએમઆઈએમના ઉમેદવાર પણ રુઝાનોમાં 3 સીટો પર આગળ છે. અત્યારના અનુમાનો મુજબ રાજદને 23 ટકા, ભાજપને 19.6 ટકા, જદયુને 15.6 ટકા, લોજપાને 5.97 ટકા અને કોગ્રેસને 9.16 ટકા મત મળતા દેખાઈ રહ્યા છે. બિહારમાં ત્રણ તબક્કામાં વોટિંગ થયુ. 29 નવેમ્બર સુધી બિહાર વિધાનસભાની રચના કરી લેવાની છે.

પ્રજામાં કોંગ્રેસ ખલાસ થઈ ગઈ, આ તો ટ્રેલર છેઃ વિજય રૂપાણીપ્રજામાં કોંગ્રેસ ખલાસ થઈ ગઈ, આ તો ટ્રેલર છેઃ વિજય રૂપાણી

English summary
Bihar Election result 2020: Counting will run till late evening,only 20 per cent so far:EC
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X