For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Bihar Election Results 2020: બિહારમાં નીતિશની વાપસી થશે કે તેજસ્વી રાજ, જાણો 10 વાતો

Bihar Election Results 2020: બિહારમાં નીતિશની વાપસી થશે કે તેજસ્વી રાજ, જાણો 10 વાતો

|
Google Oneindia Gujarati News

બિહારમાં નીતિશ કુમારની આગેવાની વાળા એનડીએ વાપસી કરવામાં સફળ થયો તો કાં તો તેજસ્વી યાદવના નેતૃત્વમાં મહાગઠબંધન બાજી પલટવામાં સફળ થાય છે, બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં આ અસમંજસની સ્થિતિ આજે ખતમ થઈ જશે. એક્ઝિટ પોલમાં તો બિહારમાં મહાગઠબંધનના નેતૃત્વવાળી સરકાર બનતી હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. બિહાર ઉપરાંત રાજ્યની કેટલીય સીટો પર પેટાચૂંટણીના પરિણામ પણ આજે જ આવશે. 9 વાગ્યેથી ઈવીએમના આંકડાઓ જાહેર થવા શરૂ થઈ જશે.

bihar assembly elections 2020

ચૂંટણી સાથે જોડાયેલી 10 મહત્વની વાતો

  • બિહારની 243 વિધાનસભા સીટો માટે ત્રણ તબક્કામાં મતદાન થયું હતું. પહેલા તબક્કા અંતર્ગત 28 ઓક્ટોબર, બીજા તબક્કા અંતર્ગત 3 નવેમ્બર અને ત્રીજા તબક્કામાં 7 નવેમ્બરે ચૂંટણી થઈ હતી.
  • પહેલા તબક્કામાં 16 જિલ્લાની 71 સીટ, બીજા તબક્કામાં 17 જિલ્લાની 94 સીટ અને ત્રીજા તબક્કામાં 15 જિલ્લાની 78 સીટ પર વોટિંગ થયું હતું.
  • બિહાર વિધાનસભા ચૂંટણીમાં એનડીએ અને કોંગ્રેસ, આરજેડી અને વામપંથી દળોના મહાગઠબંધન વચ્ચે આકરો મુકાબલો છે. ભાજપ અને જનતા દળ અને કેટલીક નાની પાર્ટીવાળા એનડીએએ નીતિશ કુમારને સીએમ પદનો ચહેરો ઘોષિત કર્યા છે. બીજી તરફ મહાગઠબંધને પૂર્વ ઉપ મુખ્યમંત્રી તેજસ્વી યાદવને સીએમના રૂપમાં રજૂ કર્યા છે.
  • પૉલ ઑફ એક્ઝિટ પોલમાં મહાગઠબંધનને સૌથી વધુ 126 સીટ મળી રહી ચે. જ્યારે એનડીએને 100, એલજેપીને 6 અને અન્યોને 11 સીટ મળી શકે છે.
  • ચૂંટણીમાં નીતિશ કુમારે મહાગઠબંધનના આકરા પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. એન્ટી ઈનકમબેંસી ફેક્ટર ઉપરાંત પ્રવાસી મજૂરોએ પલાયન દરમ્યાન મિસમેનેજમેન્ટ, કોરોનાનો સામનો કરવામાં નાકામી અને ભ્રષ્ટાચારના મુદ્દે વિપક્ષ હાલની સરકાર પર નિશાન સાધી રહ્યું છે.
  • બિહાર વિધાનસભા ચૂંટણીમાં અપરાધિક પૃષ્ઠભૂમિના 1100થી વધુ ઉમેદવારોએ ચૂંટણી લડી હતી. ચૂંટણી પંચ તરફથી શનિવારે ઉપલબ્ધ કરાયેલા આંકડાઓ મુજબ ત્રણ તબક્કાવાળી ચૂંટણીમાં કુલ 3733 ઉમેદવારો મેદાનમાં હતા, જેમાં 371 મહિલાઓ હતી. આયોગ મુજબ કુલ 1157 ઉમેદવાર અપરાધિક પૃષ્ઠભૂમિ વાળા હતા.
  • ત્રણ તબક્કામાં સમાપ્ત થયેલ મતદાનમાં આ વર્ષે મતદાતાઓની સંખ્યા (58.69 ટકા) પુરુષ મતદાતાઓ (54.68 ટકા)ની સરખામણીએ વધુ રહી.
  • ચિરાગ પાસવાનની આગેવાની વાળી લોક જનશક્તિ પાર્ટી આમ તો એનડીએનો ભાગ છે પરંતુ બિહારમાં આ નીતિશ કુમાર સામે અલગથી ચૂંટણી લડી રહી ચે. એલજેપીએ બિહારમાં અલગ રસ્તો પકડતાં પણ એનડીએને ફરક પડ્યો છે.
  • બિહાર વિધાનસભા ચૂંટણીમાં વર્ષ 2015ની સરખામણીમાં વધુ લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. આ વખતે પ્રદેશમાં વોટિંગની ટકાવારી 57.05 રહી. ચૂંટણી પંચના આંકડાઓમાં આ સ્પષ્ટ થયું છે. પંચના આંકડાઓ મુજબ બિહારમાં 2015માં થયેલ વિધાનસભા ચૂંટણીમાં 56.66 ટકા મતદાતાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આ વર્ષે કોવિડ 19 મહામારી હોવા છતાં 57.05 ટકા મતદાન થયું.
  • બિહારની વિધાનસભા ચૂંટણી ઉપરાંત મધ્ય પ્રદેશની 28 સીટ પર પણ પેટાચૂંટણીના પરિણામ આવશે. આ પરિણામથી નક્કી થસે કે મધ્ય પ્રદેશમાં કમલ ખિલ્યું રહેશે કે કમલનાથના નેતૃત્વવાળી કોંગ્રેસ સરકાર વાપસી કરવામાં સફળ થશે. ગુજરાત, યુપી અને કર્ણાટક ઉપરાંત કેટલાક અન્ય રાજ્યોમાં પણ ચૂંટણી પરિણામ આવશે.

Gujarat Bypoll Results 2020: 8 વાગ્યેથી મતગણતરી શરૂ, થોડીવારમાં જ રિઝલ્ટ આવવા લાગશેGujarat Bypoll Results 2020: 8 વાગ્યેથી મતગણતરી શરૂ, થોડીવારમાં જ રિઝલ્ટ આવવા લાગશે

English summary
Bihar Election Results 2020: Nitish will return to Bihar or Tejasvi Raj, know 10 things
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X